________________
રાગ-દ્વેષ
૧૯૭
૧૯૮
આપ્તવાણી-૨
સરખા દેખાવા પડશે ને ? આ ખાટલાના ચાર પાયા સરખા ના હોય તોય તેને ટેકો લગાવવો પડે છે ને ? જ્યારે આ બંનેય તો એક જ માના પુત્રો, તો પછી તેમનામાંય ભેદ કેમ ? આ કંકથી તો જગત ઊભું કાં છે. વખાણવું ને વખોડવું એ બંને લંક છે. બંને કંકોથી કંઢાતીત થવું પડશે, વીતરાગ થવું પડશે.
રાગ-દ્વેષવાળી વાણી કેવી હોય કે સગા ભાઇને માન આપીને ના બોલાવે અને ડૉક્ટરને “આવો સાહેબ, આવો સાહેબ” કરે, કારણ કે મહીં ઘાટમાં છે કે ક્યારેક કામ લાગશે. અમારી વાણી વીતરાગી હોય. વીતરાગ વાણી શું કહે છે કે, ‘તું તારું કામ કાઢી લેજે, અમારે તારું કામ નથી.” વીતરાગી વાણી કામ કાઢી ઉકેલ લાવવાનું કહે છે, “મોક્ષ હાથમાં લઇને અહીંથી જા.” એમ કહે છે.
ગમા-અણગમામાંથી રાગ-દ્વેષ
ગમો અને અણગમો એ બે ભાગ છે. ગમતું એટલે ઠંડક ને અણગમતું એટલે અકળામણ. આ ગમતું જો વધારે પ્રમાણમાં થઇ જાય તો તે પાછું અણગમતું થઇ જાય. તમને જલેબી ખૂબ ભાવતી હોય ને તમને રોજ આઠ દિવસ સુધી રાત-દા'ડો જલેબી જ જમાડ જમાડ કરે તો તમને શું થાય ?
પ્રશ્નકર્તા : તો પછી એ ના ગમે, કંટાળો આવે એનો.
દાદાશ્રી : ગમો-અણગમો જો એક્સેસ થઇ જાય તો તે રાગ-દ્વેષમાં પરિણમે અને એ જો સહજ જ રહે તો કશું નડતું નથી. કારણ કે ગમોઅણગમો એ નોકર્મ છે, હળવાં કર્મ છે, ચીકણાં નહીં. એનાથી કોઇને નુકસાન ના થાય. આ ‘જ્ઞાની પુરુષ” પણ આ ગાદી અહીં હોય ને બાજુમાં ચટાઈ હોય તો તે ગાદી પર બેસે, કારણ કે વિવેક છે અને તે સર્વને માન્ય છે. પણ કોઇ કહે કે, અહીંથી ઊઠીને ત્યાં બેસો તો અમે તેમ કરીએ. અમારે પણ ગમો-અણગમો હોય. તમે અહીંથી ઉઠાડીને ભોંયે બેસાડો તો અમે ત્યાં લાઇક કરીને બેસીએ, અમારે લાઇક-ડીસ્લાઇકનો સહેજ પૂર્વપર્યાય હોય. બાકી, આત્માને એમ ના હોય. ગમો-અણગમો એ ચેતનતાનું ફળ નથી. આ શાક જરા કડવું લાગે તો તરત જ અણગમો થઇ જાય, કારણ તે શાકભાજી છે. જેમાં ગમો-અણગમો થાય એ બધાં શાકભાજી, એ ચેતનતાનું ફળ ન હોય. ‘દાદા'ને તો ક્યારેય પણ અણગમો ના હોય. ‘દાદા' તો સવારે ઊઠે તોય એવા ને સૂતી વખતેય એવા ને એવા જ ! ‘દાદા’ ની નિરંતર એક જ પરિણતિ હોય ! નિરંતર આત્મરમણતામાં ન પરમાનંદમાં જ હોય !!
દ્વેષથી ત્યાગેલું રાગથી ભોગવે જ્યાં સુધી તને રાગ-દ્વેષ છે, ત્યાં સુધી તું વીતરાગી થયો નથી. જો લીંબુ ચાગ્યાં હોય અને પછી કોઇ ખોરાકમાં ભૂલથી લીંબુ નિચોવાયું હોય તો ચિડાયા કરે. આનો અર્થ એ કે જે રાગથી ત્યાખ્યું હોય તે દ્વેષથી ભોગવવું પડે ને દ્વેષથી ત્યાખ્યું હોય તે રાગથી ભોગવવું પડે. કોઇને બીડીની બાધા હોય, તેને બીડી પીવડાવીએ તો તેને એમ થઇ જાય છે, મારી બાધા તોડાવી નાખી, તે તેને મહીં ક્લેશ થઇ જાય. રાગ-દ્વેષથી ત્યાગવું એટલે શું ? કે જયારે ગમતું હોય છતાં દ્વેષથી ત્યાગી દે કે મને નથી ગમતું, છતાં જ્યારે વસ્તુ સામી આવે ત્યારે પાછો ટેસ્ટ આવી જાય. દ્વષથી ત્યાગતાં રાગથી ભોગવે. આ તો બધાએ રાગથી ત્યાગેલું તેથી વૈષથી ભોગવવું પડે.
વ્યાખ્યાન કરતા હોય ત્યાં મહારાજના રાગ-દ્વેષ ના દેખાય, વીતરાગ જેવા દેખાય. પણ મહારાજના હરીફ પક્ષવાળા આવે તો વેરઝેર દેખાય. અરે ! અહીં ‘જ્ઞાની પુરુષ' પાસેય જો સ્થાનકવાસી મહારાજ પાસે દેરાવાસી મહારાજ બેસે તોય તેમને સહન ના થાય. અત્યારે તો જયાં જ્યાં હરીફ, ત્યાં ત્યાં વૈષ હોય છે. જ્યારે બીજી બધી જગ્યાએ વીતરાગ રહે, પણ જો જાણે કે, મારાં કરતાં ઊંચે પડે છે, તે દ્વેષ આવી જાય. એથી અમે કહીએ છીએ ને, કે બિનહરીફ થવાનું છે.
બે હીરાના વેપારી હોય ને હરીફ બને તો ષ થઇ જાય, પાછા રાગેય એના પર થાય તે ચા પાછા સાથે પીએ.