________________
રાગ-દ્વેષ
૧૯૫
૧૯૬
આપ્તવાણી-૨
ને અજ્ઞાન કાઢવાનું કહ્યું છે અને જૈનોએ રાગ, દ્વેષ અને અજ્ઞાન કાઢવાનું કલાં છે. અજ્ઞાન બંનેમાં કોમન છે, અને અજ્ઞાન શેનું ? ત્યારે કહે, સ્વરૂપનું અજ્ઞાન. એ ગયું એટલે બધું જ જાય. અજ્ઞાન કાઢવા આત્માના જ્ઞાની જોઇએ.
જ્યાં રાગ-દ્વેષ છે ત્યાં સંસાર છે. જ્યાં રાગ-દ્વેષ નથી, ને પછી તે રાજમહેલમાં રહે કે હોટલમાં રહે, તોય તે અપરિગ્રહી છે. ને ગુફામાં રહેતો હોય ને એકેય પરિગ્રહ ના દેખાય, છતાં તેને જો રાગ-દ્વેષ હોય તો તેને ભગવાને પરિગ્રહી કક્કો છે. રાગ-દ્વેષ જાય તે વીતરાગ થઇ જાય. હું ચંદુ છું” એ પરિગ્રહ છે. રાગ-દ્વેષ એ જ પરિગ્રહ છે અને હું શુદ્ધાત્મા છું’ એ અપરિગ્રહ છે.
આ તમને જ્ઞાન આપ્યા પછી તમારો ઝઘડો થતો હોય છતાં રાગદ્વેષ થતા નથી એય અજાયબી છે ને ? અજ્ઞાનીને ઝઘડો ન થયો હોય તોય રાગ-દ્વેષ રહે. ઝઘડાથી રાગ-દ્વેષ થતા નથી, પણ તાંતો રહે તેનું નામ રાગ-દ્વેષ.
પ્રશ્નકર્તા : તાંતો એટલે શું, દાદા ?
દાદાશ્રી : તાંતો એટલે તંત. આ બૈરી જોડે રાત્રે તમારે વઢવાડ થઇ હોય ને સવારે ઊઠીને ચાનો કપ મૂકતાં બૈરી જરા પ્યાલો પછાડીને મૂકે, તો આપણે ના સમજી જઇએ કે હજી રાતના ઝઘડાનો તાંતો ચાલુ છે ? એ તાંતો કહેવાય. જેનો તાંતો ગયો તે વીતરાગી થઇ ગયો ! જેનો તાંતો તૂટ્યો એના મોક્ષની ગેરન્ટી અમે લઇએ છીએ !!!!
જયાં અજ્ઞાન ત્યાં રાગ-દ્વેષ અને જયાં જ્ઞાન ત્યાં વીતરાગતા! પ્રશ્નકર્તા : કોઈ વસ્તુ યાદ આવ્યા કરે એ શું છે ?
દાદાશ્રી : યાદ એ રાગ-દ્વેષના કારણે છે. જો યાદ ના આવતું હોત તો ગુંચ પડેલી ભૂલી જવાત. તમને કેમ કોઇ ફોરેનર્સ યાદ નથી આવતા ને મરેલાં યાદ કેમ આવે છે ? આ હિસાબ છે અને તે રાગ-દ્વેષનાં કારણે છે, તેનું પ્રતિક્રમણ કરવાથી ચોંટ ભૂંસાઇ જાય. જેની ઉપર રાગ હોય તે
રાતેય યાદ આવે ને જેની ઉપર દ્વેષ હોય તે પણ રાતેય યાદ આવે. બૈરી ઉપર રાગ કરે છે ! લક્ષ્મી ઉપર રાગ કરે છે !! રાગ તો એક જ્ઞાની ઉપર જ કરવા જેવો છે. અમને રાગેય નથી ને વૈષય નથી, અમે તો સંપૂર્ણ વીતરાગ છીએ !
‘હું ચંદુલાલ છું” એ આરોપિત જગ્યાએ રાગ છે અને એટલે બીજી જગ્યાએ શ્રેષ છે ! એનો અર્થ એ કે, સ્વરૂપમાં દ્વેષ છે ! નિયમ કેવો છે? એક જગાએ રાગ હોય તો તેના સામે ખૂણે દ્વેષ અવશ્ય હોય જ, કારણકે રાગ-દ્વેષ એ કંદ્ર ગુણ છે. માટે વીતરાગ થાઓ, ‘વીતરાગ’ એ કંઢાતીત છે !
લાખ રૂપિયા ધીર્યા હશે તો કોઇ તમારી પાસે નહીં આવે; પણ કોઈ માગતું હશે, દેવું હશે તો તે તમારી પાસે માગતો આવશે. અને દેવું શેનું છે ? - રીવેન્જનું દેવું છે. આ તો રાગ થયો ને એમાંથી જ વેરનું દેવું થાય છે ને એ પછી ફરી રોગ થાય છે ને એમાં ફરીથી વેર બાંધે છે. આ જ સંસારની ઘટમાળ છે. વીતરાગો જાણતા હતા કે, આટલી સંસારની કઢાઇઓમાં તળાશે ત્યાર પછી મોક્ષ થશે. વીતરાગ મોક્ષે લઇ જશે એ ભાન થાય ત્યાર પછી ઉકેલ આવે. વીતરાગ પાસે તો એકલો મોક્ષ મળે, બીજું કશું ના મળે.
વખાણે તો રાગ ના થાય અને વખોડે તો ષ ના થાય એવું હોવું જોઇએ. આ વખાણવું અને વખોડવું એ બંનેય એક જ માના દીકરા છે, તો પછી એમની જોડે જુદાઇ શા માટે ? એટલે આપણે તો વખાણી પણ શકીએ ને વખોડી પણ શકીએ. એ બંનેયમાં મોટું સિવાઇ ના જવું જોઇએ, માત્ર ભાવ ફેર છે. બાકી બંનેય વખાણવું-વખોડવું ચાર અક્ષરનાં અને ‘વ’ ‘વ’ પર જ છે. વખોડવાની ‘ચરી’ લઇએ તો જ્યારે ત્યારે એય છોડવી જ પડશે.
વીતરાગપણે ક્યાં છે ? બંનેય, વખાણીએ કે વખોડીએ છતાં સમદષ્ટિ રહે. અમે ‘નંગોડ' શબ્દ બોલીએ, પણ ભાવમાં સમદષ્ટિ જ રહે. આ વખાણવું અને વખોડવું એ બંનેય જોડે તમારે ફાવટ કરી લેવી પડશે, પછી કોઇ તમને બેમાંથી એક આપે તોય તમને તે અડશે નહીં. બહાર જો બંનેય સરખા દેખાશે તો અંદર પણ સરખા દેખાશે. બધાય પાયા તો