________________
૧૯૪
આપ્તવાણી-૨
રાગ-દ્વેષ પ્રશ્નકર્તા : રાગ કોને કહેવાય ?
દાદાશ્રી : જયાં પોતે નથી ત્યાં ‘હું ” એમ બોલવું એ જ મોટામાં મોટો રાગ, એ જ જન્મદાતા છે. ‘હું ચંદુલાલ’ એ જ રાગ છે, આ રાગ તૂટ્યો તો બધા રાગ તૂટ્યા. જેને ‘હું શુદ્ધાત્મા છું” એ લક્ષ છે એના બધા રાગ તૂટી ગયા છે અને જેને ‘હું આચાર્ય છું, હું કલેક્ટર છું” એ ભાન છે એના બધા રાગ ઊભા છે ! આ તો એવા તંતીલા થઇ ગયા છે કે એક વાત વાંકી કહી હોય તો આંખમાંથી ઝેર ટપકે. વીતરાગની વાત સમજ્યા નહીં. ‘હું ચંદુલાલ છું’ એ ભાન હોય તો બધા રાગ ઊભા થાય છે અને શુદ્ધાત્માનું ભાન થયું ને જ્યાં છું ત્યાં ‘હું છું” બોલે છે એ રાગ નથી, પણ વીતરાગનું લક્ષ છે. શુદ્ધાત્મા વીતરાગ જ છે, એના લક્ષથી ‘બહારનું' રીલેટિવ બધું ધોવાતું જાય છે. વીતરાગ કોણ ? ‘હું શુદ્ધાત્મા છું' એ અથવા ‘દાદા’ યાદ આવે તો એય વીતરાગનું લક્ષ છે. વીતરાગ કોણ ? જ્ઞાનીમાં પ્રગટ થયા છે, તે સંપૂર્ણ વીતરાગ છે ! અને જ્ઞાનીએ આપ્યું છે તે લક્ષ, એ સંપૂર્ણ વીતરાગનું લક્ષ છે. આ ગજબનું પદ તમને આપ્યું છે !
પ્રશ્નકર્તા : આ મને મારા દીકરા ઉપર બહુ રાગ થાય છે, એ ત્યારે શું ?
દાદાશ્રી : આત્મામાં રાગ નામનો ગુણ જ નથી, ને લોકો કહે છે કે મારો આત્મા રાગ-દ્વેષી છે. પણ આ શું છે ? આ દેહમાં ઇલેક્ટ્રિક બોડી છે, તે જયારે મળતાં પરમાણુ આવે ત્યારે આખું બોડી લોહચુંબકની જેમ ખેંચાય છે. એને લોક કહે છે કે, “ખેંચાયો”, “મને રાગ થાય છે; પણ એમાં આત્મા જરાય ખેંચાતો નથી. આત્મામાં રાગ નામનો ગુણ જ
નથી, એ તો પોતે વીતરાગ જ છે. વીતરાગો શું કહે છે કે આ પૂતળું એ જેમનું નાચે તેને જાણે કે પૂતળું ક્યાં ખેંચાયું ને ક્યાં ના ખેંચાયું. આ વીતરાગોનો મત નિર્મળ, શુદ્ધ છે ને તે જ અમે તમને આપ્યો છે.
આત્મસ્વરૂપ થયા વગર છૂટા થવાશે નહીં. ગચ્છ એટલે ચૂલો અને મત એય ચૂલો, તે ચૂલામાં તો પડાતું હશે ? એ તો પોઇઝન કહેવાય. મત તો એક આત્માનો જ હોવો જોઇએ, આ તો “અમારું” ને ‘તમારું'માં પડ્યાં. ભગવાન તો નિષ્પક્ષપાતી મતના છે !
રાગ-દ્વેષ એ તો આત્માની વૃત્તિ આગળ આકર્ષણ-વિકર્ષણ છે. આકર્ષણ આગળ આંતરો આવે ત્યાં દ્વેષ થાય.
પ્રશ્નકર્તા : રાગ-દ્વેષ એ સજાતીય અને વિજાતીયને લીધે છે ?
દાદાશ્રી : લોહચુંબક જેવું છે. રાગ બહુ જુદી જ વસ્તુ છે. આ જીવતા ઉપર આકર્ષણ થાય છે તેને લોકો રાગ કહે છે, પણ એ વીતરાગોની ભાષાનો રાગ ન હોય. પરમાણુઓનું આકર્ષણ છે તો એને રાગ કહે છે અને વિકર્ષણ છે તો એને દ્વેષ કહે છે.
જ્યારથી પોતાનું અને પરાયું એવા બે ભેદ પાડ્યા ત્યારથી જ રાગવૈષ ઊભા થાય છે, પરાયું કાં તો દ્વેષ ઊભો થઇ જાય. આ તો મસ્જિદ જુએ તો ના ગમે, શિવનું દેરું આવે તો આ આપણું નહીં, આ પરાયું છેએમ કહે ત્યાં સુધી વૈષ ઊભો છે અને બધે જ પોતાનું લાગ્યું તો રાગદ્વષ મટે. ઓપોઝિટમાંથી ખસે તો ઓપોઝિશન ના હોય. કોઇને સટ્ટા ઉપર રાગ હોય અને કોઇને સટ્ટા પર દ્વેષ હોય તો રાગવાળો કહે કે, “સટ્ટો સારો છે ને કેષવાળો કહે કે, “સટ્ટો ખોટો છે” એ ધંધો સારો નથી. આ બંનેનાં વિચારો છે, ત્યારે તે જો ઓપોઝિટમાંથી ખસે તો ઓપોઝિશન ના
સ્ત્રી છોડી, કરોડો રૂપિયા છોડ્યા, બધું છોડ્યું ને જંગલમાં ગયા છતાં રાગ-દ્વેષ થાય છે, કામ (!) થઇ જ ગયું ને ! નડે છે કોણ ? અજ્ઞાન. રાગ-દ્વેષ તો નડતા નથી, પણ અજ્ઞાન નડે છે. વેદાંતીઓએ મળ, વિક્ષેપ