________________
વ્યવહારિક સુખદુ:ખ સમજ !
૧૯૧
૧૯૨
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : એ શી રીતે કરું ?
દાદાશ્રી : એ પછી રડ્યા કરે બિચારા ! ભૂખ લાગે તો શું કરે? એટલે તમે મારું કહેલું એક કરશો ? કરશો કે નહીં કરો ?
પ્રશ્નકર્તા : જરૂર કરીશ, દાદા.
દાદાશ્રી : તો તમે જ્યારે ખાવને તો તે વખતે ઠાકોરજીને યાદ કરી, અર્પણ કરીને ‘તમે જમી લો, પછી હું ખાઉં, તમને ભૂખ લાગી હશે” એમ કહીને પછી ખાજો. એવું કરશો ? આવું થાય તો હા પાડજો ને ના થાય તો ના કહેજો.
પ્રશ્નકર્તા : પણ સાહેબ, હું ઠાકોરજીને પોઢાડીને આવું છું ને !
દાદાશ્રી : ના, પોઢાડી દો પણ ભૂખ્યા રહે ને ? તેથી એ બોલે નહીં ને ! એ કેટલી વખત સૂઇ રહે પછી ? એટલે બેઠા થાય ને સૂઇ જાય, બેઠા થાય ને સૂઇ જાય. તમે એવો ખોરાક નથી ખાતા ને, કે જે એમને ચાલે નહીં ? સાત્વિક ખોરાક હોય છે ને ? તામસી ખોરાક હોય તો આપણે ના જમાડવું. પણ સાત્વિક ખોરાક હોય તો આપણે તેમને કહીએ કે, ‘લો જમી લો ઠાકોરજી.” એટલું થાય એવું છે તમારાથી ? તો કો'ક દા'ડો ઠાકોરજી તમારી સાથે બોલશે, એ ખુશ થઇ જશે તે દહાડે બોલશે. ના કેમ બોલે ? અરે, આ ભીંતો પણ બોલે! બધું બોલે એવું છે આ જગતમાં ! ભગવાનને રોજ નવડાવીએ, ધોવડાવીએ, હશેકા પાણીથી નવડાવીએ, તો શું કાયમ અબોલા જ રહેવાના ? કોઇ માણસ પૈણવા ગયો હોય ને બાઇ લઇને આવે તે અબોલા લે, તો પછી શો ફાયદો ? બોલે જ નહીં એને શું કરે? એટલે ભગવાનેય બોલે, આપણો ભાવ હોય તો બોલે. આ પૂજા કરો છો એ તમારા ઘરના સારા સંસ્કાર કહેવાય.
પ્રશ્નકર્તા : હું બહારગામ જાઉં તો ભગવાનને જોડે જ લઇ જાઉં
તો અબોલા લે, તો બોલવાનું બંધ કરી દે, નહીં તો વૈષ્ણવજનને તો બહાર અડાય નહીં, પાણી ના પીવાય. કેવું સરસ, ચુસ્ત વૈષ્ણવ કહેવાય ! મૂર્તિને નવડાવે છે, ધોવડાવે છે, એ ચુસ્ત વૈષ્ણવ કહેવાય. પણ શું કરે ? અત્યારે સંયોગોના હિસાબે કોઇને ઠપકો આપવા જેવી વસ્તુ નથી. સંજોગો પ્રમાણે હોય છે ને તેથી એ મૂર્તિ નથી બોલતી, નહીં તો મૂર્તિ બોલે. જો બધી રીતે એના કાયદા પાળે ને, તો કેમ ના બોલે ? પીત્તળની મૂર્તિ છે કે સોનાની ?
પ્રશ્નકર્તા : ચાંદીની.
દાદાશ્રી : અત્યારે તો સોનાની મૂર્તિ હોય તો છોકરાઓ બહાર જઇને વેચી આવે, તમને મારી વાત ગમે છે ને ?
પ્રશ્નકર્તા : હા, દાદા, બહુ ગમે છે.
દાદાશ્રી : હવે જો બહાર જમશો ને, ત્યારે પણ ઠાકોરજીને જમાડીને જમજો, તેથી તમારી જવાબદારી જતી રહેશે.
દાદાશ્રી : ભગવાન વગર તો કોઇ ક્રિયા જ ના કરવી. ખરી રીતે તો ઠાકોરજી આ તામસી ખોરાક લેવાની ના પાડે, પણ હવે શું કરે? બહુ