________________
વ્યવહારિક સુખદુઃખ સમજ !
૧૮૯
પ્રશ્નકર્તા ઃ હજી સુધી તો લાભ નથી મળ્યો.
દાદાશ્રી : ઠાકોરજી તમારી જોડે વાત શાથી નથી કરતા ? મને લાગે છે કે, ઠાકોરજી શરમાળ હશે કે પછી તમે શરમાળ છો ? મને લાગે છે કે બેમાંથી એક શરમાળ છે !
પ્રશ્નકર્તા : પૂજા કરું છું, પણ ઠાકોરજીને બોલાવી નથી શકતો.
દાદાશ્રી : બોલાવી શકતા નથી ને ? આપણે રામચન્દ્રજીને ત્યાં જયપુરમાં ને અયોધ્યામાં ગયેલા તો ત્યાં રામચંદ્રજી બોલતા હતા. અમે જ્યાં નવી મૂર્તિ દેખીએ ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરીએ. આ બિરલાએ જયપુરમાં ને અયોધ્યામાં મંદિરો બાંધ્યાં, ત્યાં અમે રામચંદ્રજીની મૂર્તિમાં પ્રાણપ્રતિષ્ઠા કરેલી. તે બેઉ જગ્યાએ આર્ય ઊભું થયેલું. આપણા મહાત્માઓ, ૩૫ જણ બેઠેલા અને ત્યાંના પૂજારીને તો રામચંદ્રજી ખૂબ હસતા દેખાયા. તેમણે તો મંદિર બાંધ્યું ત્યારથી રામચંદ્રજીને રિસાયેલા ને રિસાયેલા જ દીઠેલા. તે મંદિરેય રિસાયેલું હતું ને દર્શન કરનારા યે રિસાયેલા. રામચંદ્રજીની મૂર્તિ હસી તે જોઇને પૂજારી દોડતો આવીને અમને હાર પહેરાવી ગયો. મેં પૂછ્યું, ‘કેમ?” તો એ ખૂબ રડવા માંડ્યો. કહે કે, ‘આવાં દર્શન તો કોઇ દહાડો થયાં જ નથી. આજે તમે ખરાં રામચંદ્રજીનાં દર્શન કરાવ્યા.’
અમે કહ્યું, ‘આ લોકોનાં કલ્યાણ માટે કર્યું છે. અત્યાર સુધી રામચંદ્રજી રિસાયેલા હતા તે લોકોનું શું કલ્યાણ થાય? હવે રામચંદ્રજી હસતા થયા, હવે કાયમ હસતા મૂકીને જઇએ છીએ. તે જે જોશે તે હસતા થશે. અમે પ્રતિષ્ઠા કરી આપી. કોઇ દિવસ સાચી પ્રતિષ્ઠા જ નહીં થયેલી.' આ જે પ્રતિષ્ઠા કરે તે વાસનાવાળા લોક છે. પ્રતિષ્ઠા તો આત્મજ્ઞાની, એવા ‘જ્ઞાની પુરુષ’ કરે તો જ તે ફળે. વાસના એટલે સમજ પડીને ? કંઇ ને કંઇ ઇચ્છા કે ‘ચંદુભાઇ કામ લાગશે.' એ વાસના કહેવાય. જેને આ જગતમાં કોઇ ચીજની જરૂર નથી, આખા જગતનું સોનું આપે તોય જરૂર નથી, વિષયોની જરૂર નથી, કીર્તિની જરૂર નથી, જેને કોઇ જાતની ભીખ નથી તે નિર્વાસનિક કહેવાય, એવા ‘જ્ઞાની પુરુષ’ ચાહે સો કરે, મૂર્તિને બોલતી કરાવે તમે મૂર્તિ જોડે વાતચીત નથી કરતા ? પણ તમારી જબાનની છૂટ
આપ્તવાણી-૨
છે ને ? એ ના બોલે તો આપણે બોલીએ, એમાં શું થઇ ગયું ? ‘ભગવાન કેમ બોલતા નથી? શું મારી ઉપર વિશ્વાસ નથી આવતો ?” એવું એમને કહીએ. આ માણસને એમ કહીએ તો એ હસી નથી પડતા ? એમ મૂર્તિ હસી પડે. એક મૂર્તિ છે કે બે ?
૧૯૦
પ્રશ્નકર્તા : એક.
દાદાશ્રી : નવડાવો, ધોવડાવો છો ખરા કે ? પ્રશ્નકર્તા : હા, રોજ નવડાવું છું.
દાદાશ્રી : ગરમ પાણીએ કે ટાઢે ? પ્રશ્નકર્તા : હશેકા પાણીએ.
દાદાશ્રી : એ સારું, નહીં તો બહુ ટાઢે પાણીથી નવડાવો તો ટાઢ વાય ને બહુ ગરમ પાણીએ દઝાવાય, એટલે હશેકું પાણી જોઇએ. ઠાકોરજીને રોજ જમાડો છે કે રોજ અગિયારસ કરાવો છો ?
પ્રશ્નકર્તા : અગિયારસ તો હું પણ નથી કરતો.
દાદાશ્રી : તમે નથી કરતા તેનો વાંધો નથી, પણ ઠાકોરજીને જમાડો છો ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : કેટલા વાગ્યે જમાડો છો ?
પ્રશ્નકર્તા ઃ સવારે આઠ વાગ્યે જમાડીને, પોઢાડીને, પછી પ્રસાદ લઇને ઓફિસે જાઉં છું.
દાદાશ્રી : પછી બપોરે જમો છો ?
કરી ?
પ્રશ્નકર્તા : ભૂખ લાગે ત્યારે ગમે ત્યાં ખાઇ લઉં છું.
દાદાશ્રી : હા, પણ તે ઘડીએ ઠાકોરજીને ભૂખ લાગી તેની તપાસ