________________
વ્યવહારિક સુખદુ:ખ સમજ !
૧૮૭
૧૮૮
આપ્તવાણી-૨
પ્રશ્નકર્તા : બહાર જવાથી કંટાળો જતો નથી.
દાદાશ્રી : કંટાળો આવે છે એટલે બહાર જાય છે ને, એટલે બ્લડ સરક્યુલેશન થાય એટલ કંટાળાના સંયોગ વિખરાઇ જાય.
વ્યવહારમાં રોજ સવારે ઊઠતાં ‘દાદાને યાદ કરીને નિક્રય કરવો અને પાંચ વખત બોલવું કે “આ મન-વચન-કાયાથી જગતના કોઇ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ન હો, ન હો. ન હો !” આટલો નિકયા કર્યો એટલે મહીં પોલીસ ખાતું ચેતે. મહીં તો જાત જાતની વંશાવલિ છે, મોટું લશ્કર છે. ‘જ્ઞાની પુરુષ'ની હાજરીમાં આટલું કરવાથી શક્તિઓ આવી જાય ને પછી જાય નહીં. આવું નક્કી કરીને, ‘દાદા’ને સામા બેસાડીને ‘પેલી’ વંશાવલિ ઊભી થાય તોય એને કશું ખાવા પીવાનું નહીં આપવાનું !
પ્રશ્નકર્તા : કેટલાક કંટાળો આવે ત્યારે વહીસ્કી પીએ છે.
દાદાશ્રી : આ તો કંટાળાના ઉપાય કરે છે તે બ્રાંડી પીએ છે, દોડધામ કરે છે. એય એક જાતની મૂર્છા જ છે. કંટાળો આવે પણ સહનશક્તિ છે નહીં, નહીં તો કંટાળો આવ્યો તો ‘શાથી આવ્યો ? શી ભૂલ રહી ગઇ ?” એ બધી તપાસ કરાય. પણ એ તો કશું કરતા નથી ને દોડધામ કરે છે ને પીવે છે, તેનાથી રાહત મળે છે. પણ ફરી પાવર ઊતરે એટલે કંટાળો પાછો ચાલુ. આ સંસારનાં દુ:ખો એક ક્ષણવાર શાંતિ આપે એવાં નથી.
માણસને કંટાળો ગમે નહીં. કેટલાક તો જીવ પણ બાળે છે. જીવ ના બાળશો. કપડાં બાળે તો નવાં લવાય, પણ જીવ બાળીશ તો ફરી નવો ક્યાંથી લાવીશ ?
કંટાળાનું સ્વરૂપ દાદાશ્રી : કંટાળાનો અર્થ, શો ? પ્રશ્નકર્તા : કશું ગમે નહીં તે.
દાદાશ્રી : કંટાળો એટલે કાંટાની પથારીમાં સૂઇએ ત્યારે જે દશા થાય તે ! કંટાળો આવે છે ત્યારે દવા કરો છો ? આ દ્રગિસ્ટને ત્યાંથી કંઇક દવા લાવો છો ?
પ્રશ્નકર્તા : એ તો ક્યાંય ના મળે. દાદાશ્રી : પણ કંઈક તો કરતાં હશો ને ? પ્રશ્નકર્તા : બહાર ફરવા જતો રહું છું.
દાદાશ્રી : આ તો માગતાવાળાને પાછા કાઢવા બરાબર છે. કંટાળો આવ્યો એ શું કહે છે ? નેચર શું કહે છે ? કે આનું પેમેન્ટ કરી દો. ત્યારે આ કહેશે, “ના, અમે એમ નહીં કરીએ.” ને દોડધામ કરી મૂકે, એ તો કંટાળાને પાછો કાઢે છે. પણ એ જ્યારે સામટો માંગવા આવશે ત્યારે શું થશે ? કંટાળો આવે ત્યારે સિનેમા જોવા જાય છે. એ તો અન્ય ઉપાય કર્યો, વિરોધ કર્યો. કંટાળો આવે ત્યારે જો સ્થિર બેસી રહેને તો એ શોધખોળ કરી શકે કે ‘શાથી આવ્યો, એ શું છે ?” તો ત્યાં પુરુષાર્થ ધર્મ જાગે એવું છે, ત્યારે ઊંધો ઉપાય કરે છે, અને એને પાછું ધકેલે છે.
ઠાકોરજીની પૂજા દાદાશ્રી : કંટાળો પૂજા કરતી વખતે નથી આવતો ને ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : પૂજા કરો છો તો પૂજય પુરુષની કરો છો કે અપૂજયની?
પ્રશ્નકર્તા : હું તો ખાલી પુષ્ટિમાર્ગનો છું. સેવા કરેલા ઠાકોરજી પધરાવેલ છે, એમની પૂજા કરું છું !
દાદાશ્રી : હા, પણ એ પૂજય છે, તેથી પધરાવેલ છે ને ? પૂજય ના હોય તેની પુજા ના કરવી. પૂજ્યબુદ્ધિથી પૂજ્યની પૂજા કરવી. પૂજા કરવા ખાતર ના કરવી, પણ પૂજ્યબુદ્ધિથી પૂજા કરવી. ઠાકોરજી ઉપર પૂજ્યબુદ્ધિ તો છે ને ? ઠાકોરજી કોઇ દહાડો તમારી જોડે વાતચીત કરે છે કે !