________________
વ્યવહારિક સુખદુ:ખ સમજ !
૧૮૫
૧૮૬
આપ્તવાણી-૨
દીકરાએ જોડે જવું જ જોઇએ ને ? આ મરતી વખતમાં ડ્રામા અને આ વાગે એમાં ‘ડ્રામા’ નહીં, એ કેમ ચાલે ?
આ ‘જ્ઞાની પુરુષ' શાથી કાયમ આનંદમાં રહે છે ? કારણ કે બધી ગોઠવણી આવડે અને એ જ તમને શીખવે. તમને આ આવડે નહીં, એથી તો તમે અમને અહીં આસને બેસાડ્યા !
ત્યાં સુધી જ્ઞાન કશું પામ્યા જ ના કહેવાય. આ તો મૂળ વીતરાગ જ્ઞાન જ પામવાનું હોય, બીજું કશું ખપે નહીં ને !
આ દુ:ખના માર્યા કેટલાક તો અહીં આવે છે, પણ સાચી જિજ્ઞાસાથી આવે તો તો બહુ કામ થઇ જાય. આ તો દુ:ખ આવે ત્યારે ભગવાનને કહે, પણ ભગવાન શું કહે છે કે, “અલ્યા, સુખનાં ટાઇમે તેં મને ના બોલાવ્યો, ત્યારે એક ટપાલ પણ ના લખી. માટે હવે તું આ દુ:ખના વખતે ટપાલ લખે છે તો હું જવાબ નહીં આપું.”
લોકો તો કેવા છે કે કાર્યરૂપે આજે દુ:ખ ઊભું થાય, છતાં એના એ જ દુ:ખનાં કારણો ફરી ફરી સેવે છે. પાછલાં દુ:ખનાં કારણોથી જે દુ:ખ આવે છે એમાં નવાં કારણો ઊભાં ના થવા દે તે કામનું.
આ માસ્તર હોય તે છોકરાને બે ગુણાકાર શીખવે ને જો તે છોકરાને ના આવડે તો તેને મારે. ઘરમાં માસ્તર બનને ! પણ બૈરી પાસે માસ્તર ના બને, નહીં તો બૈરી જ મારે !
સતા વાપરે તે ડફોળ. સત્તા પ્રાપ્ત થયા પછી જે સત્તા વાપરે છે એ ડફોળ કહેવાય. જે સત્તાનો ઉપયોગ કરે છે એ ડફોળ કહેવાય. સત્તા પ્રાપ્ત ના થઇ હોય ત્યાં સુધી ભાવ થાય કે સત્તા વાપરીશું, પણ સત્તા પ્રાપ્ત થાય તો એને વાપરવાની ના હોય. અમે, આ સત્તા વાપરે તો એને ડફોળ કહેવાય, એવું કહીએ તો એનો રોગ નીકળે. અત્યાર સુધી કોઇએ ગાળ દીધી નથી અને કોઇ ગાળ દેશેય નહીં. તે વગર રોગ નહીં નીકળે. બહાર તો “આવો શેઠ, આવો શેઠ' એવું શું કામ કહેતા હશે ? કંઇક કામ પડશે ને, એટલા માટે. આ કામવાળા બધા ! એ તો કોઇ નિષ્કામ પુરુષ હોય ને તે વઢે તો કામ થાય.
અમારી પાસે એક વકીલ આવેલા, એને તો અમે કંઇ હિસાબ વગરની ગાળો ભાંડેલી. ત્યારે એણે એના ભાઇને ઘેર જઇને કહેલું કે, આવા કરૂણાવાળા માણસ જ મેં જોયા નથી.” આ તો લોક કેવા છે કે એમને ડૉક્ટર કામના, વકીલ કામના, આ કામના. પણ એ શેના કામના? એ તો આટલી ખીચડી મળી તો કામની, બીજું કંઇ કામનું નહીં. આ તો ખીચડી ના મળે ત્યારે ખબર પાડી દે કે કોણ કામનું છે?
‘જ્ઞાની પુરુષ'ને માન કે અપમાનની કશી જ પડી ના હોય. માનનાં સુખ એ વિષય સુખ છે. “મારું માનભંગ થશે’ એ ભો જયાં સુધી રહે
કામ કાઢી લેવા જેવું ‘આ’ એક જ સ્ટેશન આવ્યું છે. માટે ખાવ, પીઓ અને પ્રાપ્ત સંયોગોને સુખેથી ભોગવો અને અપ્રાપ્ત સંયોગોની ભાંજગડ ના કરશો.
સુખો તો મહીંથી આવશે. પણ આ તો બહારથી મધનું ટીપું ચાખવા પડ્યો રકો છે !
આ સાધુ થવા માટે કેમ વિચાર આવે છે ? કારણ કે અનંતકાળથી એણે માર ખાધેલો તે યાદ આવે કે સાસુનાં દુઃખ, સસરાનાં દુ:ખ, ધણીનાં દુ:ખ, બાયડીનાં દુ:ખો, છોકરાંનાં દુ:ખો, એ બધાં દુ:ખો અનંત અવતારથી ભોગવેલાં તે યાદ આવે અને કહેનાર નિમિત્ત પણ મળી આવે કે, “આ સંસારમાં ક્યાં સુખ છે ?” એટલે એને વિચાર આવે કે મારે તો દીક્ષા જ લેવી છે અને પછી તે દીક્ષા લે !
‘જ્ઞાની પુરુષ' પાસે તો તમારા દરેક દુઃખો અવશ્ય જાય જ. ‘આ’ જ્ઞાની પાસે તો દરેકે દરેક દુ:ખો દૂર થાય પણ તમે ઇચ્છા કરશો નહીં તો ! આ પગે જો વાગ્યું હોય ને પટ્ટી લગાડી હોય તો ‘જ્ઞાનીએ કરાં, કે “આને ઉખાડીશ નહીં” ને તો પણ જો ઉખાડ ઉખાડ કરે તો એનો ઉપાય શો ? આ તો જ્ઞાનીએ કળાં, અને પછી કેમ હલાવાય ?