________________
વ્યવહારિક સુખદુઃખ સમજ !
માટે દુઃખ કોને કહેવાય ? સ્પર્શે તે. બાબાને આંગળી કપાય તો શું ? એ તો બાબાને દુઃખ થયું, પણ એમાં તો બાપોય દુઃખ માથે લઇ લે. ભગવાન શું કહે છે કે અમે બાબાને એક રતલ દુઃખ આપેલું, તેમાંથી બાપ અરધો રતલ લઇને ફરે ને મા પા રતલ લઇને ફરે છે. હવે આને ડફોળ નહીં તો શું કહેવાય ?
૧૮૩
તું મને કહે કે, ‘દાદા, પેટમાં દુ:ખે છે' ને ત્યાં હું કહું કે ‘તું આત્મા છે ને' તો તો હું જ્ઞાની ના કહેવાઉં. એને તો અમારે સાંભળવું પડે. પણ ખીચડીમાં ઘી ના મળ્યું તે કહ્યું, તો તે અમે ના સાંભળીએ. આને દુઃખ ના કહેવાય.
આ બહુ ઝીણી વાત છે. જો કંઇ પણ દુઃખ છે તો એ દુઃખને ઉપાય હોય છે જ. દાઢ દુઃખે તો એને દુઃખ કહેવાય, કારણ કે ડૉક્ટર પાસે જઇને દવા કરાવાય, દાઢ કઢાવી શકાય. દુઃખ તો કોને કહેવાય ? જેના ઉપાય હોય તેને. જેના ઉપાય ન હોય એને દુઃખ જ ન કહેવાય. આ તો છોકરાને રતલ દુ:ખ હતું, ને તેમાં તે શું કામ બીજું અરધો રતલ લઇ લીધું ? કૂતરાના બચ્ચાને વાગે તો કૂતરા રડે નહીં, એને ચાટીને રૂઝાવે. એની લાળમાં રૂઝવવાની શક્તિ હોય છે. અને એને પોતાને થયું હોય તો બૂમાબૂમ પાડે ! અને આ નિરાશ્રિતને તો બીજાને થાય તોય પોતે માથે લઇ લે !
એક ભાઇ આવેલો. તે કહે, “મારે તો મોટી પીડા આવી પડી છે.’ મેં પૂછયું, ‘શું છે ?” તો એ કહે, ‘બૈરીને ડિલિવરી આવવાની છે.’ બાઇ ડિલિવરીએ ગયાં તો એ કંઇ નવીન છે ? આ કૂતરાં-બિલાડાં બધાંને ડિલિવરી છે ને ? પોસ્ટવાળાય ડિલિવરી કરે છે, એમાં નવાઇ જેવું છે શું ? મહીં ભડકે કે બાજુવાળાની બાઇ ડિલિવરી વખતે ખલાસ થઇ ગયેલી, તો મારી બૈરીનું શું થશે? તે પછી અમે એને વાતની સમજણ પાડી, ને તેને સમાધાન કરાવી આપ્યું. કંઇક મંત્ર કહીએ કે, ‘આ બોલજે.’ એટલે એમાં એનું ધ્યાન રહે, નહીં તો એના એ જ વિચાર કરે કે, ‘આમ થયેલું તે આમ થશે તો ?’ આવા વિચાર કરે તો પછી એવી અસરોય થાય ને ?
આ તો દુઃખ માને અને એનો જ વિચાર કરે તો એનાથી બનવાનું ના
આપ્તવાણી-૨
હોય તોય એવું જ બની જાય. વિચારોની અસરથી તો બગડે છે બધું! જેનો વિચાર નહીં એ સફળ કામ થાય. જ્યાં વિચાર થયા એટલું બગડ્યું, કારણ કે નિરાશ્રિતના વિચાર છે ને ? આશ્રિતના વિચાર હોત તો જુદું છે !
૧૮૪
આ કહે કે, ‘પેલાં બાઇ મને આમ કહે છે ને આ આમ કહે છે.’ એ સ્પર્શેલું નથી, એને દુઃખ ના કહેવાય. આ ઇન્વાઇટ કરે એને દુઃખ ના કહેવાય.
આ બાબાનું દુ:ખ શેરેશેર લઇ લે છે. બાબો જતો રહે છે, ત્યારે તું કેમ જતો નથી રહેતો ? પણ ત્યાં ના જાય.
જ્ઞાની તો બહુ ડાઙા હોય, એમણે બધી રીતે હિસાબ કાઢી લીધા હોય. આવો કાળ આવે તો શું એમાં એમને દુઃખ નહીં આવતાં હોય ? આવે. પણ ગોઠવણી કરી રાખે. આ પોસ્ટ અફિસમાં સોર્ટિંગનાં ખાનાં હોય છે ને ? આ નડિયાદનું ખાનું, આ સુરતનું ખાનું, તેમ જ્ઞાની આ ધંધાનું ખાનું, આ સમાજનું ખાનું, આ ઓફિસનું ખાનું એમ નિરાંતે ગોઠવીને સૂઇ
જાય.
સ્વરૂપનું જ્ઞાન મળ્યા પછી સહેજેય દુઃખ ના રહે એવું છે !
આ સિનેમાની સીલિંગ પડે તો આપણને કે કોઇ માણસને વાગે નહીં તો સારું, વખતે કોઇને વાગે તો કોઇ મરી ગયું નહીં એટલે સારું થયું. એમ સમજનું અવલંબન લેવું જોઇએ.
અમારે કંટ્રાક્ટમાં કામ પર ખબર આવે કે પાંચસો ટન લોખંડ દરિયામાં પડી ગયું. તો પહેલાં અમે પૂછીએ કે, આપણો કોઇ માણસ મરી તો ગયો નથી ને ?' મરે છે તો સૌ પોતાના ઉદયે, પણ આપણા નિમિત્તે ના હોવું જોઇએ.
જેનું જે ખાતાનું હોય એ ખાતામાં મૂકી દેવું. શરીરને સ્પર્શે એટલી જ ભાજગડ. ફાધરને થયું તો આપણે એ માથે નહીં લેવાનું, છતાં તપાસ રાખવાની કે શું થયું ? ક્યાં વાગ્યું ? પછી બધી દવા વગેરે બધું તરત જ લઇ આવવાનું, પણ ડ્રામેટિક, ને ડ્રામેટિક ના હોય તો બાપ મરે તો