________________
વ્યવહારિક સુખદુઃખ સમજ !
૧૮૧
૧૮૨
આપ્તવાણી-૨
તો ડિસમિસ કરવાનાં છે. આ ગાયો-ભેંસોને છે કશી ભાંજગડ ? એમનાં બચ્ચાંને પૈણાવવાની છે એમને કશી ચિંતા ?
આ કેવું છે કે ફુલ લાઇટમાં વીંછી પેઠો તો પછી મહીં ભડકાટ ભો લાગ્યા કરે. પણ જો ફુલ લાઇટને ડીમ કરી નાખીએ તો પછી વીંછી ના દેખાય, એ પછી ના ભડકાવે. આ તો ફુલ લાઇટ ને ડીમ કરી શકાય, પણ ડીમને ફુલ ના કરી શકાય. આ ગાયો-ભેંસોનું ચાલે છે શું આપણું નહીં ચાલે ? આ ભાન નથી એવા મનુષ્યોનું પણ ચાલે છે. આખી દુનિયા બધી ચાલે છે, તો પછી મેલને પૂળો !
સ્વરૂપ જ્ઞાન અમે આપીએ તે પછી દુઃખ કોને કહેવાય ? આ દેહને સ્પર્શ તે, આ કપડાંને સ્પર્શે તે નહીં. આ તો કપડાંને સ્પર્શે તો કહેશે “મને દુ:ખ થયું !” આ લગ્નમાં જતાં હો ને ઉપરથી કોઇ ઘૂંક્યું તો કહેશે કે,
આ મારી પર થુંક્યો. તો અમે કહીએ કે ‘હા, એ તારી પર થંક્યો, એ બરાબર છે. પણ એ કંઈ તારું દુ:ખ નથી.” દુ:ખ તો કોને કહેવાય કે દેહને સ્પર્શ તે.
વહુને સ્પર્શતું દુઃખ તે વહુને સ્પર્ફે કહેવાય. એને આપણે ‘મનમાં’ શું કામ લઈએ ? એને તો જ્ઞાનમાં લઇએ.
અમે બધી જ બાબત જુદી પાડીએ. ધંધામાં ખોટ જાય તો કહીએ કે ધંધાને ખોટ ગઇ. કારણ કે આપણે નફા-ખોટના માલિક નથી, માટે ખોટ આપણે શા માટે માથે લઈએ ? આપણને નફો ખોટ સ્પર્શતાં નથી. એને જો ખોટ ગઇ ને ઇન્કમટેક્ષવાળો આવે, તો ધંધાને કહીએ કે, “હે ધંધા ! તારી પાસે ચૂકવાય એવું હોય તો આમને ચૂકવી દે, તારે ચૂકવવાના છે.'
તું કહે કે, ‘કાન દુ:ખે છે,” તો તારું સાંભળું, ‘દાઢ દુ:ખે છે,' તોય હું સાંભળું, “ભૂખ લાગી છે તેય હું સાંભળું. એને દુ:ખ કહેવાય. અને તું કહે કે, “ખીચડીમાં ઘી નથી.’ તો તે ના સાંભળું. આ દેહને તો આટલી ખીચડી નાખીએ તો તે બૂમો ના પાડે. પછી તારે જે ધ્યાન કરવું હોય તે કરજે, નહીં તો દુર્બાન કરવું હોય તો તે કર, તને બધી જ છૂટ છે !
આ તો વગર કામનાં દુ:ખો માથે લઇને ફરે છે. આ ઘરમાં કઢી ઢળી જાય તો એને શેઠ માથે લઇ લે કે કરમનાં કુટેલાં કે કઢી ઢળી ગઇ, એને દુઃખ માને. એવું આ ધંધામાંય શેઠ દુ:ખ માથે લઇને ફરે છે. કેટલાંક ઓફિસનાં દુઃખો હોય છે ને કેટલાંક સમાજનાં પણ દુઃખો હોય. પણ એને દુ:ખ ના કહેવાય. અમે તો ધંધાનું દુ:ખ ધંધાને માથે ને સમાજનું દુઃખ સમાજને માથે નાખીએ. આ તારા વાળ કાપી લે તો એને દુ:ખ ના કહેવાય, કાન કાપે તો એને દુ:ખ કહેવાય. કારણ કે વેદના થાય છે. છતાં, આપણા સત્સંગમાં આવે તો એય દુ:ખ ભૂલી જાય, કાનની વેદનાય ભૂલી જાય !
એક બાપ હતો. ડૉક્ટરનો એ ઓળખીતો હતો. એના છોકરાને આંગળીએ વાગેલું, તે પછી પાકેલું. એટલે એનું ઓપરેશન કરવાનું હતું. બાપે છોકરાને બહુ ફટવેલો. બહુ પૈસાવાળો હતો. હવે ડૉક્ટર કહે કે, “ ઘડીમાં જ આમ ઓપરેશન કરી નાખીશ, તમે ચિંતા ના કરશો.’ પણ શેઠ કહે કે, “મને ઓપરેશન, થિયેટરમાં બેસવા દો.” શેઠ તો વજનદાર માણસ, એટલે ડૉક્ટરે બેસાડવા દેવા પડ્યા. હવે બાપ બેઠેલો આઠ ફૂટે છેટે, અને ડૉક્ટરે આંગળીએ ઓપરેશન કરવા કાપ મૂક્યો. હવે ત્યાં નહોતો કોઇ તાર જોડ્યો, કશું હતું નહીં ને છતાં આ ડફોળને વગર તારે આંખમાંથી પાણી નીકળવા માંડ્યું. આ વગર તારે પાણી નીકળે તો શું હશે ? એને તો બબૂચક કહેવાય. આ રડવા જેવું ન હોય જગત. અને જયાં રડવાની જગ્યા આવે ત્યાં હસવું. આ કેવું છે કે સારી રકમે ભાગીએ તો પેલી રકમ ઊડી જાય. જ્યાં આ દુ:ખને ભાગવાનું હોય ત્યાં એને ગાઇને ગુણે, એના કરતાં હસીને એ રકમને ભાંગી નાખ તો શેષ ના વધે !
એક જણ કહે કે, “મારી નાતમાં આબરૂ ગઇ.” એ નાતનું દુઃખ, એમાં તને શાનું દુ:ખ ? દુઃખ તો દેહને સ્પર્શે તે કહેવાય. મહાવીર ભગવાનને દેહને દુ:ખ સ્પર્શતું. તેમના કાનમાં બરૂ ઘાલી દીધેલાં, તે જ્યારે કાઢયા ત્યારે એવી વેદના થઇ તે આંખમાંથી પાણી નીકળ્યાં ને મોટી બૂમ પડી ગયેલી. એવું તો બધાંનેય થાય. દેહ ને આત્મા તો જુદા છે, પણ માનેલો આત્મા છે ત્યાં સુધી દેહ જીવે. પ્રતિષ્ઠિત આત્મા કયુમ થઇ જાય, વપરાઈ જાય પછી દેહ ખલાસ થઇ જાય.