________________
વ્યવહારિક સુખદુઃખ સમજ !
૧૭૯
૧૮૦
આપ્તવાણી-૨
પ્રોડક્ષન કરે તો. આ સંસાર તો બાય પ્રોડક્ટ છે. પૂર્વે કંઈ કરેલું હોય તેનાથી દેહ મળ્યો, ભૌતિક ચીજો મળી, સ્ત્રી મળે, બંગલા મળે. જો મહેનતથી મળતું હોત તો તો મજૂરનેય મળે, પણ તેમ નથી. આજના લોકોમાં સમજણફેર થઇ છે. તેથી આ બાય પ્રોડકશનનાં કારખાનાં ખોલ્યાં છે, બાય પ્રોડક્શનનું કારખાનું ના ખોલાય. મેઇન-પ્રોડક્શન એટલે મોક્ષનું સાધન ‘જ્ઞાની પુરુષ' પાસેથી પ્રાપ્ત કરી લે પછી સંસારનું બાય પ્રોડક્શન તો એની મેળે મફતમાં આવશે જ. બાય પ્રોડક્ટ માટે તો અનંત અવતાર બગાડ્યા દુર્ગાન કરીને ! એક ફેર મોક્ષ પામી જા, તો તોફાન પુરૂં થાય
પ્રશ્નકર્તા : આપઘાત કરીને મરી જાય તો શું થાય ?
દાદાશ્રી : આપઘાત કરીને મરી જાય, પણ પાછું ફરી અહીં ફરજો ચૂકવવા આવવું પડે. મનુષ્ય છે તે તેને માથે દુ:ખ તો આવે, પણ તે માટે કંઇ આપઘાત કરાય ? આપઘાતનાં ફળ બહુ કડવાં છે. ભગવાને તેની ના પાડેલી છે, બહુ ખરાબ ફળ આવે. આપઘાત કરવાનો તો વિચારેય ના કરાય. આ જે કંઇ કરજ હોય તો તે પાછું આપી દેવાની ભાવના કરવાની હોય, પણ આપધાત ના કરાય.
દુ:ખ તો રામચન્દ્રજીને હતું. તેમના ચૌદ વરસનાં વનવાસમાંના એક દહાડાનું દુઃખ તે આ ચકલાના (!) આખી જિંદગીનાં દુ:ખેં બરાબર. છે ! પણ અક્કરમી “ચૈ’ ’ કરીને આખો દા'ડો દુ:ખ ગા ગા કરે છે.
સુખ-દુઃખ તો આમંત્રેલાં મહેમાન જેવાં છે, આવે ત્યારે ધક્કો ના મરાય પણ તેમને તો સત્કારવા જોઇએ. સંસાર એ દુઃખનો દરિયો છે. વ્યવહાર સારી રીતે ચલાવવામાં કોઈની બીક ના હોવી જોઇએ. ધોલો ખાવી ગમતી ના હોય, અને જો ચોપડો બંધ કરવો હોય તો ધોલો આપતી વખતે વિચાર કરવો કે પાછી આવશે ત્યારે એ લેવાશે કે કેમ ?
ત્રણ જાતનાં દુઃખ છે. દેહનાં દુઃખોને “કષ્ટ’ કહેવાય છે, જેને પ્રત્યક્ષ દુ:ખ કહેવાય. દાઢ દુઃખતી હોય, આંખો દુ:ખતી હોય, પક્ષાઘાત થયો હોય તે બધાં દુ:ખો તે દેહના દુઃખો. બીજાં વાણીનાં દુ:ખ, એને ‘ઘા'
કહેવાય છે; હૃદયમાં પેસી જાય તો પછી જાય નહીં. ને ત્રીજો મનનાં દુ:ખ તે ‘દુ:ખ” કહેવાય છે. આપણને મનનાં દુ:ખ કે વાણીના ઘા ના રહેવા જોઇએ, પણ કષ્ટ તો આવે. સહન કરવું પડે, એ બધું કષ્ટ જ કહેવાય. પણ આપણે જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહીને સહન કરીએ. પણ આ વાણીનો ઘા અને મનનાં દુઃખો ના હોવાં જોઇએ. આ ઇન્કમટેક્ષનો ઓફિસર કહે કે તમારી ઉપર આટલો ટેક્ષ નાખી દઇશ, એવું બોલે તો એ તો રેકોર્ડ છે. તેથી એ વાણીનો ઘા આપણને ના લાગવો જોઇએ.
આ કોઇને હાર્ટ-એટેક આવ્યો હોય ત્યારે તેને છાતીમાં દુ:ખતું હતું. તે એ ભાઇને છાતીમાં દુ:ખવા આવે તો કહે કે મને હાર્ટ એટેક આવશે તો ? આ તો નવું દુ:ખ વધારે. એના કરતાં એવો વિચાર આવે તો કહીએ કે “તું બહાર જા.” આ તો દેહ જવાનો છે તે ગમે ત્યારે જશે. અને એ ‘વ્યવસ્થિત ને આધીન છે ને ? તો પછી એ વિચારથી દુ:ખ શાને માટે ? કષ્ટ કેટલાં પડે છે તે જોવાનાં ને કષ્ટ ના હોય તો રહેને મસ્તીમાં! ‘દાદા, દાદા બોલતાં ન થા'- એમાં રહેને !
ભગવાને કહ્યું હતું કે દેહનાં કષ્ટ એટલાં જ દુ:ખ લગાડજે, બાકી બીજાં દુ:ખો એ ખરાં દુઃખ નથી. કેમ જનાવરને દુઃખ નથી ? કારણ કે એમને સીમિત મન છે. એમને ખાવાનું લઇ જઇએ તો ગાય દોડતી આવે, ખાવા મળશે તેથી. લાકડી લઇ જઇએ તો નાસી જાય. એટલું જ એમનું મન છે. પણ એ સિવાય એને છે બીજી કશી ભાંજગડ ? આ ગાયને મનનું ચક્કર નથી તેથી મનનાં દુઃખો તેમને નથી ને એમનો સંસાર તો આપણા સંસાર જેવો જ છે. માટે તેમને અક્કલ નથી તોય એમનું ચાલે છે, તો પછી આપણું કેમ ના ચાલે ? અને ઉપરથી વધારાનું આપણને મનનું ચક્કર છે તો એનો લાભ લો ને ! આ મનનું ચક્કર દુઃખદાયી કેમ થઈ પડે ? દુ:ખના વિચાર આવે ને બધાંને ડિસમિસ કરી નાખીએ અને ના હોય તો છેવટે તેને એક્સેટ ના કરીએ.
આ ગાય-ભેંસોને કષ્ટો છે તેમ આપણને કષ્ટો છે, પણ એમને વાણીની ભાંજગડ નથી. આપણે ગાળો ભાંડીએ તો એમને વાંધો નથી. એમનું મન સીમિત છે અને બુદ્ધિ પણ સીમિત છે. આ વધારાનાં દુ: ખોને