________________
વ્યવહારિક સુખદુઃખ સમજ !
૧૭૭
૧૭૮
આપ્તવાણી-૨
એટલે એ ગમે. ‘દાદા'ને રકમ જ ખલાસ થઇ ગઇ છે, એટલે કડવું કોણ આપે ? આ તો એ રકમ જ્યાં સુધી સિલકમાં હોય ત્યાં સુધી જ આપવા આવે !
જેના ઉપાય જડે એને દુઃખ કહેવાય. ઉપાય હોય તો જ દુ:ખ કહેવાય. જેનો ઉપાય નથી એ દુ:ખ જ ન કહેવાય. જે દુ:ખે છે તેનો ઉપાય કરીએ જ છીએ ને ! આ પગ હોય તે લડાઇમાં કપાઇ જાય તો તો તે પગ ફરી નહીં આવે માટે તે દુ:ખ ના કહેવાય, કારણ કે ઉપાય નથી. પણ પગે ફોલ્લો પાક્યો હોય તો તે દુ:ખ કહેવાય, કારણ કે તે મટાડી શકાય છે, એનો ઉપાય છે.
અહીં સત્સંગ નિરંતર આનંદ આપનાર છે ! અને બહાર ક્યાંય આનંદ છે જ નહીં. તેથી અમુકમાં આનંદ માનીને આનંદ લે છે. ‘જાણેલામાંથી નહીં પણ “માનેલામાંથી આનંદ લે છે. સંસારના સુખો તો રોંગ બીલિફથી છે. આ જો જ્ઞાન થાતને તોય કંઇક ચાલત, પણ આ તો રોંગ બીલિફથી આગળ ખસતો જ નથી ! વિવરણપૂર્વક એ સુખોને જુએને તોય એ કલ્પિત સુખ સમજાય, પણ આ તો રોંગ બીલિફ જાય નહીં ત્યાં સુધી એમાં સુખ લાગે.
સવળા સંજોગો મળે તો સુખ મળે અને અવળા સંજોગો મળે તો દુ:ખ નોતરે. કોઇ માણસ હોય તેને જુગારનો અને દારૂડિયા જોડ દારૂ પીવાનો કુસંગ મળે તો તે સંયોગ તેને દુઃખી કરે ને સત્સંગમાં બેસે તો સુખ મળ્યા કરે. આ તો માણસ કયા સંગમાં છે એ પરથી એને કેવું સુખ હશે તે સમજાય.
દુઃખ તે કોને કહેવાય ? દુ:ખ પોતાને છે જ નહીં ને દુ:ખ પડે છે બીજાને, પણ સમજાતું નથી તેથી પોતે પોતાના ઉપર દુ:ખ લઈ લે છે. જો ત્રણ દહાડા ખાવા ના મળે, પીવા ના મળે તે દુ:ખ કહેવાય ! ખાવા પીવાનું બધું જ સારી રીતે મળે છતાં આ દુષમ મન બધાં દુઃખોને ભેળાં કરે અને દુ:ખનો સ્ટોક કરે. આને તે વળી દુ:ખ કહેવાતાં હશે ?! દુઃખ તો કોને કહેવાય કે ખાવા ના મળે, કપડાં પહેરવાં ના મળે, સુવા ના મળે–એ બધાં દુ:ખો કહેવાય. આ બધું મળે પછી દુ:ખ કોને કહેવાય ? આ તો સંસારમાં દુષમ મનને લઇને દુઃખો છે, તે સુષમ મન થાય એટલે સુખી થઈ જાય ! મન બગડી જાય એટલે આધિ બોલાવે, ના હોય તોય આધિ બોલાવે. વખતે દાઢ દુઃખતી હોય તો એને દુઃખ કહેવાય. આ તો દુ:ખ જ નથી, પણ લોકોએ બધો અજંપો કર્યો છે.
કોઈ કહે મારે બધે સુખ છે છતાં આ પગે દરાજ થઇ છે એટલું જ જરા દુ:ખ છે. અલ્યા, આને દુ:ખ કેમ કહેવાય ? આ તો હાથ એની મેળે વલૂર્યા કરે.
પ્રશ્નકર્તા : પણ દાદા, અમારા આર્થિક સંજોગો ફરી ગયા છે તે?
દાદાશ્રી : એ તો ફેરફાર થયા કરે. આ દહાડા પછી રાત આવે છે ને ? આ તો આજે નોકરી ના હોય પણ કાલે નવી મળે. બન્ને ફેરફાર થઇ જાય. કેટલીક વખત આર્થિક દુ:ખ હોતું જ નથી. પણ એને લોભ લાગ્યો હોય છે. આવતી કાલે શાકના પૈસા છે કે નહીં એટલું જ જોઇ લેવાનું હોય. એથી વધારે જોવાનું ના હોય. બોલો, હવે એવું તમને દુઃખ
પ્રશ્નકર્તા : ના !
દાદાશ્રી : તો પછી એને દુ:ખ કહેવાય જ કેમ ? આ તો વગર દુઃખે દુ:ખ ગા ગા કરે છે. તે પછી એનાથી હાર્ટ-એટેક આવે, અજંપો રહે ને પોતે દુઃખ માને. જેનો ઉપાય નથી એને દુ:ખ જ ના કહેવાય. જેના ઉપાય હોય એનાં તો ઉપાય કરવા જોઇએ, પણ ઉપાય જ ના હોય તો એ દુ:ખ જ નથી.
આ કાળ કેવો છે ? આ કાળના લોકોને તો અત્યારે ક્યાંથી લક્ષ્મી લઇ આવું, કેમ બીજાનું પડાવી લઉં, શી રીતે ભેળસેળવાળો માલ આપવો, અણહક્કના વિષયોને ભોગવે ને આમાંથી નવરાશ મળે તો બીજું કંઇ ખોળે ને ? આનાથી સુખ કંઇ વધ્યાં નહીં. સુખ તો ક્યારે કહેવાય ? મેઇન