________________
વ્યવહારિક સુખદુઃખ સમજ !
૧૭૫
૧૭૬
આપ્તવાણી-૨
લાગે કે આ સંસાર તો ખારો દવ જેવો છે. પણ પોતાની પાસેનું બધું સોનું દરિયામાં ફેંકી દે પછી કંઇ જડે ? પછી તો પોક મૂકીને રડવું પડે. આ એક વખત સંસાર બગાડી નાંખ્યો તો શી રીતે ફરી સુધરે ? તે માટે તો એક વીતરાગ વાણી જ સુધારે, ને તે જ મોક્ષ આપી શકે એમ છે. આ દેહનું બંધન, વાણીનું બંધન, મનનું બંધન, બુદ્ધિનું બંધન, અહંકારનું બંધન તે શી રીતે પોષાય ? આ બધા બંધનો પોતાથી જુદાં જ છે. પણ આ તો તમે ભેગા કર્યા. ‘હું એ જ મન છું, અહંકાર એ હું જ છું.” તે પછી મૂઢાત્મદશા થઇ જાય. નહીં તો તેમાંથી છુટો પડે તો પોતે પરમાત્મા જ છે. આ બધી વિનાશી ચીજોમાં સુખ માન્યું તેથી મૂઢાત્મો થઇ ગયો છે !
આ દુ:ખ તો નામે નથી, પણ માની બેસે છે તેનાં દુઃખો છે. આ ઉપર ગયા પછી કોઇના કાગળ-બાગળ આવેલા કે તમારી ઉપર ?
પ્રશ્નકર્તા : ના, એ તો ક્યાંથી આવે ?
દાદાશ્રી : એવો આ સંસાર છે. ચોપડે ૫૦૦ રૂપિયા જમા હોય તો આ ભવે એ હિસાબ પૂરો કરવા ભેગા થાય. તે જૂના હિસાબો પૂરા થાય એટલે છુટા પડી જાય, મરી જાય ને જો ફરી નવા હિસાબ માંડેલા ના હોય તો ફરી ભેગા ના થાય.
આ ૧૦૦ રૂપિયાનાં કપ-રકાબી છે તે જ્યાં સુધી આપણો હિસાબ છે, ઋણાનુબંધ છે ત્યાં સુધી તે જીવતાં રહેશે. પણ હિસાબ પૂરો થાય પછી રકાબી ફૂટી જાય. તે ફૂટી ગયું તે વ્યવસ્થિત, ફરી સંભારવાના ના હોય. અને આ માણસોય પ્યાલા-રકાબી જ છે ને ? આ તો દેખાય છે કે મરી ગયા. પણ મરતા નથી, ફરી અહીં જ આવે છે. એટલે તો મરેલાનાં આપણે પ્રતિક્રમણ કરીએ તો તેને પહોંચે. એ જયાં હોય ત્યાં એને પહોંચે.
કડવું પીવે તે તીલકંઠ પ્રશ્નકર્તા: દાદા, કોઇ કડવા શબ્દો કહે તો તે સહન નથી થતા, તો શું કરવું મારે ?
દાદાશ્રી : જો તેનો તને ખુલાસો કરું. આ રસ્તા વચ્ચે કાંટો પડ્યો હોય ને હજારો માણસો નીકળે પણ કાંટો કોઇને વાગે નહીં. પણ ચંદુભાઇ જાય તો કાંટો આડો હોય તોય એવો વાગે કે પંજામાંથી સોંસરો ઉપર આવે ! કડવાનો સ્પર્શ થવો એ હિસાબી હોય છે. અને કડવાનો સ્પર્શ થાય તો માનવું કે આપણા કડવાની રકમમાંથી એક ઓછી થઇ. જેટલું કડવું સહન કરશો એટલાં કડવાં તમારા ઓછાં થશે. મીઠું પણ સ્પર્શ થાય ત્યારે એટલું ઓછું થાય છે. પણ આ કડવું સ્પર્શ થાય છે ત્યારે નથી ગમતું. આ ઓછું થાય છે તોય કડવું કેમ નથી ગમતું ? પેલાને કહીએ કે કડવું ફરી આપને ? તોય એ ના આપે. આ તો કોઇના હાથમાં સત્તા જ નથી. બધું જ ગણતરીબંધ છે, સિલક સાથે છે, કશું ગમ્યું નથી. મર્યા સુધીનું બધું જ ગણતરીબંધ છે. આ તો હિસાબ પ્રમાણે હોય કે આના તરફથી ૩૦૧ આવશે, પેલા પાસેથી ૨૫ આવશે, આની પાસેથી ૧૦ આવશે. ‘જ્ઞાન જો હાજર રહેતું હોય તો કશું જ સહન કરવું ના પડે. આ તો બધું રીલેટિવ રીલેશન છે. કડવું મીઠું બધું જ હિસાબથી મળે છે. રોજ કડવું આપનાર એક દા'ડો એવું સુંદર આપી દે છે ! આ બધાં ઋણાનુબંધી ઘરાક-વેપારીના સંબંધો છે !
અમારે પણ કડવા પ્યાલા આવેલા ને ! અમે પીધા ને પૂરા પણ થઇ ગયા ! જે કોઇએ કડવું આપેલું તે અમે ઉપરથી આશીર્વાદ આપીને પી લીધું ! તેથી જ તો અમે મહાદેવજી થયા છીએ !!!
પ્રશ્નકર્તા: આ કર્મ ખપાવવાં એને જ કહે છે ?
દાદાશ્રી : એ જ કે કડવી ભેટો આવે ત્યારે સ્વીકારી લેવી. પણ આ કડવી ભેટ-સોગાદો આવે ત્યારે કહે કે, “અલ્યા, તું શું કરવા મને આમ કરે છે !' તો એનાથી કર્મ ના ખપે. નવો વેપાર શરૂ થાય. જેને સ્વરૂપનું ભાન છે એટલે કે જેને આ દુકાન કાઢી નાખવાની છે તે ઉકેલ લાવી નાખે. જેને સ્વરૂપનું ભાન નથી એને તો વેપાર ચાલુ જ છે, દુકાન ચાલુ છે.
સામો કડવું આપે ત્યારે એ ક્યા ખાતાનું છે એ ના જાણીએ ત્યાં સુધી એ ના ગમે. પણ ખબર પડે કે “ઓહો ! આ તે આ ખાતાનું છે!”