________________
વ્યવહારિક સુખદુ:ખ સમજ !
૧૭૩
૧૭૪
આપ્તવાણી-૨
જગત દુ:ખ ભોગવવા માટે નથી, સુખ ભોગવવા માટે છે. જેનો જેટલો હિસાબ હોય તેટલું થાય. કેટલાક એકલું સુખ ભોગવતા હોય છે, તે શાથી ? કેટલાક એકલું દુઃખ જ ભોગવતા હોય છે એ શાથી ? પોતે એવા હિસાબ લાવ્યો છે તેથી. આ સમાચારોમાં રોજ આવે કે, ‘આજે ટેક્સીમાં બે માણસોએ આને લૂંટી લીધા, ફલાણા ફ્લેટનાં બાઇ-સાહેબને બાંધી લૂંટ ચલાવી.' આ વાંચીને આપણે કંઈ ભડકવાની જરૂર નથી કે હુંય લુંટાઇ જઇશ તો ? આ વિકલ્પ એ જ ગુનો છે. એના કરતાં તું તારે સહજમાં ફર્યા કરને. તારો હિસાબ હશે તો લઇ જશે, નહીં તો કોઇ બાપોય પૂછનાર નથી. ‘ભોગવે એની ભૂલ.’ માટે તું નિર્ભય થઇને ફર. આ પેપરવાળા તો લખે, માટે આપણે શું બી જવું ? આ તો થોડા ઓછા પ્રમાણમાં ડાઇવોર્સ થાય છે એ સારું છે. છતાં, વધારે ડાઇવોર્સ થવા માંડે તો બધાંને શંકાને સ્થાન મળે કે આપણેય ડાઇવોર્સ થશે તો ? એક લાખ માણસ જે જગ્યાએ લૂંટાય ત્યાં તમે ડરશો નહીં. તમારો કોઈ બાપોય ઉપરી નથી.
આપણને કોઇ જોષીએ હાથ જોઇને કરવું હોય કે ચાર ઘાતો છે. તો ચાર ઘાતોમાં આપણે ચેતતા રહેવું જોઇએ. હવે આમાંથી એક ઘાત ગઇ તો આનંદ માનવો કે સિલકમાંથી એક ઓછી થઇ ! તેમ અપમાન, ગાળો, એવું બધું આપણી પાસે આવે તો આનંદ માનવો કે સિલકમાંથી એક દુઃખ ઓછું થયું. પણ આ તો અવસ્થામાં ચોંટી રહે છે, એ ના હોવું જોઇએ. કોઇની જોડે હજાર ગાળોનો હિસાબ હોય તો એ એક ગાળ આપે તો આપણે એમ કહીએ કે હજારમાંથી એક તો ઓછી થઇ ! હવે ૯૯૯ ગાળો બાકી રહી !! પેલો બોજો રહે છે કે મને ‘કેમ ગાળ આપી તે, ના હોવો જોઇએ. અને જો તમારાં દુઃખો ‘દાદા'ને સોંપી દો તો તો કામ જ નીકળી જાય. ‘અમે” આખા જગતનાં દુ:ખો લેવા આવ્યા છીએ, જેને સોંપવા હોય તે આ ‘દાદા'ને સોંપી જાય. આપણે દાદાને કહીએ કે ‘દાદા અમે તો પહેલેથી જ ગાંડા છીએ. માટે હવે તમે હાજર રહો.’ એટલે દાદા આવે જ.
રહેતો ? ‘અપમાન વખતે આનંદ હાજર રહે જ.” એવું નહીં કહેવાથી એ હાજર નથી રહેતો; માટે આપણે “રહે જ’ એમ કહીએ એટલે રહે. પણ એ તો ‘ખ્યાલ નથી રહેતો' એવું કહે તો પછી એ ખ્યાલ શી રીતે હાજર રહે ? મહી આત્મામાં અનંત શક્તિઓ ભરી પડેલી છે. નક્કી કરે એવું થાય એમ છે.
આ સંસારમાં સુખ નથી એવો હિસાબ કાઢેલો કે તે ? પ્રશ્નકર્તા : હા, દાદા.
દાદાશ્રી : જેને આ સંસારના ચોપડાઓનું સરવૈયું કાઢતાં આવડ્યું એને મોક્ષની તીવ્ર ઇચ્છા થાય. ચોપડા જોતાં ના આવડે તોય મોક્ષની તીવ્ર ઇચ્છા તો હોય જ. આ સરવૈયું કાઢે ત્યારે જ સમજાય કે શામાં સુખ છે ? બાપ થવામાં સુખ છે ? ધણી થવામાં સુખ છે ?
સસુખ ક્યારે જડે ? પ્રશ્નકર્તા : પોતે શુદ્ધ છે, એવું આ લોકો જાણતા હશે ?
દાદાશ્રી : શી રીતે જાણે ? પોતે શુદ્ધ છે એવું જાણે તો અપાર સુખ આવે. પણ આ નહીં જાણતા હોવાથી આ બધાં દુઃખો છે. અણસમજનાં દુ:ખો છે. કંઇ શોધખોળ તો કરવી જોઇએ ને કે સુખ શામાં છે ? આ તો ગધેડાની પેઠે દોડધામ, દોડધામ કરે છે. તે પાછો પડી જાય, અથડાઈ જાય. આવું તે હોતું હશે ? આ મનુષ્યોને જીવન જીવવાની કળા નષ્ટ થઇ ગઇ છે. આ પિત્તળ, તાંબુ, લોઢું એ બધી ધાતુઓ એના ગુણધર્મમાં રહેલી છે. પણ આ પંચધાતુનું પૂતળું બહુ વસમું છે ! એ કંઇ તૃતીયમ જ ખોળી કાઢે ! હોય પોતે શેઠ, પણ લોક કહેશે કે, “ભાઇ, વાત જ ના કરશો ને એમની તો !' કારણ શું ? કે, શેઠ કંઇ કામના જ નથી. એટલે કંઇ માર્ગ તો કાઢવો પડશે ને કે પોતે શી રીતે સુખી થાય?
સંસારમાં સુખ નથી એવું ક્યારે થાય ? જ્યારે દુઃખો આવે ત્યારે હિસાબ નીકળે. આ તો બધાં ખાતાં અનંત દુ:ખોવાળાં જ છે. પણ સુખ આવે ત્યારે મસ્તાન થઇ ને ફરે છે અને દુ:ખ આવે ત્યારે સમજાય, ત્યારે
માન વખતે જેમ આનંદ રહે છે તેમ અપમાન વખતેય આનંદ હાજર રહેવો જ જોઇએ. અપમાન વખતે આનંદ શાથી હાજર નથી