________________
વ્યવહારિક સુખદુ:ખ સમજ !
૧૭૧
૧૭૨
આપ્તવાણી-૨
કરે આખી રાત ! તે સવારે જોયું તો ખબર પડી કે શીંકી કાઢવાનું ભૂલી જ ગયેલો!
જીવત - ઘાંચીના બળદ જેવા અનંત અવતાર ઘાંચીના બળદની જેમ મજૂરી કરી, ફળમાં મળ્યું શું ? તો કે ખોળનું એક ટેકું ! તેમ ભાઇ આખો દહાડો ઘાંચીના બળદની પેઠે મહેનત કરીને મરી જાય ત્યારે રાત્રે હાંડવાનું ટેરું મળે ! બહુ બધાં દુઃખો ભોગવ્યા છે ! પાર વગરના માર ખાધા છે. આ તો કલ્પિત દુઃખોને પાછા આમંત્રણ માટે પત્રિકા મોકલે. લગ્નમાં માસીના મામાજીના દીકરાને બોલાવે. જરૂર હોય એને કંકોતરી મોકલને ! પણ આ તો બધાંને આમંત્રણ આપે તે પછી બધાં આવે. આ દુ:ખને એવું નહીં કે આને ત્યાં જવું અને આને ત્યાં ના જવું, અને સુખનેય એવું નહીં કે આને ત્યાં જવું અને આને ત્યાં ના જવું. પણ જેને કંકોતરી મોકલે તે આવે. પછી કહે કે દુ:ખ કેમ આવ્યું ?
આ ગામડાનાં બૈરાં ભેગાં થાય ને પછી સુખદુ:ખની વાતો કરે. બાયડી કહે કે મારે તો મારા ‘એમને” એક દહાડો દેડકાવવા છે અને પુરુષો ભેગા થઇ ને વાતો કરે કે ‘મૂઇને બે ધોલ દેવી છે.” તે પછી જો. પેલી ટેડકાવે અને પેલા એને બે ધોલ મારે એવો આ સંસાર છે ! આ સંસારમાં જરૂરની વસ્તુ કેટલી ? બે ટાઇમ ખાવા મળે ને નાહવાનું પાણી મળે તો ઠીક, પણ પીવાનું પાણી તો જોઇએ. આવડા નાના વાળ હોય તો ખોડો થાય કશો ? આ તો વાળ વધારે ને પછી ખોડો થાય. આ તો જરૂર વગરનાં દુઃખો નોતરે છે.
સંસાર એ તો નર્યો દુ:ખનો ભંડાર છે. તેમાં બોલાય નહીં, કહેવાય નહીં ને સહેવાય નહીં ! ને ગળ્યા કરવાનું ! આ બળદિયાને તો આખી જિંદગી મહેનત કરવાની અને પછી પૈડો થાય ત્યારે કપાઈ મરવાનું. એમને રીટાયર થવાનું છે કંઇ ? છે જરાય એમને ટેન્શનમાંથી નીકળવાનું? આ તો પોતાને દુ:ખ છે, એનાં કરતાં જનાવરોને પાર વગરનાં દુ:ખ છે. આ જનાવરો કરતાં તો આપણને દુ:ખો ઓછાં છે ને’ એમ વિચારવાનું. આ તો મોઢે એક ફોડકી થઇ હોય તો દુ:ખ થઇ જાય!
દુ:ખોતે તા રહે તે ખાતદાતા પોતાનાં દુ:ખો બીજાને રડીને કહેવાં એ તો કાંઇ ખાનદાની કહેવાય ? પણ લોકો તો દુ:ખો બધાને કહેતાં ફરે. દુ:ખો કહેવાની શક્તિ હોય છતાં સહન કરવું ને ના કહેવું એનું નામ ખાનદાની ! મોટો માણસ પોતાનાં દુ:ખને સમાવી લે. કારણ કે એને એમ હોય કે એમાં કહેવા જેવું શું છે ? કાંઇ સામેવાળો આપણાં દુ:ખ લઇ લેવાનો છે ? આ જનાવરો આવે છે કંઇ પોતાના દુ:ખો કહેવાં ? આ કૂતરીનો પગ મોટર નીચે આવે તો એ કોને કહેવા જાય છે ? તે બિચારી ઢસવાતી ઢસવાતી ચાલે, તેને દવા-બવા કશું જ નહીં !
આ જનાવરોને છે કંઇ નણદોઈ-બણદોઇ ? આ તો મનુષ્યમાં આવ્યાં ત્યાંથી અમારા નણદોઇ, અમારા વર, કયા અવતારમાં વર નહોતો મળ્યો ? કતરાંમાંય ને ગધેડામાંય - બધેય વર મળેલો, તોય આવું જ ગમે છે લોકોને. નહીં તો પોતે પરમાત્મા જ છે ! આ મુક્તિ માટે જન્મ મળે છે, પણ એ કામ તો ભૂલી ગયો. જે કામ માટે આવે ને એ કામ ભૂલી જાય તો એનાથી મોટો મૂરખ કોણ ? આ સંસારમાં આ મારા સસરા, આ મારી સાસુ ને આ મારો ધણી ને આ મારી વહુ એમ ‘મારું-મારું’ કરી કર કર્યું છે. પણ દાંતમાં સણકા મારે ત્યારે કોઇ આવે નહીં. ડોશી વહુને કહે કે, ‘દાઢ દુ:ખે છે તો અલી કંઇ રસ્તો બતાવને!” ત્યારે વહુ મહીં વિચારે કે આ ડોશી શું કચ% કરતી હશે ! પણ એ તો એને દુ:ખે ત્યારે ખબર પડે. પણ તે ઘડીએ ભૂલી ગયેલી હોય. ગુના કરીને પછી ભૂલી જાય. તે ભોગવતી વખતે કહે કે મને આ દુ:ખ શું કામ આવ્યું ?
ચોપડાતા હિસાબ આ સંસાર તો સમજવા જેવો છે. આ કાકા શું છે ? મામા શું છે? ધણી શું છે ? બૈરી શું છે ? એ તો ચોપડાના હિસાબ છે. પણ એ તો જાણું જ નહીં. જો જાણે તો તો હિસાબ જ ચોખ્ખો કરતો જાય. અને આ તો જાણે નહીં એટલે પછી એક હિસાબ ચૂકતે થાય ને બીજો હિસાબ વધારતો જાય, અને મામાનો હિસાબ બાકી હોય તો કોઇ પણ નિમિત્તે હિસાબ ચૂકતે થયા વગર રહેવાનો નહીં ને !