________________
૧૮૧૮ આપણાથી કોઈનું મન કચવાવું ના જોઈએ. આપણે બધાંને
ખુશ કરીને નીકળવું. ૧૮૧૯ જેને મહીં પ્રસન્નતા રહે, તેને બહાર પ્રસન્નતા રહે. મન તો
બહારનો અરીસો છે ! ૧૮૨૦ આપણે તો પડી ગયેલાને બેઠા કરવાનાં છે. “કેમ પડી ગયો ?”
તે પૂછવાનું નહીં. ૧૮૨૧ પાત્રતા ક્યાં હોય ? સંસારમાં ક્યારેય પણ ક્લેશ ના થતો
હોય તે પાત્ર કહેવાય. ૧૮૨૨ આ લોકો કચકચ કરીને પોતાની સિદ્ધિઓ ખોઈ બેસે, માટે
જેમ છે તેમ' જાણો. આ બધી સગાઈઓને લૌકિક જાણો, એને અલૌકિક સગાઈ ના માનો. એવી કંઈ શોધખોળ કરો કે આ પઝલમાં જ શાંતિથી રહેવાય. એ શોધખોળ તમારી
મહીં જ છે ! ૧૮૨૩ માણસજાત ટકોર ખાવા માટે નથી. ખરું હોય ને આગ્રહ ના
હોય, કચકચ ના હોય તો સામાના હૃદયમાં ચોંટી જાય. ને ખરું હોય છતાં કચકચ કરે કે આગ્રહ રાખે તો તે સામાને
સ્પર્શ ના થાય. ૧૮૨૪ ટકોર કરવાથી સામાને ખોટું ના લાગે તો ટકોર કરવી. ખોટું
લાગે તો ટકોર ના કરવી. ૧૮૨૫ જગત ટોક્યા વગર રહેતું જ નથી. પણ ટોકટોક ના કરવું
જોઈએ. ટોક્યા વગર જગત સુંદર ચાલે તેવું છે. કશું જ ડખોડખલ કરવા જેવું આ જગત નથી. જગત તો માત્ર
જાણવા” જેવું જ છે. ૧૮૨૬ સત્ય-અસત્ય કોઈ બાપોય પૂછતું નથી. માણસે વિચાર તો
કરવો જોઈએ કે મારું સત્ય છે છતાં સામો માણસ કેમ સ્વીકારતો નથી ? કારણ સત્ય વાત કહેવા પાછળ આગ્રહ છે,
કચકચ છે ! ૧૮૨૭ ‘ક્રિમિનલ' રોફ ના જોઈએ, ‘સિવિલ’ રોફ ચાલશે. ૧૮૨૮ ભગવાન કહે છે, દ્વેષ ઉપકારી છે. પ્રેમ-રાગ કદી નહીં છૂટે.
આખું જગત પ્રેમપરિષદમાં ફસાયું છે. માટે જાળીએ રહીને
જે શ્રીકૃષ્ણ કહીને છૂટી જજો. ૧૮૨૯ કોઈને તરછોડીને મોક્ષે ના જવાય. માટે ચેતજો. ૧૮૩૦ આપણે નામ કાઢવા આવ્યા નથી, આપણે તો કોઈનું કામ
કાઢવા આવ્યા છીએ. ૧૮૩૧ “આપણે શું છીએ' ને ‘આપણું શું છે', એ આપણે સમજવાનું
છે. કોઈને કહેવા માટે નથી. ૧૮૩૨ ક્રોધ-માન-માયા-લોભ છે એમાંથી સ્વાર્થ ઊભા રહે છે. એટલે
ભાન નથી કે કોનું મરણ થાય છે ને કોનો જન્મ થાય છે. આ તો બિલીફ જ રોંગ બેઠેલી છે. પણ ઘણા કાળે આગળ વધતાં વધતાં “જ્ઞાની પુરુષ' મળે તો ભાન થાય કે જન્મ-મરણ
એ તો અવસ્થા છે. ૧૮૩૩ સમકિત કોને કહેવાય ? સર્વસત્તાધીશને ઓળખીને બધાયની
વ્યવહાર સત્તા માન્ય કરવી પડે. જગત મળેલી સત્તાનો દુરુપયોગ કરે છે તેથી મનુષ્યપણું જાય છે. અમે તો જેની
જે સત્તા હોય, તેને માન્ય કરીએ. ૧૮૩૪ સત્તા વાપરવાથી પોતાને ‘ડીપ્રેશન’ આવે. સત્તા સુખ આપવા
માટે છે. સત્તા ગુનેગારને પણ સુખ આપવા માટે છે ! ૧૮૩૫ છેલ્લો કાળ આવે ત્યારે કહેશે, “હવે જ્ઞાની આવે ને મને દર્શન
થાય, બે કલાક આયુષ્ય વધારજો મારું, હે ભગવાન !” એમ બૂમાબૂમ કરે. હવે બૂમાબૂમ ના કરીશ. કાલાવાલા શું કરવા કરે છે ? જ્યારે સત્તા હતી ત્યારે વાપરી નહીં. સત્તા ના હોય