________________
ત્યારે માગણી કરે !
૧૮૩૬ પરસત્તાને પોતાની સત્તા માને છે, એનું નામ જ ભ્રાંતિ. આટલું સમજાય તો ય ઉકેલ આવે. આ બીજાની સત્તા છે, એમ માણસો સમજતાં થશે ત્યારે કંઈક ભ્રાંતિ ખસશે.
૧૮૩૭ અહંકારનો સ્વભાવ સત્તાનો દુરુપયોગ કરે.
૧૮૩૮ ‘અમે’ અમારી લાઈફમાં કોઈને એવું ના કહીએ કે તમે મારું માનો. કારણ કે એ પોતાની સત્તામાં જ નથી.
૧૮૩૯ વર્લ્ડમાં એવો કોઈ જન્મ્યો નથી કે જેને સંડાસ જવાની ‘પોતાની’ સ્વતંત્ર શક્તિ હોય ! એ તો અટકશે ત્યારે ખબર પડશે !!!
૧૮૪૦ એક મિનિટ પણ જેની સત્તા નથી, તેને કાયમની સત્તા નથી. ૧૮૪૧ એક ક્ષણવાર પણ સ્વસત્તાનું ભાન થાય તો તે પરમાત્મા થઈ શકે છે.
૧૮૪૨ વીતરાગતા જ ભવ પાર-તરવા માટે છે.
૧૮૪૩ સ્વરૂપ સ્થિતિમાં લક્ષણ શું ? વીતરાગતા.
૧૮૪૪ આ લોકસંજ્ઞાથી સુખ નથી, ‘જ્ઞાની'ની સંજ્ઞાથી સુખ છે. લોકોએ માનેલું સુખ છે, તે સુખ નથી.
૧૮૪૫ અવિનાશી ચીજમાં સુખ માનવું, એનું નામ સકિત. ૧૮૪૬ સમકિત એ જ્ઞાન નથી, પણ સમજણ છે.
૧૮૪૭ સમ્યક્દર્શન કોનું નામ કહેવાય કે જે ‘ઈટર્નલ’ને દેખાડે, ને મિથ્યાદર્શન કોનું નામ કહેવાય કે જે ‘ટેમ્પરરી’ દેખાડે.
૧૮૪૮ ‘વસ્તુ’ને ‘જેમ છે તેમ’ યથાર્થ જોવી એનું નામ સમકિત. અને અન્ય રૂપે જોવી એ મિથ્યાત્વ.
૧૮૪૯ સમકિતીને તો કોઈ જગ્યાએ વાંધો ના હોય. બધે ય જ્ઞાતાદ્રષ્ટા જ રહે, એને વાંધો જ ના આવે. વાંધાવચકાં છે ત્યાં સુધી સમકિત જ કહેવાય નહીં.
૧૮૫૦ સભ્યતા એ સમકિતની નિશાની છે અને એટીકેટ એ મિથ્યાત્વની નિશાની છે !
૧૮૫૧ જ્યાં કંઈ પણ એટીકેટ છે ત્યાં મોક્ષ ધર્મ નથી અગર ધર્મે ય નથી. ધર્મ તો સાહજિકતામાં હોય.
૧૮૫૨ સભ્યતા તો સ્વાભાવિક હોવી જોઈએ. બીજું બધું એટીકેટ કહેવાય. મોક્ષમાર્ગ એટલે સાદાઈ હોવી જોઈએ. ત્યાં એટીકેટનાં ભૂતાં ના હોવાં જોઈએ.
૧૮૫૩ સાચો ધર્મ ક્યાં છે ? કે જ્યાં સ્ત્રી, પુરુષ, છોકરાં, બાળકો, થૈડાં, અભણ, ભણેલાં બધાં ખેંચાય.
૧૮૫૪ જ્યાં કંઈ પણ પ્રકારની ફી નથી, જ્યાં બોધરેશન નથી, જ્યાં વઢવાનું નથી ત્યાં ભગવાન છે !
૧૮૫૫ આપણી ટીકા કરવાનો લોકોને અધિકાર છે. આપણને કોઈની ટીકા કરવાનો અધિકાર નથી.
૧૮૫૬ કોઈની સહેજ પણ ટીકા કરવા જતાં એ ‘કેવળજ્ઞાન’ને બાધક છે. અરે, આત્મજ્ઞાનને ય બાધક છે. સમકિતને ય બાધક છે. ૧૮૫૭ સામાની ટીકા કરો તો તેની આરાધનાની ટીકા કરી કહેવાય.
તે ભયંકર ગુનો છે. તમે સામાને ટેકો ના આપી શકો તો કાંઈ નહીં, પણ ટીકા તો ના જ કરો. જો ટીકા છે તો વીતરાગનું વિજ્ઞાન નથી, ત્યાં ધર્મ છે જ નહીં, અભેદતા છે જ નહીં !
૧૮૫૮ કોઈ ચેતવણી આપતું હોય તો તે દીવાદાંડી છે અને દીવાદાંડીની જે ખોડ કાઢે, તે સ્ટીમર સહીસલામત ક્યારે પહોંચે ?