________________
આપે ત્યારે જ સંપ રહે. “જ્ઞાન” વગર સંપ રહે તેમ નથી. ૧૮૦૦ આંતરશત્રુઓ જેણે હણ્યા છે એવા અરિહંતને નમસ્કાર કરું
છું. આંતરશત્રુઓ છે તેમને ઓળખો. ક્રોધ-માન-માયા-લોભ
એ આંતરશત્રુઓ છે ! ૧૮૦૧ બધાનામાં શુદ્ધાત્મા જોઈએ, એ જ વિશ્વમૈત્રીભાવ ! ૧૮૦૨ જે વીતરાગ થયા હોય, તે માલિકીભાવ ના કરે. ૧૮૦૩ માલિકીપણું કર્યું ને તેની ઉપર અહંકાર કર્યો એટલે ભોગવટો
આવ્યો. કોઈ કોઈનું માલિક નથી. કોની ચીજ ને કોનો માલ? એ તો દરિયામાંથી જેણે જેટલાં માછલાં પકડ્યાં, તેટલાં તેનાં બાપનાં. ને પકડ્યાં પછી માલિકીભાવ ઊભો
કર્યો, એણે તેની જોખમદારી વહોરી લીધી ! ૧૮૦૪ માલિકીપણું હોય ત્યાં ઉપાધિ હોય. ૧૮૦૫ જેનું તમે સ્વામીપણું કરશો તે બધું જ સામું થશે. છેવટે,
મરતી વખતે પણ જેની જેની ઉપર સ્વામીપણું ધરાવ્યું છે, તે
બધું જ દુઃખદાયક થઈ પડશે ! ૧૮૦૬ જે જાતને છેતરતો નથી, તેને દુઃખ ના આવે. દુઃખો, પોતાની
જાતને છેતરે છે તેથી થાય છે. ૧૮૦૭ આપણે લોકોને છેતરતાં નથી, આપણા આત્માને જ છેતરીએ
છીએ ! ૧૮૦૮ જગત ક્રોધી કરતાં ક્રોધ ના કરનારાથી વધારે ભડકે ! કારણ
શું ? ક્રોધ બંધ થઈ જાય એટલે પ્રતાપ ઉત્પન્ન થાય. કુદરતનો નિયમ છે એવો ! નહીં તો ક્રોધ ન કરનારાનું રક્ષણ જ કરનાર
ના મળને ! ક્રોધ એ અજ્ઞાનતામાં રક્ષણ કરનારું છે ! ૧૮૦૯ ક્રોધમાં પરમાણુની ઉગ્રતા હોય ને લોભમાં લક્ષ્મી સંબંધે
પરમાણુનું આકર્ષણ રહે. ૧૮૧૦ તમે કોઈની જોડે અત્યારે ગુસ્સે થઈ ગયા હો તો એ
ડિસ્ચાર્જ કષાય છે. પણ એની અંદર ‘તમારો' “ભાવ” છે,
તે તેમાં પછી “ચાર્જ'નું બી પડ્યું. ૧૮૧૧ ક્રોધ કરવો એટલે પોતાની છતી મિલકતને દિવાસળી ચાંપવી. ૧૮૧૨ જ્યાં સુધી નબળાઈ જાય નહીં, ત્યાં સુધી પરમાત્મા ભેગા
થાય નહીં. ક્રોધ-માન-માયા-લોભ એ નબળાઈઓ છે. ૧૮૧૩ અધ્યાત્મ જાણ્યું તો તેનું નામ કે જયાં રોજ રોજ ક્રોધ-માન
માયા-લોભ ઘટ્ય જ જાય, વધે નહીં. ૧૮૧૪ એક ફેર કષાયરહિત “જ્ઞાની પુરુષ'નાં દર્શન થાય ત્યારથી
મોક્ષની શરૂઆત થઈ ગઈ. કષાયરહિત કોને કહેવાય ? કષાય હતો નહીં, છે નહિ ને થશે નહીં એવી સ્થિતિ થાય તેને. એટલે “એમને' “પરપરિણતિ' જ ના હોય. ત્યાં ‘દર્શન'
કરે તો કલ્યાણ થઈ જાય ! ૧૮૧૫ કષાયો કરવા એનું નામ ઠોકરો ! આર્તધ્યાન - રૌદ્રધ્યાન થાય
એનું નામ ઠોકરો. ૧૮૧૬ લોક કહે કે “ઠોકર મને વાગી.' ત્યારે ઠોકર કહે છે, “હું તો
જ્યાં છું ત્યાંની ત્યાં જ છું. આ અક્કરમી આંધળા જેવા મને
આવીને વાગે છે !' ૧૮૧૭ સંસારના લોકો શું કરે? મહેમાન આવ્યો ત્યાંથી જ મૂંઝામણ
અનુભવે. બૈરીને કહે કે “તું મોઢું ચઢાવજે એટલે એ જતો રહે.” મોટું ચઢાવીશ કે ગાળ ભાંડીશ તો ય એ નહીં જાય. આ તો ટાંકો વાગેલો છે તે શી રીતે જાય ! મોઢું ચઢાવે છે એ તો આવતાં ભવની સિલક ભેગી કરે છે કે આવતો ભવ શું વાપરીશ ?