________________
૧૬૯૪ જે પરિણામ પામી ગયું ત્યાં ચિંતા કરવા જેવું નથી. શેના
આધારે પરિણામ પામે છે ત્યાં ધ્યાન રાખવા જેવું છે. ૧૬૯૫ અક્કલ તો કોનું નામ કહેવાય કે જેણે કોઈ દહાડો કોઈનીય
નકલ ના કરી હોય તે. ૧૬૯૬ “મારે લીધે કોઈને અડચણ ના આવે' એવું રહ્યું એટલે તો કામ
જ થઈ ગયું ને ! ૧૬૯૭ ‘અમે' તો ઓળખી ગયેલા કે કોણ ગોદા મારે છે ? બધું
તમારું ને તમારું જ છે ! Nobody is responsible for "you". "you" are whole and sole responsible for
yourself. ૧૬૯૮ આ જગત અનાદિકાળથી પરિવર્તનશીલ જ છે. પણ “રાઉન્ડ'
હોવાથી “એન્ડ' જ જડતો નથી. ૧૬૯૯ કુદરતનો નિયમ એવો છે કે દરેકને એની જરૂરિયાત પ્રમાણે
સુખ મળી જ આવે છે. દરેકનું ટેન્ડર' ભરેલું પૂરું થાય જ. ૧૭00 દ્રષ્ટિ બદલાઈ જાય કે મારે ત્યાં સોફો નથી, તે પાછો ઉધાર
સોફો લઈ આવે ને દોઢ ટકો વ્યાજનો આપે ! “નેસેસિટી'
કેટલી છે તેની પહેલામાં પહેલી નોંધ હોવી જોઈએ. ૧૭૦૧ “ઠીક છે' એવું ના બોલીએ. “સારું છે' એમ બોલીએ એટલે
સારું જ થાય. ૧૭૦૨ બધા મંત્રો ભેગા બોલીએ. મંત્રો એ તો દેવોને ખુશ કરવાનું
સાધન છે. ૧૭૦૩ સંતો ધર્મ ઉપર ચઢાવે ને “જ્ઞાની પુરુષ' મુક્તિ આપે.
૧૭૦૪ આપણે બધાંને રાજી રાખીએ એ મોટામાં મોટો ધર્મ છે ! ૧૭૦૫ વ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુઃખ ના થાય તેમ વર્તે,
કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ ના બગડે. ૧૭૦૬ વ્યસનો તો ક્યાં છે? જે ગુપ્ત રાખ્યાં છે તે જ વ્યસનો છે.
જે ખુલ્લાં દેખાય, તે વ્યસનો ના કહેવાય. ૧૭૦૭ અનાયાસ તો દુનિયામાં કશું હોતું જ નથી. અંદર “કવર્ડ
કોઝીઝ' (ગુપ્ત કારણો) હોય છે. અનાયાસ એ પણ
આયાસનું ફળ છે. ૧૭૦૮ ગઈ તિથિ તો બ્રાહ્મણે ય ના જુએ, ને અક્કલવાળા યાદ રાખે કે
આણે મને દગો દીધો હતો, આણે મને અક્કલ વગરનો કહ્યો હતો!આ વાણીનો પ્રવાહ તો પાણીના પ્રવાહની જેમ છે!તેની
શી રીતે પુછાય કે તમે કઈ રીતે અથડાતા આવ્યા ?! ૧૭૦૯ વ્યક્તિ કોને કહેવાય ? દેહધારીમાં થોડો વ્યક્ત થયો હોય,
તેને વ્યક્તિ કહેવાય. સંપૂર્ણ વ્યક્ત થયો હોય તો તે વિશેષ
વ્યક્તિ કહેવાય. ૧૭૧૦ “પોઈઝન' હોય તે સંત પુરુષે પીવાનું અને અમૃત જગતે
પીવાનું. કારણ જગતના લોકો નિર્બળ છે. ૧૭૧૧ પવિત્ર ભૂમિમાં જો ત્યાંના આચાર-વિચાર ના પાળે તો
જબરજસ્ત બંધન કરે. નર્કગતિ બાંધે ! ૧૭૧૨ દરેક માણસે એટલું તૈયાર થવાનું છે કે કોઈ પણ જગ્યા
બોજારૂપ ના લાગે. જગ્યા એનાથી કંટાળે. પોતે કંટાળો ના પામે, એટલે સુધી તૈયાર થવાનું છે. નહીં તો આ તો બધી
અનંત જગ્યાઓ છે, ક્ષેત્રનો પાર નથી ! અનંત ક્ષેત્ર છે ! ૧૭૧૩ સામાનું ‘ધૂ પોઈન્ટ” શું છે તે જાણીને બોલો. પોતાની દ્રષ્ટિ