________________
સાથે તોળીને કે જોડીને બોલવું એ ગુનો છે.
૧૭૧૪ તમારી આગળ આગળ બધું જ જે જરૂરિયાત છે તે તૈયાર હોય છે. કારણ મહીં પરમાત્મા બેઠેલા છે. મન-વચનકાયાની ડખોડખલ ના હોય તો !!!
૧૭૧૫ જે સાધન સાધ્ય ના બતાવે એ સાધન શા કામનું ?
૧૭૧૬ ધર્મ એટલે સારું કરવું તે અને દુઃખ આપવું તે અધર્મ. તે ધર્માધર્મ કહેવાય. જ્યારે ‘સાયન્સ' ધર્માધર્મથી પર છે !
૧૭૧૭ અશુભમાંથી શુભ થાય એ અહંકારે કરીને થઈ શકે છે. પણ શુભમાંથી શુદ્ધમાં આવવા માટે અહંકારનું કામ નથી. ત્યાંથી આગળ પગથિયાં ચઢવાની સીડી જ ક્યાં છે તે જ ખબર ના પડે ને ! તેથી જ તો બધું અટક્યું છે !
૧૭૧૮ શુભમાંથી શુદ્ધમાં કેવી રીતે જવાય ? એના શબ્દ ના હોય. એ તો ‘જ્ઞાની પુરુષ’ સ્વરૂપનું ભાન કરાવે, ભગવાનની કૃપા ઉતારે તો કામ થાય !
૧૭૧૯ ૧૯૫૮માં આ ‘જ્ઞાન’ પ્રગટ થયું ! તે દહાડે ‘જ્ઞાની’ થયા ! તેના આગલે દહાડે તો ‘અમે’ પણ અજ્ઞાની જ હતા ને ! ૧૭૨૦ આ ભવમાં તમારે કરવાનું એટલું જ કે સામાને નિમિત્ત જાણી
તમારે શાંત રહેવાનું. મન સહેજે ય બગાડવા નહીં દેવાનું. મન બગડે તો નિમિત્તની માફી માગવી કે ‘હે નિમિત્ત ! તું તો નિમિત્ત છે, મારું મન બગડ્યું માટે માફી માંગું છું.' આટલું જ કરવાનું છે ! એ પુરુષાર્થ છે !
૧૭૨૧ બધાં નિમિત્ત લઈને જ આવેલાં હોય છે. હું ય નિમિત્ત લઈને આવ્યો છું. આ દેહે આટલાં કાર્યો આમનાથી થશે એવું નિમિત્ત હોય !
૧૭૨૨ એક જણ કહે, ‘મારી દાઢ દુ:ખે છે.’ તારી દાઢ તને શું કામ દુઃખે ? આ તો વિરોધાભાસી વાક્ય બોલ્યો કહેવાય. જે તારું છે એ તને ક્યારેય દુઃખ ના આપે ને જે તારું નથી એ દુઃખ આપ્યા વગર રહેવાનું નથી. આનું તું વિવરણ કરી લાવ તો
ઉકેલ આવે ને !
૧૭૨૩ ધીરજ રાખવા જેવી વસ્તુ નથી, ધીરજ શીખવા જેવી વસ્તુ છે. ધીરજ કેવી રીતે શીખાય ? ધીરજવાળા પાસે બેસવાથી, ધીરજવાળાને જોવાથી શીખાય.
૧૭૨૪ બહાર બગડી ગયું હોય તો ભલે બગડી ગયું, પણ મહીં ના બગડવા દઈશ. દેવું આપવાની સગવડ ના હોય ત્યારે મહીં ચોખ્ખું રાખવું કે આપવું જ છે. તે મહીંનું બગડવા ના દીધું
એટલે દેવાં આપવાનો સમય આવશે.
૧૭૨૫ લોકો મિત્રચારી તોડે છે તે મહીંની ને બહારની બન્ને તોડી નાખે છે. સંજોગવશાત્ બહારનું બગડ્યું, પણ મહીંનું ના બગડવું જોઈએ.
૧૭૨૬ અંદરનું ના બગડ્યું એટલે ‘આપણું’ ના બગડ્યું. બહારનું બગડેલું લાકડામાં જશે. પછી બહારનું સુધરે કે ના ય સુધરે. ૧૭૨૭ જો અંદર કશું ના બગડતું હોય તો બહાર કશું જ બગડતું નથી. જગતનું આ ગુપ્ત રહસ્ય છે.
૧૭૨૮ લોકોને દેવાં બહુ થઈ જાય એટલે પહેલાં એમ થાય કે આપવું છે પછી એમ થાય કે શું આપવું છે ? તો એ બગડ્યું ! અંદરની સહી ના કરી આપવી.
૧૭૨૯ મહીંથી જે ખબર પડે છે, ‘ઈન્ફર્મેશન’ (સૂચના) મળે છે,
એ પુણ્ય-પાપ બતાવે છે. મહીં બધું જ જ્ઞાન-દર્શન છે. મહીંથી બધી જ ખબર મળે. પણ તે ક્યાં સુધી મળે કે જ્યાં સુધી તમે આંતરો નહીં. એનું ઉલ્લંઘન કરો તો ‘ઇન્ફર્મેશન’ આવતી બંધ