________________
આપ્તસત્ર
૧
%
રાખતા !
૯૪૦ વસ્તુની મૂછ ગઈ એટલે આધ્યાત્મ નુકસાન ગયું ! ૯૪૧ મમતા વગરનો અહંકાર હોય તો મોક્ષે જાય, મમતાવાળા
અહંકારને લઈને ફસામણ થઈ છે આ ! ૯૪૨ આત્માની હાજરીમાં જબરજસ્ત મમતા બંધાય ને આત્માની
હાજરીમાં મમતા પણ એવી જ જબરજસ્ત રીતે છૂટે ! ૯૪૩ “જ્ઞાની'ના ચરણોમાં પડી રહ્યા સિવાય છૂટકો નથી, જગતનું
દર્શન અનંત મોહનીયવાળું છે, ને તેમાંથી કોઈથી છટકી ના
શકાય. ૯૪૪ માર ખાય ને ભૂલી જાય, માર ખાય ને ભૂલી જાય, એનું
નામ મોહ! ૯૪૫ ગમો-અણગમો એ “ડિસ્ચાર્જ મોહ” છે. રાગ-દ્વેષ એ “ચાર્જ
મોહ” છે. ૯૪૬ રાગ-દ્વેષ ના થાય એ મોક્ષમાર્ગ. ૯૪૭ જે કરતો હોય, તે કર્યા કરજે. પણ માત્ર રાગ-દ્વેષ ના કરીશ.
આપણે” “પોતાના પદ'માં રહ્યા, એટલે રાગ-દ્વેષ ના થાય. ૯૪૮ શુભ ઉપર રાગ નહીં ને અશુભ ઉપર દ્વેષ નહીં, એનું નામ
સમતા. જેને કંદ નથી તે સમતા. વ્યવહારમાં લોક
સહનશીલતાને સમતા કહે છે ! ૯૪૯ સમભાવ એટલે દ્વેષની જગ્યાએ ફ્લેષ ના થાય ને રાગની
જગ્યાએ રાગ ના થાય. ૯૫૦ ફૂલો ચઢાવે તો રાગ ના થાય ને પથ્થર મારે તો પણ દ્વેષ ના
થાય, તે જ સમભાવ.
આપ્તસૂત્ર ૯૫૧ આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી.
એની પાછળ રાગ-દ્વેષ થાય, તો જ આવતા ભવની જવાબદારી
છે. રાગ-દ્વેષ ના થતા હોય, તો જવાબદારી નથી. ૯૫૨ સંસારનો પાયો રાગ-દ્વેષનો છે અને ‘જ્ઞાનનો પાયો
વીતરાગતાનો છે ! ૯૫૩ વીતરાગ વિજ્ઞાન સિવાય કોઈ સાધનથી મોક્ષ નથી. બીજા
સાધનોથી બંધન છે. તે ખાલી દહાડા કાઢે, “જ્ઞાની પુરુષ'
પાસે સત્ સાધન પ્રાપ્ત થાય. ૯૫૪ સાધના બે પ્રકારની. એક સાધ્યભાવ માટે જ કરવાની
સાધના ને બીજી સાધનાને માટે સાધના કરવી તે સાધના.
સાધ્યભાવે સાધના એ છેલ્લી સાધના કહેવાય. ૯૫૫ શાસ્ત્રોમાં સાધનજ્ઞાન છે, સાધ્યજ્ઞાન નથી. સાધ્યજ્ઞાન
જ્ઞાની' પાસે છે. સાધ્યજ્ઞાન, કે જે “આત્મા' છે તે ‘જ્ઞાની'ની
કૃપાથી પ્રાપ્ત થાય તેમ છે. ૯૫૬ શાસ્ત્રો તો “હેલ્પીંગ પ્રોબ્લેમ છે. શાસ્ત્ર તો
‘ડાયરેકશન'(માર્ગદર્શન) આપે છે. શાસ્ત્ર એ “થર્મોમીટર’ છે. “થર્મોમીટર’ને કંઈ આખો દહાડો દવામાં વાટીને
પિવડાવાય ? ૯૫૭ શાસ્ત્રો એ સાધન છે ને સાધનો કેવી રીતે વાપરવાં, તે ય એક
સાયન્સ છે. આ સાયન્સ નહીં જાણવાથી અનંત અવતાર
ભટક ભટક કરે છે ! ૯૫૮ આ જગતના જ્ઞાનને જ્ઞાન કહેવાતું નથી. આ તો લૌકિકજ્ઞાન
છે. શાસ્ત્રજ્ઞાન એ સાધનજ્ઞાન કહેવાય. સાધ્યજ્ઞાન એ જ્ઞાન” છે. શાસ્ત્રો ય સાધન છે ને શાસ્ત્રમાં રહેલું જ્ઞાન તે પણ સાધન છે, જ્યારે સ્વરૂપનું જ્ઞાન’ એ સાધ્ય વસ્તુ છે !