________________
૧૦૧
આપ્તસૂત્ર ૯૫૯ “જ્ઞાની’ એ તો સાધનસ્વરૂપ છે. સાથે ‘વિજ્ઞાનસ્વરૂપ
આત્મા’ છે !
૯૬૦ સાધ્ય પ્રાપ્ત કરવાનાં અનેક સાધનોમાંનું સાધન એ શાસ્ત્ર
છે. એને કાઢી કેમ મૂકાય ? ૯૬૧ સાચું સાધન તો તે કે જેનાથી અહંકાર ને મમતા જાય. ૯૬૨ જે સાધન સાધ્ય પ્રાપ્ત ના કરાવે, એને અધ્યાત્મ કહેવાય જ
નહીં ! ૯૬૩ જગતમાં સાધનો પ્રાપ્ત કરવાનાં સાધનો છે. અહીં' સાધ્ય
પ્રાપ્ત કરવાનું સાધન છે. ૯૬૪ સમાધિ ક્યાં ખોળે છે? તું તારા આત્માના મૂળ સ્વભાવમાં
આવી જા ને, મોક્ષ ને સમાધિ તો આત્માનો સ્વભાવ જ છે ! ૯૬૫ દરેક અવસ્થામાં અનાસક્ત, એ જ પૂર્ણ સમાધિ ! ૯૬૬ પરભાવ બંધ થાય ત્યારે સમાધિ થાય. ૯૬૭ તમને કાયમ સમાધિ વર્તે, ત્યારે તમારું પૂર્ણ કામ થયું
કહેવાશે ! ૯૬૮ સર્વસ્વ ઉપાધિમાં જો સમાધિ લાગતી હોય, તો જાણવું કે
જ્ઞાની પુરુષ' મને મળ્યા હતા ! ૯૬૯ જેટલા સરળ એટલી સમાધિ રહે. ૯૭૦ બહાર સંપૂર્ણ અશાંતિ હોય ને મહીં શાંતિ રહે એ સાચી
શાંતિ. ઉપાધિમાં સમાધિ રહે એ ‘ટેસ્ટેડ’ સમાધિ. ૯૭૧ સમાધિ સુખ ક્યારે વર્તે ? જેને કંઈ જ જોઈતું નથી, બધી
જ લોભની ગાંઠ છૂટે ત્યાર પછી સમાધિ સુખ વર્તે. ભેલાડો ને, ભેલાડો એટલું તમારું !
૧૦૨
આપ્તસૂત્ર ૯૭૨ લોભથી આ જગત ઊભું રહ્યું છે. તને જલેબી ભાવતી હોય,
ને તને ત્રણ મૂકે ને પેલાને ચાર મૂકે, તો તને મનમાં ડખો થાય ! એ લોભ જ છે ! ત્રણ સાડીઓ હોય ને ચોથી લેવા
જાય એ લોભ છે ! ૯૭૩ ‘સ્વરૂપનું ‘જ્ઞાન' થાય ત્યાર પછી જ લોભ જાય. ૯૭૪ જે વસ્તુ પ્રિય થઈ પડી હોય તેના તાનમાં ને તાનમાં રહેવું,
એનું નામ લોભ. એ મળે તો ય સંતોષ ના થાય ! ૯૭૫ લોભ બધાયને ઓગાળી જાય. માનનો પણ લોભ હોય ! ૯૭૬ લોભિયો હસવામાં વખત ના બગાડે. આખો દહાડો લોભમાં
જ હોય. ૯૭૭ આપણને લોભ હોય તો ગુરુ મળી આવે. આપણને
કમાવાનો લોભ હોય ત્યારે ગુરુ મળી આવે. ૯૭૮ લોભને અને વિષયને દોસ્તી જ ના હોય. ખરો નિર્વિષયી
થાય ત્યારે લોભી થાય. એક લક્ષ્મીની જ પડી હોય, તે તેનો લોભી થાય. પછી સાપ થઈને સાચવ્યા કરે. વિષયી બહુ
લોભી ના હોય. ૯૭૯ લોભની ગાંઠ ક્યારે ફૂટે ? ૯૯ ભેગા થાય ત્યારે. ૯૮૦ માન છે ત્યાં સુધી લોભ ના કહેવાય. લોભ તો માનને બાજુએ
૯૮૧ મહીં લોભ પડ્યો હોય, ત્યારે લોકસંજ્ઞા ભેગી થાય. ૯૮૨ જગતમાં સંઘરો કરશો તો કોઈ ખાનારો મળી રહે છે. માટે
ફેશ ને ફ્રેશ ઉપયોગ કરો. ૯૮૩ લક્ષ્મીજીનો દુરુપયોગ કરવો મહાન ગુનો છે. ૯૮૪ લોભિયાને બે ગુરુઓ એક ધૂતારો ને બીજી ખોટ. ખોટ
આવે ને તો લોભની ગાંઠ સડસડાટ તોડી નાખે !