________________
આપ્તસૂત્ર
રૂપની તો વાત જ શી ? ૯૨૨ “જ્ઞાની પુરુષ' આખા બ્રહ્માંડના માલિક કહેવાય. છતાં ત્યાં
સહેજ પણ “ઈગોઈઝમ' ના હોય. જ્યાં સત્તા નથી ત્યાં ઈગોઈઝમ’ છે ને જ્યાં સત્તા છે ત્યાં “ઈગોઈઝમ” નથી. જ્ઞાની પુરુષ'ની એ અજાયબી છે ! “જ્ઞાની પુરુષ' એટલે તો
પ્રગટ દીવો ! ૯૨૩ વહેતા અહંકારનો વાંધો નથી પણ અહંકારને સહેજ પકડયો,
એનું નામ આડાઈ. વહેતો અહંકાર તે નાટકીય અહંકાર છે.
એનો વાંધો નથી. ૯૨૪ મોક્ષે કોણ જવા દેતું નથી ? આડાઈઓ ! ૯૨૫ “અમારે” “જ્ઞાન” થતાં પહેલાં, વચગાળાની દશામાં આડાઈઓ
હતી. તેની “અમે' શોધખોળ કરી કે, જ્ઞાનપ્રકાશ, આ આડાઈઓ નથી થવા દેતું. તે પછી, તે બધી જ આડાઈઓ દેખી ને તેમનો વિનાશ થયો. ત્યાર પછી “જ્ઞાન' પ્રગટ થયું !!! પોતે પોતાનું જ નિરીક્ષણ કરવાનું છે, કે ક્યાં
આડાઈઓ ભરેલી છે. પોતે “ઓક્ઝરવેટરી” જ છે ! ૯૨૬ આડાઈરૂપી સમંદરને ઓળંગવાનો છે. આપણે આડાઈની
આ પાર ઊભા છીએ અને જવાનું છે. સામે પાર. કોઈ આપણી આડાઈ ઉતારવા નિમિત્ત બને તો તેમાં અસહજ ન
થતાં તે નિમિત્તને પરમ ઉપકારી માની સમતાથી વેદવું. ૯૨૭ આ જગતમાં આડાઈ સાથે આડાઈ રાખશો તો ઉકેલ નહીં
આવે. આડાઈ સામે સરળતાથી ઉકેલ આવશે. ૯૨૮ મોશે જવું હોય તો સરળ થવું પડશે. ત્યાં આડા થશો તો
નહીં ચાલે. ગાંઠો કાઢી અબુધ થવું પડશે. ૯૨૯ આડાઈ તો બહાર વ્યવહારમાં ય ના કરાય. “કલેક્ટર' જોડે
આડાઈ કરે તો એ શું કરે ? જેલમાં ઘાલી દે. તો ભગવાન
૯૮
આપ્તસૂત્ર આગળ આડાઈ કરે તો શું થાય ? ભગવાન જેલમાં ના ઘાલે.
પણ એમનો રાજીપો તૂટી જાય ! ૯૩૦ સંસાર નથી નડતો, તારી આડાઈઓ ને અજ્ઞાનતા જ નડે છે. ૯૩૧ અજ્ઞાન દશાનો અહંકાર સજીવ કહેવાય. સ્વરૂપજ્ઞાન થયા
પછી એ નિર્જીવ થઈ જાય છે. એ નિર્જીવ અહંકારનું જો ઉપરાણું લીધું કે “હું આવો નથી' તો એ પાછો સજીવ થઈ જાય. નિર્જીવ અહંકારનો નિકાલ કરવાનો છે, તેનું રક્ષણ
કરવાનું નથી. ૯૩૨ અહંકાર હંમેશાં પોતાનું ખોટું ના દેખાય એવો ધંધો કરે. ૯૩૩ અહંકાર એ જ અધૂરાપણું છે. ૯૩૪ જ્યાં સુધી અહંકાર જીવતો હોય, ત્યાં સુધી મમતા મહીં પડી
રહી હોય. ૯૩૫ ભગવાન તો એક જ વસ્તુ કહે છે કે તારે આ સંસાર જોડે
મમતા બાંધવી હોય તો મમતા તેની જોડે બાંધ, કાં તો મમતા મારી જોડે બાંધ. મારી જોડે બાંધીશ તો કાયમનું સુખ
મળશે ને સંસાર જોડે બાંધીશ તો તને તૃપ્તિ નહીં થાય ! ૯૩૬ ‘જેને' “અહંકાર” ને “મમતા” છે, જેને “હું કરું છું” એવું ભાન
છે, તે બધા જીવ કહેવાય. અને જેને “હું કર્તા નથી, જ્ઞાતાદ્રષ્ટા પરમાનંદ સ્વરૂપ છું.” એવું ભાન થઈ ગયું તો તે
આત્મા' છે ! ૯૩૭ આ કેટલા પ્રકારની મમતા ?! વાળ વાળે મમતા ! એક વાળ
ખેંચે તો મહીં અકળાય કે મારો વાળ ખેંચી લીધો. ૯૩૮ મમતા એ જ પરિગ્રહ છે, વસ્તુ પરિગ્રહ નથી. “જ્ઞાની'ને
મમતા નથી, વસ્તુ હોય. ૯૩૯ નરી મમતા જ છે ! એક પંજો વાળવામાં જ મમતા નથી