________________
આપ્તસૂત્ર ૯૦૨ “કર્તાપદનું ભાન છે ત્યાં સુધી “ચાર્જ' થયા જ કરે.
અક્રમમાર્ગમાં તમારું કર્તાપદ “અમે' ઉડાડી મૂકીએ છીએ. ‘હું કરું છું' એ ભાન ઊડી જાય છે ને “કોણ કરે છે એની સમજણ પાડી દઈએ છીએ. એટલે “ચાર્જ થતું બંધ થઈ
જાય છે ! પછી રહ્યું શું ? ખાલી ‘ડિસ્ચાર્જ સ્વરૂપ ! ૯૦૩ ‘ચાર્જ થવાનું બંધ થઈ જાય, ત્યારથી નવો સંસાર બંધાતો
અટક્યો ! “જ્ઞાની’ વગર કર્તાપદ છૂટે નહીં. ૯૦૪ જ્યાં ‘ચાર્જ થતું અટકે, ત્યાં મોક્ષ માટેનાં લક્ષણો છે. ૯૦૫ “ડિસ્ચાર્જ થાય છે તેની કિંમત નથી, પણ કયું ધ્યાન વર્તે છે
તેની કિંમત છે. ૯૦૬ ચાર્જ” હંમેશાં ‘ડિસ્ચાર્જને ભજ્યા કરે. ૯૦૭ જ્યાં પોતે પ્લાનિંગ' નથી કરતો એ બધું ચોખ્ખું ‘ડિસ્ચાર્જ)
છે. ‘પ્લાનિંગ' કરે છે તેમાં “ચાર્જ થાય છે. “ડિસ્ચાર્જ
સહજ સ્વભાવી છે. એમાં દુઃખ ના હોય. ૯૦૮ આ જગતનો ‘પોતે' કર્તા નથી. જ્યાં પોતે કર્તા માને છે એ
ચાર્જિગ' છે. આ સામાયિક મેં કર્યું, આ ક્રિયાઓ મેં કરી, એનો ગર્વરસ ‘પોતે' ચાખે, તેનાથી “ચાર્જ થાય છે. ગર્વરસ
બહુ મીઠો લાગે. ૯૧૦ ક્રોધ-માન-માયા-લોભ એ “
ડિસ્ચાર્જ સ્વરૂપ છે. પણ સ્વરૂપનું જ્ઞાન' ના હોય તો મહીં પાછાં નવા “ચાર્જ થાય છે. ૯૧૧ ડિસ્ચાર્જ એટલે શું ? ટાઈમ વગર ખસે નહીં. તમારી
ઉતાવળે “ડિસ્ચાર્જ થાય નહીં. ૯૧૨ સંસાર ચલાવવા માટે અહંકારની જરૂર નથી. આવતો ભવ
બાંધવા માટે અહંકારની જરૂર છે. આવતો ભવ બાંધવો ના હોય તો અહંકાર વગરે ય સંસાર તો ચાલે તેવો છે. સંસાર તો આખો ‘
ડિસ્ચાર્જ સ્વરૂપે છે. એટલે “ડિસ્ચાર્જ તો એની
આપ્તસૂત્ર મેળે જ થયા કરવાનું. ૯૧૩ “ડિસ્ચાર્જ સ્વરૂપ છે તેમાં લોકો અહંકાર કરે છે કે “મારો’
કંટ્રોલ રહેતો નથી. મારો કંટ્રોલ રહે છે, તે ય અહંકાર છે. આ તો પારકી વ્યથા માથે આવી છે ! તેમાં પોતે વ્યથિત
થઈને ફર્યા કરે છે ! ૯૧૪ આ જેટલું બોલો છો, તેને અહંકાર કહેવાય. વાણી એ ખુલ્લો
અહંકાર છે. “મેં કર્યું ને હું કરીશ' એવું બોલે છે એ તો
‘ડબલ અહંકાર' છે ! ૯૧૫ “આ મને નહીં ફાવે' એમ બોલ્યો એ જ ‘મેડનેસ' છે, નર્યો
ઈગોઈઝમ” છે. ‘નહીં ફાવે' એમ બોલવું એ ગુનો છે. ૯૧૬ “માનું નહીં' એમ બોલવું એ તો મોટામાં મોટો અહંકાર
છે ! ૯૧૭ “આ મારું સાચું છે' એ એક પ્રકારનો અહંકાર છે. એને ય
કાઢવો તો પડશે ને ? ૯૧૮ બધી શક્તિઓ “ઇગોઇઝમ” ખાઈ જાય છે, ને માર ખવડાવે
છે તે વધારાનું ! ૯૧૯ જ્યાં ‘એક્ટિવિટી’ છે ત્યાં અહંકાર, અહંકારથી ‘એક્ટિવિટી’
છૂટી નહીં શકે. ૯૨૦ ‘જીનમુદ્રા' શું કહે છે? વીતરાગોની પદ્માસન વાળેલી, હાથ
પગ આમ એક પર એક મૂકી દીધેલી મુદ્રા ઉપદેશ આપે છે કે “હે મનુષ્યો ! જો સમજણ હોય તો સમજી જાવ. તમારું ખાવા-પીવાનું, જરૂરિયાતની હરેક ચીજ તમે લઈને જ આવેલા છો માટે “હું કર્તા છું' એ ભાન છોડી દેજો ને મોક્ષનો
પ્રયત્ન કરજો !” ૯૨૧ માણસનું રૂપ શેના આધારે છે ? એનો કેટલો અહંકાર છે
તેના પર. ‘જ્ઞાની પુરુષ' નિર્અહંકારી હોય એટલે એમના