________________
આપ્તસૂત્ર ૫૪૬ આ જે જે બોલું છું, તે “હું નથી બોલતો. “ઓરિજીનલ ટેપ
રેકોર્ડ' બોલે છે. આ વાણીનો “હું' એક સેકંડ પણ માલિક
થતો નથી. તેથી ગમે તેવો ખુલાસો થઈ જાય. ૫૪૭ વાણીનું માલિકીપણું, એ જ મોટામાં મોટો અહંકાર છે.
દેહનું માલિકીપણું તો સહેજે ય સાધારણ રહે પણ “મૂળ
આત્મા’ જ વાણીમાં વર્ત ! ૫૪૮
આ જગતમાં અચળની કોઈ નકલ જ ના કરી શકે. જેની નકલ થઈ શકે તે બધું જ ચંચળ. જગત આખાની આરાધના ચંચળની-“રીલેટિવ'ની જ છે ! આ વાણીની તેથી ‘ટેપ રેકોર્ડ’ થકી નકલ થઈ શકે છે. વાણી એ ચંચળ છે. તેમાં ચેતન
અચળના ગુણ ન હોય. ૫૪૯ ચંચળતાથી ચંચળતા ભાંગવી, એનું નામ “રીલેટિવ ધર્મ' ! ૫૫૦ ચંચળ “અચળ' ના થાય ને “અચળ' ચંચળ ના થાય. પોતે'
પોતાના સ્વભાવમાં રહેવાનું છે. ૫૫૧ આત્મા સ્થિર છે ને બીજું બધું સ્પંદનવાળું અસ્થિર છે.
સચર અને અચર એવું સચરાચર જગત છે. જે “અચર'નો
ભેદ પામે, તે “સચર'નો ભેદ પામે. ૫૫૨ જયાં કંઈ પણ ચંચળતા હોય, ત્યાં સંસાર જ છે. ૫૫૩ જેટલો ચંચળ વધારે એટલી ગૂંચો વધારે પાડે. ૫૫૪ પુદ્ગલનો સ્વભાવ ચંચળ છે અને આત્માનો સ્વભાવ અચળ
છે. જેટલી ચંચળતા વધે, એટલો પુદ્ગલ તરફ જાય. જેટલી
સ્થિરતા વધે, તેટલો આત્મા તરફ જાય. ૫૫૫ જ્યાં સુધી “અચળ' પરિણામને જાણે નહીં ત્યાં સુધી આત્મા
શી રીતે ઓળખાય ?!
EO
આપ્તસૂત્ર ૫૫૬ જ્યાં કિંચિત્માત્ર ચંચળતા નથી, ત્યાં વીતરાગોનો મત છે. ૫૫૭ જે જ્ઞાન ચંચળતા કરાવે, તે ભયંકર બંધન છે. ૫૫૮ બંધન એ ‘અજ્ઞાનતા'નું ફળ છે ને, મોક્ષ એ “જ્ઞાન'નું ફળ છે. ૫૫૯ જેને પોતાના મનની જોડે કંઈ પણ એકતા છે તે બંધાયેલો છે.
બંધન એટલે શું? મનથી બંધાવું તે. પ૬૦ કશું કરવા જેવું નથી અને જો કરવા જાય તો તે બંધનો વધારે છે. પ૬૧ “આ સારું, ‘આ ખોટું એ બેઉ સંસાર છે, બેઉ બંધન છે.
ને મુક્તિ કોનું નામ કે બેઉ બંધન છે, તે જાણે. પ૬૨ ભાવથી બંધન છે, દ્રવ્યથી નથી. પ૬૩ જ્યારથી “હું બંધનમાં છું' એવું ભાન થાય છે, ત્યારથી
છૂટવાની ઈચ્છા તેને થાય છે. પ૬૪ “ઇગોઇઝમીને લીધે આ સંસાર ઊભો છે. બંધન
ઇગોઈઝમ'ને લીધે છે. ‘ઇગોઈઝમ' કોઈ પણ રસ્તે બંધ
થાય તો છૂટાય. પ૬૫ “હું ચંદુભાઈ છું' એ જ અહંકાર. જ્યાં તું નથી ત્યાં તું
પોતાપણાનો આરોપ કરે છે તે જ “અહમ્'. તું “સ્વક્ષેત્રમાં રહે તો તે આત્મા જ છે અને ચંદુભાઈ છું' એ કલ્પિત
જગ્યાએ આરોપ કરે, તે જ અહંકાર. પ૬૬ અહંકાર ઉપર તો તારું જીવન જ છે. એને તું શી રીતે કાઢી
શકે? એટલે તારે “અમને' કહેવાનું કે અહંકાર કાઢી આપો.
એટલે અમે કાઢી આપીએ ! પ૬૭ “ઇગોઈઝમથી ‘ટેમ્પરરી લાઈફ' મળે છે ને “ઇગોઇઝમ'
વિના ‘શાશ્વત લાઈફ' મળે છે. ઇગોઈઝમ' એટલે ભમરડાને દોરી વીંટેલી તે, “ડિસ્ચાર્જ થાય તે.