________________
આપ્તસૂત્ર
૬૧ પ૬૮ તું પોતે જ અહંકાર સ્વરૂપ છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં
સુધી તું અહંકાર સ્વરૂપ છે અને “જ્ઞાન” થાય પછી
આત્મસ્વરૂપ પોતાનું થાય. પ૬૯ “આ મેં કર્યું એનાથી અહંકાર ઊભો થાય. “આ મારું'
એનાથી મમતા ઊભી થાય. પ૭૦. પોતાના સ્વરૂપમાં હું છું બોલ્યા એ અહંકાર નથી. પણ
જ્યાં “હું” પરક્ષેત્રે બોલાય એ અહંકાર છે. અજ્ઞાનતા જ નડે
૫૭૧ આ મન-વચન-કાયા, કે જે વ્યવસ્થિત'ને તાબે છે, તેને
પોતાના તાબે લઈ લે છે, એનું નામ જ અહંકાર ! ૫૭૨ અહંકાર એટલે શું ! ભગવાનથી દૂર ભાગે છે. અહંકાર જેમ
જેમ વધતો જાય તેમ તેમ આડાઈ, માન, ગર્વ, ઘમંડ શબ્દો
વપરાય. ભગવાનથી જરાક છેટો થયો ત્યાંથી અહંકાર જાગે. ૫૭૩ અહંકાર ઉપર જ કર્મનું બંધન છે. બાકી, બીજી ક્રિયા ઉપર
કર્મનું બંધન નથી. અહંકાર ઉપર સંકલ્પ ને વિકલ્પ, એ
કર્મનું બંધન ! અહંકાર શેમાં વર્તે છે તે એનું કર્મનું બંધન! પ૭૪ પુદ્ગલનો સ્વભાવ અધોગામી છે ને આત્માનો સ્વભાવ
ઊર્ધ્વગામી છે. અધોગામી સ્વભાવ વજન વધવાથી નથી થતો, અહંકાર વધવાથી થાય છે. હોય શરીરે પાતળો પણ
અહંકાર આખી દુનિયા જેટલો લાંબો પહોળો થાય ! ૫૭૫ શુદ્ધ અહંકાર’ અને ‘શુદ્ધ ચેતન' એ બન્ને એક જ વસ્તુ છે.
શુદ્ધ અહંકાર એટલે જેમાં ક્રોધ-માન-માયા-લોભ ના હોય. પ૭૬ જ્યાં આત્મા ત્યાં ક્રોધ-માન-માયા-લોભ નહીં ને જ્યાં ક્રોધ
માન-માયા-લોભ ત્યાં આત્મા નહીં ! પ૭૭ કષાય જાય નહીં ત્યાં સુધી વીતરાગનો કિંચિત્માત્ર ધર્મ
પામ્યો નથી. વીતરાગનો ધર્મ એટલે કષાયનો અભાવ.
આપ્તસૂત્ર પ૭૮ મંદ કષાયને “ધર્મ' કહ્યો છે ને કષાયરહિતને “જ્ઞાન” કહ્યું છે.
ધર્મથી કષાય મંદ ના થયા તો કાં તો ધર્મ ખોટો છે, કાં તો તું ખોટો છે. ધર્મ વીતરાગોનો છે, તેથી તેને ખોટો કેમ
કહેવાય ? પ૭૯ અકષાયી એ મોક્ષ. ૫૮૦ મોટામાં મોટી હિંસા હોય આ જગતમાં તો કષાયથી ! ૫૮૧ અહિંસા તો બહુ ઊંચી વસ્તુ છે. અહિંસામાં અબ્રહ્મચર્ય ના
હોય. અહિંસામાં પરિગ્રહ ના હોય. અહિંસામાં અસત્ય ના
હોય. અહિંસામાં ચોરી પણ ના હોય. ૫૮૨ આપણામાં ઊંચી અહિંસા હોય તો વાઘ એનો હિંસક ભાવ
ભૂલી જાય. ૫૮૩ વીતરાગો કહે છે કે હિંસાની સામે અહિંસાનું હથિયાર
વાપરો. હિંસાને હિંસાથી ના જિતાય. એ તો અહિંસાથી જ
જિતાય. ૫૮૪ અહિંસા તો કોનું નામ કહેવાય, કે પૂરી શક્તિ હોય, છતાં
એને કોઈ કશું કરે, તો ય એ સામું કશું જ ના કરે ! ૫૮૫ વીતરાગો શું કહે છે ? હિંસા સામે અહિંસા રાખો, તો સુખ
આવશે. હિંસાથી હિંસા કોઈ દહાડો બંધ થવાની નથી.
અહિંસાથી હિંસા બંધ થશે. ૫૮૬ અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડો ય “કેવળજ્ઞાન થાય
નહીં. અહિંસા વગર સંપૂર્ણ જાગૃતિ આવશે નહીં. ૫૮૭ હિંસા કોની કરશો ? જીવમાત્રમાં પરમાત્મા જ છે ! કોને
દુ:ખ દેશો ? ૫૮૮ અહિંસક ભાવવાળો તીર છતું મારે તો પેલાને લોહી ના