________________
આપ્તસૂત્ર
પ૭ પ૨૫ “સત્” અને સત્યમાં શો ફેર છે? સત્ય “રીલેટિવ' છે, વિનાશી
છે અને સત્ એ અવિનાશી છે. પ૨૬ વિનાશી સત્યનો આગ્રહ કરશો તો તમે વિનાશી થઈ જશો.
માટે સત્નો આગ્રહ કરો. ‘સત્’ એ શુદ્ધાત્મા છે, અવિનાશી
પ૨૭ “રીલેટિવ'માં નિરાગ્રહી, “રીયલ'માં આગ્રહી. પ૨૮ જગત “રીલેટિવ સત્ય' છે અને આત્મા “રીયલ સત્ય' છે.
જગત મિથ્યા છે જ નહીં, “રીલેટિવ સત્ય' છે. પ૨૯ સત્ય કોને કહેવાય ? કોઈ જીવને વાણીથી દુઃખ ના થાય,
વર્તનથી દુઃખ ના થાય અને મનથી પણ એને માટે ખરાબ વિચાર ના કરાય, એ મોટામાં મોટું સત્ય છે ! મોટામાં મોટો સિદ્ધાંત છે ! આ “રીયલ’ સત્ય નથી, આ છેલ્લામાં છેલ્લું
‘વ્યવહાર સત્ય” છે ! ૫૩) આપણે મનમાં નક્કી કરી રાખવું જોઈએ કે વ્યવહાર સત્ય
મારે સંપૂર્ણ, સશે પાળવું છે. જે વ્યવહાર સત્ય પાળે છે
તે નિશ્ચય સત્ય પાળી શકે છે. પ૩૧ જે “સાચું જાણવાનો’ કામી છે તેને આ કાળમાં મોક્ષમાર્ગ
મળી આવશે, તેની ‘ગેરન્ટી’ ‘હું' આજે “ભગવાન” તરફથી
આપું છું. ૫૩૨ મોક્ષે જવાની જેની સચોટ ઇચ્છા છે, તેને ગમે ત્યાંથી માર્ગ
મળી આવે. પ૩૩ નિયમ વગરનો સંસારમાર્ગ તે અશુભ માર્ગ. નિયમવાળો
સંસારમાર્ગ તે શુભ માર્ગ. અને નિયમથી પર માર્ગ તે
જ્ઞાનીઓનો જ્ઞાન માર્ગ અર્થાત્ મોક્ષમાર્ગ. પ૩૪ જગતમાં જે જે કંઈ પણ કર્તાપણે હોય, પછી તે ધર્મના કર્તા
૫૮
આપ્તસૂત્ર હોય, શાસ્ત્રના કર્તા હોય કે પંડિતાઈના કર્તા હોય, તો તે બધા
ય ભૂલા પડેલા છે. મોક્ષમાર્ગથી વિખૂટા પડેલા છે. ૫૩૫ જ્યાં સુધી કર્તાપદ છે ત્યાં સુધી અધ્યાત્મની જાગૃતિ જ
ગણાતી નથી, ત્યાં સુધી તે અધ્યાત્મમાં ઊંધે છે. ૫૩૬ જે “જ્ઞાન' રાગ-દ્વેષ કાઢે, એ અલૌકિક માર્ગ. પ૩૭ આ ક્લેશ કાઢવા ધર્મો કરવા પડે એ પ્રાકૃત ધર્મો છે અને
મોક્ષ એ આત્મધર્મથી પ્રાપ્ત થાય ! ૫૩૮ મોક્ષે જવા નિજસ્વરૂપનું ભાન અને નિજસ્વરૂપનું લક્ષ જોઈશે. પ૩૯ એકાંતિક તો બધું આખું જગત સમજે છે ! પણ “અનેકાંત'
નથી સમજ્યા. “સ્યાદ્વાદ' જ્યારે સમજે, ત્યાર પછી
મોક્ષમાર્ગ હાથમાં આવે. પ૪૦ શુભ ‘એકાંતિક’ કહેવાય. શુદ્ધ ‘અનેકાંત' કહેવાય. અનેકાંતથી
મોક્ષ. અનેકાંત એટલે આગ્રહ નહીં, દરેક સત્યને સ્વીકારે.
વીતરાગ માર્ગ અનેકાંત, સ્યાદ્વાદ હોય. ૫૪૧ સ્યાદ્વાદ એટલે કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભવે. કોઈ
પણ ધર્મની ‘ડીરેક્ટ’ ભૂલ ના દેખાડે. ૫૪૨ પોતાના દ્રષ્ટિબિંદુના આધારે ચાલ્યા, પોતપોતાના દ્રષ્ટિબિંદુને
સાચું ઠેરવવું, એને એકાંતિક કહેવાય. વીતરાગ ધર્મ “અનેકાંત' કહેવાય. બધાં જ દ્રષ્ટિબિંદુઓને પોતે સમાવી લે,
એનું નામ વીતરાગ ધર્મ ! ૫૪૩ સાપેક્ષ-નિરપેક્ષ બન્નેને “એક્સ’ કરે, તેનું નામ સ્યાદ્વાદ. ૫૪૪ સ્યાદ્વાદ શું કહે છે? કે પોતાનું જે કંઈ પદ હોય તે ભૂલીને
સામાની વાત સાંભળજે. પ૪૫ સાહજિક વાણી એટલે જેમાં કિંચિત્માત્ર અહંકાર ના હોય !