________________
૪૨૦૪ આત્મા જડે એવી વસ્તુ નથી. આ શરીરમાં આત્મા શી રીતે
જડે? આત્મા એવો છે કે ઘરની આરપાર જતો રહે. અહીં લાખ ભતા હોય એની આરપાર જતો રહે એવો આત્મા છે.
૪૨૦૫ “આત્મા' સંપૂર્ણ જાણવો એનું નામ “કેવળ જ્ઞાન'. આત્મા
જાણવો, ‘એબ્સોલ્યુટ” આત્મા જાણવો, તેનું નામ જ “કેવળ
એ અવસ્થાઓ કેવી હોય? ઉત્પન્ન થાય, થોડો વખત ટકે અને પાછું લય થાય. પુદ્ગલમાં ય આવાં જ પર્યાય ઊભાં થાય છે.
પુગલના પર્યાયને ‘તમે' જોઈ શકો છો. ૪૧૯૮ કેરી દેખાડે એટલે આત્માનો પર્યાય કેરીના આકારરૂપ થઈ
જાય. પછી બીજું જોવા મળે એટલે એના આકારે થઈ જાય
ને પહેલું જતું રહે. એમ નિરંતર ચાલ્યા જ કરે.... ૪૧૯૯ સંસાર અજ્ઞાનથી ઊભો થાય છે અને પ્રજ્ઞાથી આથમી જાય
છે. આત્માએ આમાં કશું કર્યું જ નથી. ૪૨૦૦ આ સૂર્યનારાયણ હોય ત્યાં ગધેડાનું ચિત્ર કાપીને ધરીએ તો
ભીંત પર ગધેડાનું ચિત્ર દેખાય. એમાં સૂર્યનારાયણને શું કરવું પડ્યું ? આમાં સૂર્યનારાયણ કઈ અપેક્ષાએ કર્તા ? ને કઈ અપેક્ષાએ અકર્તા? પોતાના અસ્તિત્વની અપેક્ષાએ એ કર્તા છે અને બીજી અપેક્ષાએ કર્તા નથી. સૂર્યનારાયણ તો જાણતાં ય
નથી કે ગધેડાનું ચિત્ર મૂક્યું છે ! ૪૨૦૧ આ ‘લાઈટ'ની હાજરીમાં અહીં કૂદાકૂદ કરીએ, પગ ઊંચા
નીચા કરીએ, તેમાં ‘લાઈટ” શું કરે છે? ‘લાઈટ'ની તો ખાલી હાજરી જ છે. એવી રીતે આ ચેતન કશું જ કાર્ય નથી કરતું.
આ વાત જગતના લક્ષમાં નથી. ૪૨૦૨ આ તો “અક્રમ વિજ્ઞાનથી બધું ખુલ્લું થઈ ગયું છે ! “મેં
“આત્મા' જોયો છે તે “આના જેવો જોયો છે, જે કશું જ કામ ના કરે એવો. અને એની હાજરીથી અહીં બધી ક્રિયાઓ
ચાલ્યા કરે ! ૪૨૦૩ આત્મા જાણવા જેવો છે, પણ જણાય તેવો નથી. એ તો ‘જ્ઞાની
પુરુષ'ની કૃપાથી જ જણાય તેમ છે. “જ્ઞાની પુરુષ' “ચાહે સો કરે.' કારણ કે તે કર્તાભાવે નથી, પણ નિમિત્તભાવે છે !
૪૨૦૬ “શુદ્ધાત્મા' એ કંઈ પરમાત્મા નથી. “શુદ્ધાત્મા’ તો પરમાત્માના
યાર્ડમાં આવેલું સ્થાન છે ! ‘તમને' (મહાત્માઓને) શુદ્ધાત્મપદ કેમ આપવામાં આવ્યું છે ? ‘તમે” “શુદ્ધાત્મા', અને “ચંદુલાલ' જે કંઈ પણ કરે છે, તેના ‘તમે’ રીસ્પોન્સિબલ’ નથી એવી ખાતરી થાય. સારું કરી તેનો ય ડાઘ નથી પડતો ને ખોટું કરી તેનો ય ડાઘ નથી પડતો,
કર્તાપદ જ મારું હોય' એ શુદ્ધાત્માનું લક્ષ બેઠું કહેવાય. ૪૨૦૭ “શુદ્ધાત્મા’ શબ્દ એ તો ખાલી સંજ્ઞા જ છે. એનાથી “હું શુદ્ધ
જ છું, ત્રણે કાળ શુદ્ધ જ છું,' એ સંજ્ઞામાં રહેવાય. શુદ્ધતા માટે નિઃશંકપણું ઉત્પન્ન થાય. ત્યાર પછીનું પદ એટલે
કેવળ જ્ઞાનસ્વરૂપ” “આપણું ! ૪૨૦૮ તમે (મહાત્માઓ) “શુદ્ધાત્મા' તરીકે રહો, અમે ‘કેવળ જ્ઞાન’
તરીકે રહીએ ! ૪૨૦૯ આખા વર્લ્ડનો અજાયબ પુરુષ છે ‘આ’ ! ‘કેવળ જ્ઞાન
સ્વરૂપી” આત્મા જાણ્યો, તેને “જાણ્યું” કહેવાય. ૪૨૧૦ “કેવળ જ્ઞાન સ્વરૂપ” કેવું દેખાય ? આખા દેહમાં આકાશ
જેટલો જ ભાગ પોતાનો દેખાય. આકાશ જ દેખાય ખાલી. બીજું કશું દેખાય નહીં, કોઈ મૂર્ત વસ્તુ એમાં ના હોય. ‘જ્ઞાની પુરુષ'ના કહેવાથી આ પ્રમાણે અભ્યાસ થયો, એટલે શુદ્ધ થઈ ગયું !