________________
૪૨૧૧ જ્ઞાયક ભાવ સિવાય બીજો કોઈ ભાવ નથી, એનું નામ કેવળ
જ્ઞાન.
૪૨૧૨ કેવળ જ્ઞાન એટલે શું ? બધાં જોય ને શેયના બધા પર્યાયને
જાણે તે ! સર્વ યોનો જ્ઞાતા થાય ત્યારે કેવળ જ્ઞાન થાય. ૪૨૧૩ “કેવળ જ્ઞાન સ્વરૂપ એટલે “એબ્સોલ્યુટ' જ્ઞાનસ્વરૂપ છે.
કેવળ જ્ઞાન આકાશ જેવું, આકાશ જેવો સ્વભાવ છે, અરૂપી છે ! આત્મા આકાશ જેવો સૂક્ષ્મ છે. આકાશને આમ અગ્નિ અડાડીએ તો તે દઝાય નહીં. અગ્નિ સ્થળ છે. બીજી બધી
જ વસ્તુ આત્મા કરતાં સ્થળ છે ! ૪૨૧૪ “જ્ઞાન' એક જ છે. એના ભાગ બધા જુદા જુદા છે. આપણે આ
‘રૂમ'ને જોઈએ તો રૂમ', ને ‘આકાશને જોઈએ તો “આકાશ', પણ “જ્ઞાન' તેનું તે જ ! જ્યાં સુધી આ વિશેષ જ્ઞાન જુએ, સાંસારિક જ્ઞાન જુએ, ત્યાં સુધી આત્મા જ દેખાય નહીં. અને આત્મા જાણ્યા પછી બેઉ દેખાય. આત્માને જાણે નહીં તો કશું
દેખાય નહીં, આંધળાભૂત બધાં ! ૪૨૧૫ બુદ્ધિથી પરમાત્મા સંબંધી વાતો કરવી તે આત્માની નિંદા કર્યા
બરાબર છે. આત્મા અવર્ણનીય છે. ૪૨૧૬ મનની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો, વાણીની
બધી જ ક્રિયાઓને “ડિસ્ચાર્જ સમજી ગયો, દેહની બધી જ ક્રિયાઓને ‘ડિસ્ચાર્જ સમજી ગયો, એટલે થઈ રહ્યું ! આટલું જ જે મારી વાત સમજી ગયો તો તેને કશું જ કરવાનું રહેતું નથી, કશું જ વાંચવાનું રહેતું નથી, કશું જ સાંભળવાનું રહેતું
નથી. ૪૨૧૭ બુદ્ધિવાળા પાસેથી બુદ્ધિ તું લાવ્યો અને “જ્ઞાની' પાસેથી જ્ઞાન
મળે. ૪૨૧૮ આત્મા ભ્રમિત થયો ત્યારે સંસાર ઊભો થયો ! બુદ્ધિ ભ્રમિત
થશે ત્યારે જ્ઞાન પ્રગટ થશે !! ૪૨૧૯ જ્ઞાન આપી શકાય? ‘જ્ઞાને ય આપી શકાય ને અજ્ઞાને ય
આપી શકાય. આ જગત અજ્ઞાન આપી રહ્યું છે. જયારે જ્ઞાની' “જ્ઞાન” આપી રહ્યા છે. “જ્ઞાન” અને “અજ્ઞાન' બન્ને નૈમિત્તિક છે. “જ્ઞાન” તો તમારી અંદર ભર્યું પડેલું છે. “અમારા' નિમિત્તથી એનો ઉઘાડ થાય. હું તો માત્ર નિમિત્ત
છું. અમારું કર્તાપણું ના હોય કોઈ પણ બાબતમાં. ૪૨૨૦ આત્મા કર્તવ્ય સ્વરૂપ નથી, ક્રિયા સ્વરૂપ નથી, આત્મા
ક્રિયાઓનો જ્ઞાતા-દ્રષ્ટા છે ! ૪૨૨૧ જ્ઞાન તો અપાર છે પણ વીતરાગો જે જ્ઞાનને જીત્યા, એની
પાર જ્ઞાન જ નથી. કોઈ જગ્યાએ હારે નહીં, એનું નામ વીતરાગ. વખતે દેહ હારે, મન હારે, વાણી હારે, પણ પોતે'
ના હારે. વીતરાગ કેવાં ! ૪૨૨૨ વિજ્ઞાની ક્યારે થઈ શકે ? આખી મનની ગ્રંથિઓ ઓળંગી
જાય, બુદ્ધિના બધા પર્યાયો ઓળંગી જાય, પછી “જ્ઞાનના પર્યાયો શરૂ થાય, એ ય પછી ઓળંગી જાય, ને “જ્ઞાનની
બહાર નીકળે, ત્યારે “વિજ્ઞાનઘન આત્મા’ થાય ! ૪૨૨૩ અનંતા જોયોને વીતરાગોએ એક જ શેયમાં જોયેલું, તેવું આ
‘દાદા'એ એક જ શેય, એક પુદ્ગલ જોયું છે. પુદ્ગલ તો સ્વાભાવિક રીતે એક જ છે, મૂળ સ્વભાવનું પુદ્ગલ,વિશ્રસા નું
બનેલું ! જગત એક છે, Net (નેટ) ચોખ્ખા પરમાણુનું !!! ૪૨૨૪ “અનંતા જોયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં
શુદ્ધ ચેતન’ સંપૂર્ણ શુદ્ધ છે, સર્વાગ શુદ્ધ છે. તે શેયોનાં અનંત પર્યાયોમાં ‘પોતે' જ્ઞાતાભાવ ખેંચી લીધો એટલે એ શુદ્ધ
થયું. ૪૨૨૫ સફરજન જુઓ એટલે શેય પ્રમાણે જ્ઞાન થાય. એટલે તે