________________
૪૧૮૫ ‘વિશેષ પરિણામ’થી શું થયું ? આ ‘મિકેનિકલ ચેતન’ ઊભું થયું, ‘પુદ્ગલ’ ઊભું થયું, ‘પૂરણ-ગલન’વાળું ઊભું થયું. ‘એ’ સ્વરૂપ જ્યાં સુધી ‘આપણું’ છે એ ‘બિલિફ’ પણ છે, ત્યાં સુધી છૂટાય નહીં.
‘આપણા’ ‘વિપરિણામ'ને લીધે આ સંયોગો ભેગા થાય છે, તે પ્રતિક્રમણથી ભૂંસાઈ જાય. ખરી રીતે દરઅસલ સાયંટિસ્ટને પ્રતિક્રમણની જરૂર જ નથી. આ તો આપણો લોકો ભૂલ થાપ ખાઈ જાય તેથી. અસલ સાયંટિસ્ટ તો આંગળી ઘાલે જ નહીં. ધ વર્લ્ડ ઈઝ ધ સાયન્સ' !
૪૧૮૬ પ્રતિક્રમણ શેનાં કરવાનાં
૪૧૮૭ ‘જ્ઞાની’ એટલે પોતાના સ્વરૂપનું અને સ્વભાવનું જ ચિંતવન થયા કરવું. ‘સ્વરૂપ’ એટલે ‘પોતે કોણ છે’ એ ડિસાઈડેડ થવું, અને સ્વભાવ એટલે આત્માના ગુણધર્મ, એમાં જ રહ્યા કરવું એનું નામ ‘જ્ઞાની’. ‘જ્ઞાની’ ‘સ્વરૂપ’માં જ રહે નિરંતર, સંસારમાં એક ક્ષણ વાર પણ ના હોય !
૪૧૮૮ આત્માનો એક ગુણ એવો છે કે જેવો ચિંતવે તેવો જ થઈ જાય. મૂળ ગુણ નિર્વિકારી છે, પણ એ ચિંતવે કે ‘હું વિકારી છું.’ તો તે વિકારી થઈ જાય. ‘મૂળ ગુણ જાય નહીં, ચિંતવેલો ગુણ નાશ પામે.’
૪૧૮૯ ‘આત્મા’ રત્નચિંતામણિ છે, કલ્પવૃક્ષ છે. પોતે જેવું કલ્પે એવો થઈ જાય. ‘તમે’ કહો કે ‘હું નાદાર થઈ ગયો’ તો નાદાર, ‘તમે’ કહો કે, ‘નહીં, કંઈ થયું નથી.’ તો કંઈ અસર ના રહે !
૪૧૯૦ જેવું કલ્પે એવો થઈ જાય. જપ કરે, તપ કરે તો તેવો થઈ જાય. જેવો વિચાર કરે તેવો થઈ જાય. જેવું બોલે તેવો થઈ જાય. જેવું વર્તન કરે તેવો થઈ જાય. ‘આત્મા’ કલ્પે તેવો થઈ
જાય.
૪૧૯૧ આત્માના ગુણને લઈને કલ્પે તેવું થાય છે. આત્મા ‘મૂળ વસ્તુ”માં ફેરફાર નથી થતો, અવસ્થામાં ફેરફાર થાય છે. ખરેખર તો ‘આત્મા’ આત્મા જ રહે છે પણ અસર થાય છે, ‘રોંગ બિલિફો’ બેસી જાય છે !
૪૧૯૨ મૂળ દ્રવ્યને કશી અસર જ નથી થતી. આ તો ભ્રામક માન્યતાઓ જ છે. દ્રવ્ય બગડતું નથી. દ્રવ્ય બગડતું હોય તો તો મોક્ષ થાય જ નહીં કોઈનો. ‘જ્ઞાન’ બદલાતું નથી, ખાલી ‘બિલિફ' જ બદલાય છે.
૪૧૯૩ ‘અમે’ જે જોયેલો છે ‘આત્મા’, એ ઓર વસ્તુ છે ! તેથી તો ‘તમારી’ કલાકમાં જ દ્રષ્ટિ બદલાય છે ! નહીં તો જે લાખો અવતારે ના બદલાય !!!
૪૧૯૪ પર્યાય એટલે અવસ્થા આપણે જોઈએ છીએ, તેમાં નાનામાં નાની અવસ્થાને પર્યાય કહેવામાં આવે છે. પર્યાયના આગળ ભાગ ના થાય.
૪૧૯૫ આત્માની સાથે જે કાયમ રહે એ ‘જ્ઞાન' કહેવાય, ગુણ
કહેવાય. અને જે અવસ્થા પૂરતું રહે, તત્પૂરતું રહે એ પર્યાય કહેવાય. જે જ્ઞાન પોતાના દોષને દેખાડે છે એ જ્ઞાન જ્ઞાન નથી, પણ એ જ્ઞાનનો પર્યાય છે !
૪૧૯૬ આ સૂર્યનારાયણ હોય છે, તેના ‘Rays’ને પર્યાય કહેવાય.
એ પોતે તો ચકચકિત છે જ, પણ ‘Rays' ઉત્પન્ન થાય. ‘લાઈટ’ એ ‘પરમેનન્ટ’ વસ્તુ છે અને Rays એ ‘ટેમ્પરરી છે. Rays નવાં નવાં બન્યાં જ કરવાનાં. આ બહુ નીચેની ભાષામાં સમજાવવા કહું છું !
૪૧૯૭ ‘આત્મા’ તો ‘જ્ઞાન સ્વરૂપ’ છે, પણ એનો ‘પ્રકાશ’ ઉત્પન્ન થાય
છે, એ સ્વભાવિક પ્રકાશ છે. તે બહારની અવસ્થાઓને જો જો કર્યા કરે છે. એક જુએ, પૂરું થાય, પછી બીજું જુએ, ત્રીજું જુએ.