________________
૪૧૭૩ જગતમાં કોઈન કરનારની જરૂર નથી. આ જગતમાં જે વસ્તુઓ છે
તે નિરંતર પરિવર્તનશીલ છે. તેના આધારે બધા વિશેષ ભાવો
બદલાયા જ કરે ને નવી જ જાતનું દેખાયા કરે બધું! ૪૧૭૪ સંસારને ચીતરે છે “પોતે'. પછી વિચિત્રતા લાવવાનું
નેચર'ના હાથમાં છે. ચિત્રના વિશેષ પરિણામને લઈને વિચિત્ર કરવાનું કામ નેચરનું છે. એમાં કોઈ હાથ ઘાલી ના
શકે. ડખોડખલ ના કરી શકે ! ૪૧૭૫ “પુદ્ગલ' એ જીવંત વસ્તુ નથી. પણ એ “આત્મા'ના
વિશેષભાવને ગ્રહણ કરે છે ને એવું તૈયાર થઈ જાય છે. એટલે એનામાં ય ફેરફાર થાય છે. “આત્માને કશું કરવું ના પડે.” “એનો' વિશેષભાવ થયો કે પુગલ પરમાણુ ખેંચાય
પછી એ એની મેળે મૂર્ત થઈ જાય ને પોતાનું કાર્ય કર્યા કરે ! ૪૧૭૬ જે પરભાયું છે તે “આપણા'માં દેખાય છે. જેમ અરીસામાં
બહારની વસ્તુ દેખાય છે તેમ !પોતે પ્રકાશિત ભાવ છે એટલે મહીં દેખાય, પણ છે. બહારનું. “આત્મા'નો સ્વ-પરપ્રકાશિત સ્વભાવ છે એટલે “એને' બહારનું અંદર દેખાય. તે ‘આપણી મહીં આ પેસી ગયું ?” ખરેખર મહીં પેસતું જ નથી ! સ્વપરપ્રકાશક છે તેથી દેખાય ખરું, “અમને’ પણ દેખાય, પણ અમે ક્યાં ગૂંચાઈએ છે કે અમને આ પેસી ગયું ?' પેસે
જ નહીં ને ! ૪૧૭૭ પરિણામી વસ્તુઓ સંજોગોને પામવાથી વિપરિણામને પામે
છે, એટલે સંસાર ઊભો થાય છે. આ સોનું લાખ વર્ષો મૂકી રાખો તો ય એનું પરિણામ ના બદલાય. દરેક વસ્તુ પોતાના
સ્વભાવ પરિણામને ભજ્યા જ કરે ! ૪૧૭૮ વિપરિણામ એટલે વિશેષ પરિણામ, વિરુદ્ધ પરિણામ નહીં ! ૪૧૭૯ ‘અમારે તો આત્મા’ આત્મ પરિણામમાં રહે અને ‘મન'
મનના પરિણામમાં રહે. મનની મહીં તન્મયાકાર થાય, એટલે વિશેષ પરિણામ થાય. “આત્મા’ સ્વપરિણામમાં પરમાત્મા છે ! બન્ને પોતપોતાનાં પરિણામમાં આવે અને
પોતપોતાનાં પરિણામને ભજે, તેનું નામ મોક્ષ ! ૪૧૮૦ વસ્તુઓના સંજોગોને લીધે આ વિપરિણામ દેખાય છે અને
વિપરિણામને જોઈને લોક મૂંઝાય છે. હું કહું છું વાતને સમજો. મહેનત કરવાની જરૂર નથી. સ્વપરિણામને સમજો અને વિશેષ પરિણામને સમજો. આત્મા વિભાવિક નથી થયો. આ તો વિશેષ પરિણામ છે અને ખરી રીતે વિશેષ પરિણામનો
એન્ડ’ આવી જાય છે. ૪૧૮૧ દૂધનું બગડી જવું એ એનો સ્વભાવ છે. પણ દહીં થઈ જવું
એ એનું વિશેષ પરિણામ છે. ૪૧૮૨ “વસ્તુ” અવિનાશી છે. એનાં પરિણામ પણ અવિનાશી છે.
ફક્ત વિશેષ પરિણામ વિનાશી છે. જો આપણે આ વાતને સમજીએ તો બન્નેનું ‘મિલ્ચર' ના થાય. એટલે બને
પોતપોતાનાં પરિણામને ભજે. ૪૧૮૩ ‘દાનેશ્વરી’ દાન આપે છે કે “ચોર' ચોરી કરે છે. એ બન્ને
એમનાં પરિણામને ભજે છે. એમાં રાગ-દ્વેષ કરવા જેવું ક્યાં
રહ્યું ? ૪૧૮૪ આ “વિશેષ પરિણામ’ છે, એ જે “પોતે' જાણ્યું, તે જ
‘રવપરિણામ છે. ‘વિશેષ પરિણામ'માં સારું-ખોટું હોય નહીં. ‘અજ્ઞાનથી મુક્તિ એટલે, આ “પોતાનાં પરિણામ અને આ ‘વિપરિણામ', એમ બન્નેને જુદા સમજે. અને “મોક્ષ' એટલે ‘વિશેષ પરિણામ’ બંધ થઈ ગયાં તે ! “સ્વભાવ પરિણામને જ “મોક્ષ' કહેવાય છે.