________________
નથી. ભીંતની જેમ જ છે ! ૩૮૭૪ દુઃખ શાને આધીન છે ? દ્રષ્ટિને આધીન છે. ‘વસ્તુ' દુઃખદાયી
નથી, ‘પોતે' દુઃખદાયક નથી. ‘બુ પોઈન્ટ'ના આધારે જ દુઃખ છે. આત્મા સ્વભાવથી જ સુખીયો છે. એને દુ:ખ ક્યાંથી
હોય ? આ દેવતાને ટાઢ કેમ વાય ? ૩૮૭૫ દુઃખ કેમ પડે છે ? ઉપાદાનની અજાગૃતિથી. ઉપાદાન જાગૃત
હોય તો દુ:ખ પડે જ કેમ ? આત્મા છેટો જ બેઠો છે. તેને
ખાલી સ્પર્શ જ છે. ૩૮૭૬ ઉપાદાન એ નિજ જાગૃતિ, નિમિત્ત ભાવ એ જ્ઞાની. એનું ફળ
મોક્ષ. ૩૮૭૭ ઉપાદાન ને નિમિત્ત બે ભેગાં થશે ત્યારે છૂટશો અને બંધાયા
ત્યારે ય નિમિત્તથી ! ૩૮૭૮ નિમિત્ત અને ઉપાદાન બે કારણો કોઈ દિવસ ભેગાં થાય નહીં.
બે ‘રેલવે લાઈન' કો'ક દહાડો જ ભેગી થાય. નિમિત્ત એકલાંની ભક્તિ કરે તો દેવગતિ મળે. ઉપાદાન એકલાંની
ભક્તિ કરે તો ય દેવગતિ મળે.. ૩૮૭૯ જ્યારે એકનું અપાદાન થાય ત્યારે બીજાનું ઉપાદાન થાય.
મિથ્યાત્વનું અપાદાન થાય ત્યારે સમકિતનું ઉપાદાન થાય. ૩૮૮૦ “હે દાદા ભગવાન ! તમે તો મોક્ષ લઈને બેઠા છો. અમને
તમે મોક્ષ આપો. નહીં તો અમને નિમિત્ત ભેગું કરી આપો !'
આ પ્રાર્થનાથી આપણું કામ થઈ જાય ! ૩૮૮૧ નિમિત્ત-નૈમિત્તિકના આધારે આ જગત ચાલી રહ્યું છે. એમાં
તમારો ભાવ જોઈએ. ભાવ હોય એટલું બધું ગોઠવાઈ જાય ! ૩૮૮૨ ના ગમતા નિમિત્તને બચકાં ભરે તો તે અધર્મ કહેવાય. ને
નિમિત્તને નિમિત્ત જાણે ને શાંતભાવે રહે તે ધર્મ કહેવાય. ૩૮૮૩ આ ચોરને નિમિત્ત કેવી રીતે મળે ? ચોરને ચોરીની ઇચ્છા
થાય ને એનું પુણ્ય જાગેલું હોય ને આપણા હિસાબના જવાનાં હોય તેથી ગજવું કપાઈ જાય. ચોર તો નિમિત્ત બની જાય. ચોરનું પાપ જાગેલું હોય તો ચાર આના ય ના મળે. નિમિત્ત
બનવામાં ય પાપ-પુણ્યના હિસાબે થાય છે. ૩૮૮૪ કોશિશ કરવાનું તમારા હાથમાં નથી, પણ ભાવ કરવાનું
તમારા હાથમાં છે. કોશિશ કરવાનું બીજાની સત્તામાં છે, ભાવનું ફળ આવે. ખરી રીતે ભાવ પણ પરસત્તા છે. પણ ભાવ
કરો તો તેનું ફળ આવે છે. ૩૮૮૫ તમારા મનના ઉચ્ચ ભાવો હોય તો તે ફળે જ, પણ મનની
ભાવનામાં બીજો કોઈ રોગ હોય તો તે ભાવના ના ફળે. ૩૮૮૬ ફાંસી કરનાર માણસને ‘સ્વરૂપનું જ્ઞાન આપેલું હોય ને એને
ફાંસી ભાગે આવે, પણ એનાં ભાવ ફરેલા હોય તો એને કશું બંધન નથી અને જેનાં ભાવ એવાં છે કે આને ફાંસીએ
ચઢાવવો, તે કોઈને ફાંસીએ ના ચઢાવે તો ય બંધન છે ! ૩૮૮૭ ‘અમે' કોઈ જીવ જોડે ક્યારેય મન ઉગામ્યું નથી. એટલે
માનસિક હિંસા ક્યારેય કરી નથી. ‘અમે’ તલવાર જમીન પર મૂક્યા પછી ક્યારેય ઉઠાવી નથી. સામો શસ્ત્રધારી હોય તો
પણ અમે શસ્ત્ર ધારણ ના કરીએ, મનથી પણ નહીં. ૩૮૮૮ જેને આ જગતથી ભાગી છૂટવું છે, જેને આ જગત અનુકૂળ
આવતું નથી, તેણે તો ‘આ’ જ રસ્તો લેવો પડશે કે “કોઈ
જીવને મનથી પણ ના મારો !' બીજો રસ્તો નથી. ૩૮૮૯ આખું જગત ચાર પ્રકારના ભાવોમાં રમે છે : ૧. હિંસક
ભાવો, ૨. પીડાકારક ભાવો, ૩. તિરસ્કાર ભાવો, ૪. અભાવ