________________
વર્તે છે ! આત્મા તન્મયાકાર થતો જ નથી. માત્ર ‘રોંગ બિલિફ' જ થાય છે કે ‘હું જ છું આ’ ને ‘મને જ અડ્યું' ને ‘આ મારું જ’ ! બસ, આટલું જ તોફાન છે ! તેનાથી આ પરમાત્માની દશા તો જુઓ !
૩૮૬૩ મેં તો દુનિયાની શોધખોળ કરી ; ‘પોતે’ પરમાત્મા થઈને આ
દશા !!! તે ક્રૂર મશ્કરી છે આપણી ! પરમાત્મા થઈને પોલીસવાળો ટૈડકાવે તો આપણે સાંભળ્યા કરવાનું, આમ કરીને ?! ક્રૂર મશ્કરી છે આ તો ! આ મશ્કરી થાય છે તો ય રીસ ચઢતી નથી ? તો ય પાછો શાદી કરવા જાય છે ! અલ્યા, આ તો મશ્કરી છે, મશ્કરી !
૩૮૬૪ ભ્રાંતિ એ જ તારી માયા, એ જ તારો અહંકાર, એ જ તારું અજ્ઞાન ને એ જ તારી બહિર્મુખી દશા !
૩૮૬૫ યથાર્થ સ્વરૂપે આત્મા ‘કેવળ જ્ઞાન સ્વરૂપ’ છે. તેની ‘રોંગ બિલિફ' બેસતાં બેસતાં શી દશા થઈ ગઈ છે તે તો જુઓ ! ‘રોંગ બિલિફ’ કેવી રીતે તો, માસી સાસુનો છોકરો આવે તો ય તરત જ ખબર પડી જાય ! શું થાય હવે ? ‘પડી પટોળે ભાત તે ફાટે પણ ફીટે નહીં !'
૩૮૬૬ આ જગત બધું નૈમિત્તિક છે. આ જગતમાં કોઈ કર્તા થયો જ નથી ને કોઈ કર્તા જન્મ્યો ય નથી. આ ભ્રાંતિથી કર્તા થાય છે, તેનાં કેવાં કેવાં કર્મો ચોંટે છે !
૩૮૬૭ જ્યાં સુધી પોતે કર્તા થાય ત્યાં સુધી ‘કોણ કર્તા છે’ તે સમજાય નહીં અને જે કર્તા છે એ સમજાઈ જાય તો પોતે કર્તા રહે નહીં !
૩૮૬૮ લૌકિક ભગવાન સર્જનહાર છે. અલૌકિક ભગવાન સર્જનહાર નથી.
૩૮૬૯ આ વર્લ્ડમાં કોઈથી એમ કહી શકાય એવું નથી કે ‘આ હું
કરું છું !’ એવો કોઈને હક્ક લાગુ ના થાય. ભગવાનથી પણ એમ ના કહેવાય કે મેં આ બનાવ્યું છે ! ભગવાન ‘મેં બનાવ્યું' કહે તો બીજાં તત્ત્વો કહે કે ‘લે ભઈ, બનાવ ત્યારે બીજી દુનિયા, અમે ખસી જઈએ છીએ.' તે ખસી જાય તો ભગવાન તો આમ લખોટા માર્યા કરે ! હવે બીજાં તત્ત્વો રોફમાં આવી જાય ત્યારે ભગવાન કહે, ‘હું ખસી જઉં છું.’ એટલે પેલાં બીજાં તત્ત્વો કહે, ‘ના ભઈ, આપણા બધાંનો હક્ક છે !' આ તો છ યે તત્ત્વોની ‘ઇકવલ પાર્ટનરશીપ’ (સરખી ભાગીદારી) છે !
૩૮૭૦ કુદરતે એવી કળા મૂકી છે કે આ જગત બંધ થાય જ નહીં. ભગવાનને પણ બંધ કરી દેવું હોય તો ય ના થાય ! એટલે પછી ભગવાને ધીરજ પકડી કે ‘શું બને છે’ એ જોયા કરો. અને જેને છૂટવું હોય તે એવી ધીરજ ધરજો. જેને આ જગત પોષાતું ના હોય, તે શું બન્યા કરે છે તે જોયા કરો તો છૂટશો. ‘અમે’ પણ એવું જ કરીએ છીએ. આવી ફસાયા ભાઈ, આવી
ફસાયા !
૩૮૭૧ જગત આખું નિમિત્ત ભાવે છે, પણ એ નિમિત્ત ભાવે છે એમ બોલી ના શકે ને વર્તી ય ના શકે. અમે નિમિત્ત ભાવમાં જ હોઈએ.
૩૮૭૨ જગત આખું નૈમિત્તિક ભાવે ચાલે છે. નૈમિત્તિક ભાવે એટલે તમે મારા દબાણથી કરો ને હું કોઈના દબાણથી કરું એમ ચાલ્યા જ કરે !
૩૮૭૩ ડુંગર ઉપરથી પથરો પડે, તેને લોક કશું નથી કહેતા ને કોઈ માણસે માર્યું તો બૂમાબૂમ કરી મૂકે છે ! લોકો એવું જાણે છે કે આ માણસ જીવતો છે ! ખરી રીતે બન્ને સરખું જ છે, પણ આ સમજાય નહીં ને ?! આ જ ભગવાનની માયા છે ! એ જ ફસાવે છે ! જ્ઞાનીઓએ આને પ્રકૃતિ કહી. એમાં આત્મા