________________
ભાવો. આ ચાર પગથિયાં ચઢ્યા પછી પાંચમું પગથિયું ભગવાન મહાવીર ચઢ્યા હતા, તે છેલ્લું વીતરાગ વિજ્ઞાન'નું
પ્લેટફોર્મ' છે ૩૮૯૦ હિંસક ભાવ એટલે કંઈ પણ કિંચિત્માત્ર ને હિંસા અથવા
કોઈનું નુકસાન કરવાનું, કોઈની પર ગુસ્સે થવાનું, દુઃખ
દેવાનું, પીડા દેવાનું એવાં ભાવો, તે પહેલાં જવા જોઈએ. ૩૮૯૧ હિંસકભાવ જાય પછી પીડાકારક ભાવ જવા જોઈએ. ઊંચી
નાતમાં હિંસક ભાવો જતા રહ્યા છે અને પીડાકારક ભાવો
રહ્યા છે. આખો દહાડો કષાયો કરે છે ! એ જવા જોઈએ. ૩૮૯૨ પીડાકારક ભાવ જાય પછી તિરસ્કાર ભાવ જવા જોઈએ. મહીં
છૂપા તિરસ્કાર રહે, સામાની ક્રિયા પર તિરસ્કાર આવ્યા કરે
૩૮૯૩ તિરસ્કાર ભાવ જાય પછી ચોથો અભાવ ભાવ જવો જોઈએ.
અભાવ ભાવ એટલે પોતાના દોષ તો ગયેલા હોય પણ સામાની ભૂલને લઈને પોતાને અભાવ આવે. એ કેટલો મોટો ગુનો કહેવાય ? “મહાત્માઓ' ચોથા “સ્ટેજ'માં આવી જવા
જોઈએ. અભાવ ભાવનાં પ્રતિક્રમણ કર્યા કરવાં પડે. ૩૮૯૪ ભગવાન મહાવીર હિંસક, પીડાકારક, તિરસ્કાર ને અભાવ
ભાવનાં ચારેય પગથિયાં ચઢીને છેલ્લા “વીતરાગ વિજ્ઞાનના
પ્લેટફોર્મ પર પહોંચ્યા હતા ! ૩૮૯૫ જગત બંધ થઈ જશે તો? બંધ થાય એવું જ નથી. કારણ કે
જગત સ્વાભાવિક છે. એનો સ્વભાવ જ એવો છે કે નિરંતર ચાલ્યા જ કરે. વડમાંથી બીજ ને બીજમાંથી વડ. લોક કહે છે કે ભગવાન ચલાવે છે. જો કોઈ ચલાવનાર હોય તો વહેલું મોડું બંધ થાય જ. મોક્ષ થાય છે તે ય સ્વભાવથી જ થાય છે ! માટે કશું અટકી જશે, બગડી જશે એવું છે જ નહીં. રામચંદ્રજી
ગયા, કૃષ્ણ ગયા તો યે જગત ચાલ્યું ! આ જગત કોઈએ
બનાવ્યું નથી, આ તો સ્વભાવથી જ ચાલે છે !!! ૩૮૯૬ કોઈ બાપો ય કર્તા આ જગતમાં ઉત્પન્ન થયો નથી. ભગવાન
જો કર્તા થાય તો તેને કર્મ બંધાય. ૩૮૯૭ જગતનિયંતા શક્તિ છે, પણ તે ભગવાન નથી. લોક એ
શક્તિને જ ભગવાન કહે છે. ૩૮૯૮ ભગવાને આ જગત બનાવવામાં કશું જ કર્યું નથી. એ તો
ખાલી નિમિત્ત છે, એમની ખાલી હાજરી જ છે. ભગવાનની
હાજરીને લઈને આ “સાયન્સ' બધું ચાલી રહ્યું છે ! ૩૮૯૯ “સાયન્ટિફિક સિદ્ધાંત શું છે ? ભગવાનની હાજરીથી “રોંગ
બિલિફ’ ઉત્પન્ન થાય છે. ભગવાનની હાજરીથી સંસાર બંધ
થાય છે. ભગવાનની હાજરીથી પરમાત્મપદ ઉત્પન્ન થાય છે. ૩૯૦૦ “કર્તા પોતે છે એમ માનવાથી જગત ઊભું રહ્યું છે ને કર્તા
કોણ છે' એ જાણે તો છૂટે. આ “ભગવાન” કર્તા નથી ને
લોકો’ ય કર્તા નથી. કર્તા તો બીજી શક્તિ છે, જે કામ કરી
રહી છે. અમે એને ‘વ્યવસ્થિત શક્તિ' કહીએ છીએ. ૩૯૦૧ ‘વ્યવસ્થિત' એટલે ? ઓન્લી સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ
એવિડન્સ છે ! ૩૯૦૨ અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપો ય રચનાર
નથી અને તે “વ્યવસ્થિત છે. ‘વ્યવસ્થિત' છે તે સ્વાભાવિક છે અને અનંત કાળ સુધીનું છે. કોઈને બનાવવું પડે તેવું આ
છે નહીં. ૩૯૦૩ આ જગતનાં “મૂળ તત્ત્વો’ છે તે “સ્વાભાવિક' છે. તે
‘રિલેટિવ'માં આવે છે ત્યારે ‘વિભાવિક' થાય છે. ૩૯૦૪ ‘એક્ઝક્ટ'માં આ જગતમાં શું છે ? મૂળ “છ વસ્તુઓને