________________
આપ્તસૂત્ર
અનંતકાળનો રોગ જાય.
૩૫૨ રાગ-દ્વેષથી માલિકીપણાનો ભાવ નક્કી કરવો, એનું નામ ‘પરિગ્રહ’.
૩૫૩ પરિગ્રહ એટલે શું ? ખરેખર એ ગ્રહ નથી. તમારી સંસારદ્રષ્ટિ છે તો પરિગ્રહ ચોંટ્યો. તમારી આત્મદ્રષ્ટિ છે તો પરિગ્રહ ચોંટતો નથી.
૩૯
૩૫૪ વસ્તુની મૂર્છા એ પરિગ્રહ છે. વસ્તુની મૂર્છા નહીં એ અપરિગ્રહ છે.
૩૫૫ પૌદ્ગલિક ભાવના એ બધો જ પરિગ્રહ છે !
૩૫૬
૩૫૭
આ જગતમાં કેટલી ચીજ વસાવીએ ? ચીજો અપાર છે. જરૂર પડયે ચીજ મળી જ રહેશે. માટે નિશ્ચિંત રહો.
૩૫૮
જેટલી જરૂરિયાત ઓછી, એટલું જીવન સારું ચાલે. ૩૫૯ પરિગ્રહ કેટલો સંઘરવાનો ? બોજો ના થઈ પડે એટલો.
જ્યાં મારાપણાનો ભાવ હોય, ત્યાં પરિગ્રહ છે. ‘આ મારું’ કહ્યું ત્યાં પરિગ્રહ છે ને ભાડાનું કહ્યું ત્યાં છે કશું ?
૩૬૦ બધી વસ્તુ ‘ઇફેક્ટિવ’ છે. જો તમને ‘ઈફેક્ટ' ના થતી હોય, તો જથ્થાબંધ રાખો અને ઈફેક્ટ થતી હોય તો ઓછામાં ઓછું રાખો.
૩૬૨
૩૬૧ સંપૂર્ણ પરિગ્રહોમાં સંપૂર્ણ અપરિગ્રહી રહે, તે છેલ્લી ‘ટેસ્ટ એક્ઝામિનેશન છે’ !
સંસારના પદાર્થોમાંથી ચિત્ત તમારો હટાવવું છે ? હટાવનાર કોણ ? તમે ને ? તમે એટલે ચંદુભાઈ ને ? ‘તમે કોણ છો ?’ એ નક્કી થયા વગર શી રીતે તમે હટાવો ?
४०
આપ્તસૂત્ર
૩૬૩ ગ્રહને ઓછા કરવાના નથી, પરિગ્રહને, મૂર્છાભાવને ઓછા કરવાના છે. ગ્રહ તો જ્ઞેય છે.
૩૬૪
૩૬૫ આપણને મૂર્છિત કરે, બેભાન કરે, એ મોહ કહેવાય. મોહ એટલે બેભાનપણું. બેભાનપણું એટલે ‘પોતે’ કોણ છે તે નહીં જાણવું તે.
૩૬૬
૩૬૭ ‘જે છે તે’ દેખાતું નથી ને ‘જે નથી તે’ દેખાય છે, એનું નામ જ મોહ.
૩૬૮
૩૬૯
ગ્રહ જો પરિગ્રહ ના થતો હોય તો કશો વાંધો નથી. મૂર્છા ગઈ કે પરિગ્રહ ગયો ! અને અકર્તા થયો એટલે આરંભ ગયો ! આરંભ-પરિગ્રહ જાય કે ‘કેવળજ્ઞાન' થાય !!!
૩૭૧
૩૭૦ ‘મહીં’ પડેલા ઘા રૂઝાઈ જાય છે તે મોહને લઈને જ. નહીં તો વૈરાગ જ આવી જાય ને ?!
૩૭૨
જ્યાં જ્યાં મોહ પેસે, ત્યાં ત્યાં દુઃખ થાય.
બહુ દુ:ખ વેઠ્યાં છે. જો તેની નોંધ કરે ને તો ય મોહ છૂટી જાય ! છતાં મોહ ઊતરતો નથી ને માર ખવડાય ખવડાય કરે છે !
જેમ જેમ અજ્ઞાનતા વધે, તેમ તેમ વિકલ્પો વધે ને તેમ તેમ મોહનાં સાધનો વધારે પ્રાપ્ત થાય. કાદવમાં ગરકયા પછી શું
થાય ?
મોહની બહાર જાય તો મોક્ષ છે. મોહ એ વિકલ્પ છે. મોહ પૂરો થયો એ નિર્વિકલ્પ છે !
૩૭૩ સંકલ્પ-વિકલ્પને જે જાણે તે નિર્વિકલ્પ. મનના ધર્મને પોતાનો ધર્મ માને તે સંકલ્પ-વિકલ્પ ને પોતાના’ ધર્મને ‘પોતાનું’ જાણે તે નિર્વિકલ્પ ! નિર્વિકલ્પ થાય ત્યારે નિર્ભયપદને પામે.