________________
આપ્તસૂત્ર ૩૭૪ “હું ચંદુભાઈ છું' એ વિકલ્પ ને ‘આ મારું છે' એ સંકલ્પ. ૩૭૫ આત્મા કલ્પસ્વરૂપ છે. કલ્પસ્વરૂપ નિર્વિકલ્પ ભાવે રહે તો
તે પરમાત્મા જ છે અને વિકલ્પ ભાવે રહે તો તે સંસારી છે. નિર્વિકલ્પ ભાવે રહેવું એ કરોડો અવતારે ય પ્રાપ્ત થવું મુશ્કેલ છે. એ તો “જ્ઞાની પુરુષ' ભેગા થાય ત્યારે જ એ
પદને પામે. ૩૭૬ નિર્વિકલ્પ' તો ‘જ્ઞાની પુરુષ' સિવાય કોઈ હોય જ નહીં. હા,
‘જ્ઞાની'ના કપાવંત હોય તે નિર્વિકલ્પ બની શકે. કારણ કે નિર્વિકલ્પીની આરાધના કરે એ નિર્વિકલ્પ થાય ને વિકલ્પીની
આરાધના કરે એ વિકલ્પી થાય. ૩૭૭ આત્મા એકલો જ જાણવા જેવો છે. બીજું જાણવાથી વિકલ્પ
વધે. ૩૭૮ જગતનાં લોકો જે જાણે છે એવું જગત નથી. જગત વિકલ્પી
છે અને “વિજ્ઞાન' નિર્વિકલ્પી છે. ૩૭૯ સંકલ્પ-વિકલ્પ એ જ આરોપિત ભાવ છે. ૩૮૦ જેટલા વિકલ્પ છે એટલી ચીજ છે. જે ચીજ નથી તેનો
વિકલ્પ ઉત્પન્ન ના થાય. ૩૮૧ પોતે પોતાની મેળે જાળું ઊભું કરવું એ વિકલ્પ અને સંકલ્પ
એટલે તન્મયતા કરી એ જાળામાં રહેવાનું કર્યું એ. ૩૮૨ ભ્રાંતિ એ બુદ્ધિજન્ય જ્ઞાન છે. બુદ્ધિજન્ય જ્ઞાન એ વિકલ્પી
હોય. જ્યારે સાચું “જ્ઞાન” નિર્વિકલ્પી છે. એમાં જુદાઈ
જરાય નથી. એટલે સાચા જ્ઞાનની વાત જ સમજવાની છે. ૩૮૩ આખા જગતના તમામ “સબ્બક' જાણે, પણ અહંકારી
જ્ઞાન એ બુદ્ધિમાં સમાય ને નિર્અહંકારી જ્ઞાન તે “જ્ઞાન”માં સમાય.
૪૨
આપ્તસૂત્ર ૩૮૪ બુદ્ધિ “ઇનડાયરેક્ટ' પ્રકાશ છે અને “જ્ઞાન” એ “ડાયરેક્ટ'
પ્રકાશ છે. આત્માનો જે પ્રકાશ છે તે અહંકારના ‘મિડિયમ”
યૂઆવે તે બુદ્ધિ. ૩૮૫ અહંકાર એ પોતાની મિલકત કહેવાય. અનંત અવતારની જે
કમાણી છે કે ખોટ છે તે અહંકારની અંદર આવે. જેવો જેનો અહંકાર તેવું તેનું ‘મિડિયમ' અને તેવું તેને બુદ્ધિનું ‘લાઈટ'
મળ્યા કરે. બહુ સારી પુણ્ય હોય ત્યારે બુદ્ધિ બહુ ઊંચી હોય. ૩૮૬ આ અહંકારે જ આત્મા વચ્ચે ભેદબુદ્ધિ ઊભી કરી દીધી છે !
એની જ ફાચર છે !!! ૩૮૭ બુદ્ધિ પર-પ્રકાશક છે, આત્મા સ્વ-પર પ્રકાશક છે ! ૩૮૮ અધ્યાત્મમાં અહિત કરે અને સંસારમાં હિત કરે, એનું નામ
‘વિપરીત બુદ્ધિ'. સંસારમાં ય હિત કરે ને અધ્યાત્મમાં ય
હિત કરે, એનું નામ “સમ્યક્ બુદ્ધિ'. ૩૮૯ “સબુદ્ધિ' એનું નામ કે ક્યારેય પણ વિરોધાભાસ ના લાવે.
જ્ઞાની પુરુષ' પાસે એક કલાક બેસવાથી બુદ્ધિ ઉત્પન્ન
થાય. ૩૯૦. ‘અમને' બુદ્ધિ ના હોય. “અમને' જો બુદ્ધિ હોય તો ‘અમેય
ઈમોશનલ' થઈ જઈએ. “અમે' “અબુધ' છીએ. માટે બુદ્ધિશાળીએ ‘અમને જીતવા જતાં વિચાર કરવો પડે કે
અબુધને શી રીતે જિતાય ? ૩૯૧ બુદ્ધિ ‘ઈમોશનલ કરાવે, આ ટ્રેન “ઈમોશનલ' થાય તો શું
થાય ? “એક્સિડંટ'. તેનાથી કેટલાય લોકો મરી જાય. તેમ આ મનુષ્યો “ઈમોશનલ' થાય છે, તેનાથી મહીં પાર
વગરની જીવાતો મરી જાય છે ! માટે ‘મોશન'માં રહો. ૩૯૨ જ્ઞાન પ્રગટ થયું જ્યારે કહેવાય ? વીતરાગતા ઉત્પન્ન થાય