________________
૩૦૪૬ આત્માથી જુદો, એનું નામ બુદ્ધિ. જેટલી બુદ્ધિ સમાઈ ગઈ
એટલે આત્મામાં સમાઈ ગયો અને બુદ્ધિ સવશે સમાઈ ગઈ
એટલે આત્મામાં સંપૂર્ણ તે રૂપ થઈ જાય ! ૩૦૪૭ બધાંએ બુદ્ધિના ઘરની વાત કરી છે. જ્યાં બુદ્ધિ ના પહોંચે
એ ખુદાના ઘરની વાત. અને જ્યાં બુદ્ધિ પહોંચે એ
સંસારીઓનાં ઘરની વાત. ૩૦૪૮ જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી આત્માની અનુભૂતિ કોઈ દહાડો
ય થાય નહીં. ૩૦૪૯ સંસારમાં બધો બુદ્ધિવાદ છે. જ્ઞાનવાદ હોય તો જ ત્યાં આગળ
કામ થાય. ભગવાનનો જ્ઞાનવાદ હતો. વીતરાગ વિજ્ઞાન
એટલે જ્ઞાનવાદ. ૩૦૫૦ બુદ્ધિ એ પરપ્રકાશક છે. એટલે આપણે સ્વરૂપને જોવું હોય
તો ય ના જોવા દે. બીજું દેખાડે. ૩૦૫૧ બુદ્ધિ આપણે બંધ કરવી હોય તો ય ના થાય. બુદ્ધિ બંધ તો
‘જ્ઞાનીની કૃપાથી થાય. બહુ કૃપા હોય તો થાય. ૩૦૫૨ સુખ પોતાના સ્વરૂપમાં છે, ત્યાં અહંકાર નથી. ત્યાં
અહંકારની રેફ નથી, ત્યાં આગળ સુખ છે ! ૩૦૫૩ સીધાંને સીધો અહંકાર આવે. વાંકાને વાંકો અહંકાર આવે.
અહંકાર એક જ પ્રકારનો ને રંગ જુદા જુદા લાગે ! ૩૦૫૪ અહંકાર એવો હોવો જોઈએ કે જાણપણું વધે. તેને બદલે
જાણપણા પર આવરણ આવે એવો અહંકાર છે ! અહંકારથી અંધ થઈ જાય, જાણપણું ખોવાઈ જાય, એ અહંકાર બહુ
નુકસાન કરે. ૩૦૫૫ આરોપિત ભાવ એ અહંકાર છે. તને જો સંસારી સુખ જોઈતાં
હોય તો એનો પોઝિટિવ” ઉપયોગ કર, એમાં નેગેટિવ' ના
ઘાલીશ. તને દુ:ખો જ ખપતાં હોય તો ‘નેગેટિવ' રાખજે અને સુખ-દુઃખનું મિક્ષચર ખપતું હોય તો બેઉ ભેગાં કર અને તારે મોક્ષે જ જવું હોય તો આરોપિત ભાવથી મુક્ત થા. તારા સ્વભાવ-ભાવમાં આવી જા ! આ ત્રણ વાક્યો પર જગત આખું
ચાલી રહ્યું છે ! ૩૦૫૬ દરેકનો અહંકાર જુદો જુદો હોય અને અહંકાર “ધૂ” પ્રકાશ
નીકળે છે, તેથી દરેકની બુદ્ધિ જુદી જુદી હોય ! ૩૦૫૭ આત્મદર્શન’ થયા પછી ભેદબુદ્ધિ ના રહે. પછી ‘બુદ્ધિ એ
કરીને’ અભેદતા રહે ને વ્યવહાર દરેક જોડે જુદો જુદો રહે.
વ્યવહારમાં જે ભેદ દેખાય એ તો વિવેક છે. ૩૦૫૮ આ બધો ભેદ ઊભો થયો છે તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ
જુદા જુદા છે, તેનાથી ભેદબુદ્ધિ ઊભી થાય છે ! ૩૦૫૯ બુદ્ધિને ગીરો ક્યાં મૂકવાની ? એ તો “અબુધ’ થવું પડશે, જો
‘રિયલ’ સ્વરૂપ થવું હોય તો. બુદ્ધિનો તો અનંતકાળનો વાસ થયેલો છે. એટલે આપણે નક્કી કરવું કે હવે બુદ્ધિ ના જોઈએ.
એટલે “અબુધ' થવાશે. ૩૦૬૦ અમે “અબુધ’ છીએ. ‘વ્યવસ્થિત'નું જ્ઞાન ના હોત તો “અમે’
પણ બુદ્ધિ ના છોડત. એટલે ‘અમે તમને કહીએ છીએ કે
વ્યવસ્થિત છે, અબુધ થઈને બેસી જશો તો ચાલશે.” ૩૦૬૧ બુદ્ધિ હંમેશાં “સેન્સિટિવ' કરે ને “સેન્સિટિવનેસથી સંસાર
ઊભો છે ! ૩૦૬૨ બુદ્ધિ એટલે ‘ન્યૂ પોઈન્ટ', સંસારમાં ચારો ચરાવનાર ને માર
ખવડાવનાર. ૩૦૬૩ કોઈને ય આપણા નિમિત્તે સહેજ પણ અડચણ ના પડે, એનું
નામ બુદ્ધિ.