________________
૩૦૬૪ વિનાશી ચીજો જોઈ ‘ઈમોશનલ” થાય એ બુદ્ધિ. ૩૦૬૫ અવધાન શક્તિ એ ધારણશક્તિ છે. એ બુદ્ધિને અનુસરીને છે,
બુદ્ધિની જાગૃતિ છે એ ! જ્ઞાનને અનુસરીને નથી. જ્ઞાનને ને
અવધાનને લેવાદેવા નથી. છેવટે જ્ઞાનની જાગૃતિ જોઈશે. ૩૦૬૬ સમ્યક્ બુદ્ધિ એ સંસ્કારેલી બુદ્ધિ છે. એ સંસ્કારેલી બુદ્ધિ હોતી
જ નથી. “જ્ઞાની પુરુષ' પાસે બેસવાથી બુદ્ધિ સમ્યક્ થાય તેમ
૩૦૬૭ આત્મામાં આત્મબુદ્ધિ એ મોક્ષ છે અને દેહમાં આત્મબુદ્ધિ એ
સંસાર છે ! ૩૦૬૮ સમજ એ કાયમની મિલકત છે. બુદ્ધિ એ “ટેમ્પરરી’ મિલકત
છે.
૩૦૬૯ વિચાર કરીને “જ્ઞાન' સમજાય એવું જ નથી. દર્શનથી
સમજાય એ ખરું. “ક્રમિક માર્ગમાં જ્ઞાનને વિચાર કરીને સમજવાનું છે. અક્રમમાં એવું નથી. ક્રમિકમાં તો ‘નોન સ્ટોપ”
વિચારો આવ્યા જ કરે. ૩૦૭૦ મન એ તો ‘લેબોરેટરી' છે. એમાં કશું મૂકો ને વિચારણા કરો
તો તે તારણ કાઢી આપે. મન બધા પર્યાય દેખાડે, “રડાર'ની
૩૦૭૪ જે ચિત્તને ડગાવે એ બધા જ વિષયો છે. ૩૦૭૫ અશુદ્ધ ચૈતન્યને ચિત્ત કહે છે. અશુદ્ધ પણ ચૈતન્ય છે ! ૩૦૭૬ ચિત્તની જેટલી શુદ્ધિ થાય, પછી ‘ફિલ્મ' પડતી એટલી બંધ
થતી જાય. ચિત્ત અશુદ્ધ છે ત્યાં સુધી ‘ફિલ્મ” પડ્યા જ
કરવાની અને એ જ ‘ફિલ્મ' છે સંસાર ! ૩૦૭૭ ચિત્ત જે જુએ ત્યાં “ફિલ્મ’ પડે. “આ સરસ છે, આ ખરાબ
છે” એમ બે ભાવો ઉત્પન્ન થાય, ત્યાં કર્તાનો આરોપ કરે,
એટલે નવી ‘ફિલ્મ” ચાર્જ થાય. ૩૦૭૮ ચિત્તને જેટલો વખત “આપણે” “જોયા' કરીએ એટલી એની
શુદ્ધિ થતી જાય. ચિત્તની શુદ્ધિ થતાં સુધી આ યોગ બરોબર જમાવવાનો છે ! એને સાથ ના આપીએ ને એને જોયા કરીએ
એટલે આપણે છૂટા થઈએ ! ૩૦૭૯ “સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી ચિત્તની નવી ફિલ્મો' પડતી બંધ
થઈ જાય. મનનું જૂનું હોય તેટલું જ ‘ડિસ્ચાર્જ થયા કરે. નવું ઉત્પન્ન ના થાય. અહંકાર કામ કરતો બંધ થઈ જાય, જૂનો છે એટલો જ “ડિસ્ચાર્જ થાય. બુદ્ધિ પણ જૂની છે એ
ડિસ્ચાર્જ' થયા કરે. નવી ઉત્પન્ન ના થાય. ૩૦૮૦ અંતઃકરણના કયા ભાગને પહેલી અસર થાય છે ? પહેલી
બુદ્ધિમાં અસર થાય છે. બુદ્ધિ જો હાજર ના હોય તો અસર
ના થાય. ૩૦૮૧ પહેલી અસર બુદ્ધિમાં થાય છે. ત્યાંથી પછી મનને અસર
પહોંચે છે. “અમને' બુદ્ધિ ના હોય તેથી કશી ભાંજગડ જ નહીં. બુદ્ધિ સ્વીકારનાર હોય તો ભાંજગડ છે. બુદ્ધિ પછી મન
પકડી લે ને પછી મન કૂદાકૂદ કરી મૂકે ! ૩૦૮૨ વાગોળવાની ક્રિયા કોણ કરે છે ? મન, બુદ્ધિ જો વચ્ચે
જેમ.
૩૦૭૧ ચિત્ત પોતાની સ્વતંત્ર “ફિલ્મને લઈને ભટકે છે અને મન એ
ગ્રંથિઓને લીધે છે. ૩૦૭૨ ચિત્તને માટે જ આ બધા ધર્મો કરવાના છે, એટલાં પૂરતો જ
ચિત્તને અવકાશ મળે છે. નહીં તો એ ચિત્ત અનઅવકાશપણે
ભટક્યા કરે. ૩૦૭૩ ભયંકર ભીડને લઈને મન પોતાની રક્ષા કરવાનું ખોળે છે.
એટલે વિચારો આવે નહીં, તે ઘડીએ ખરી મજા આવે !!