________________
શુદ્ધાત્માનો છે.” એટલે મૂર્તિ તમારા શુદ્ધાત્માને પાછું મોકલી
આપે છે. આને પરોક્ષ ભક્તિ કહેવાય ! ૩૦૨૮ પરોક્ષ ભક્તિ એટલે શું? પોતે જેની ભક્તિ કરે છે તે ખરેખર
તેની નથી કરતો, પણ પોતાના જ આત્માની કરે છે ! આ મૂર્તિઓ, મંદિરો ના હોત તો હિન્દુસ્તાનના લોકોને ભગવાન
યાદ જ ન આવત ! ૩૦૨૯ ખુદાઈ ચમત્કાર એટલે સામાએ આપણને ગાળો ભાંડવી
હોય, ઘર નક્કી કરીને આવ્યો હોય તો ય તેનાથી બોલાય
નહીં, એવું કરી નાખે ! ૩૦૩૦ જેને ચમત્કાર કરવો નથી, ત્યાં ચમત્કારો બહુ હોય ! ૩૦૩૧ ઘણાંને ધ્યાન થાય એટલે સૂર્યના તેજ જેવું અજવાળું અજવાળું
દેખાય છે. એ શું છે ? એ ચિત્ત ચમત્કાર છે. ચિત્તની
એકાગ્રતા થાય એટલે એવું બધું થાય ! ૩૦૩૨ અશુદ્ધ ચિત્ત ક્યાં સુધી ? જ્યાં સુધી એને લાલચો છે. ‘આમાં
સુખ છે, આમાં સુખ છે.' એ જ્યારે પોતાના ઘરનું સુખ જુએ
પછી બહાર નહીં નીકળે. ૩૦૩૩ ચિત્તની અશુદ્ધિને લઈને આ જગત ઊભું થયું છે ! ચિત્તશુદ્ધિ
થઈ જાય એટલે કામ થઈ ગયું ! ચિત્ત અશુદ્ધિમાં પોતાની સંસાર અભિમુખ દ્રષ્ટિ છે, જેને સાપેક્ષ દ્રષ્ટિ કહે છે. એને લઈને ચિત્તની અશુદ્ધિ છે. નિરપેક્ષ દ્રષ્ટિ થાય એટલે
ચિત્તશુદ્ધિ થઈ જાય ! ૩૦૩૪ બુદ્ધિ છે ત્યાં સુધી સંસાર છે ને બુદ્ધિ ગઈ એટલે સંસાર
ખલાસ થઈ જાય. બુદ્ધિ છે ત્યાં સુધી ચંચળતા છે, ને
ચંચળતા ગઈ તો થઈ ગયો ભગવાન ! ૩૦૩૫ બુદ્ધિને લઈને અહંકાર ઊભો રહ્યો છે. અહંકારને લઈને સંસાર
ઊભો રહ્યો છે. જ્યારે અહંકાર-બુદ્ધિ બેઉ વપરાશે નહીં ત્યારે
મુક્તિનો માર્ગ, જ્ઞાનપ્રકાશ થશે ! સંપૂર્ણ પ્રકાશ !!! ૩૦૩૬ બુદ્ધિનો પ્રકાશ એવો છે કે અથડામણથી ઉત્પન્ન થાય. નફા
ખોટની બુદ્ધિ અથડામણથી આવે છે. બુદ્ધિ એ અથડામણનો
સરવાળો છે. ૩૦૩૭ અક્કલ તો કોનું નામ કહેવાય કે જે નઠારામાં નઠારા માણસ
જોડે ‘એડજસ્ટ' થઈ જાય છે ! ૩૦૩૮ ઉપાધિ ઘટાડે, એનું નામ અક્કલ. ૩૦૩૯ સદ્દબુદ્ધિ એનું નામ કે ક્યારે ય પણ વિરોધાભાસ ના લાવે ! ૩૦૪૦ સમ્યક્ બુદ્ધિ એટલે આ લોકનું સુધારે ને પરલોકનું ય સુધારે.
વિપરીત બુદ્ધિ આલોક ને પરલોક બન્નેનું ય બગાડે. “જ્ઞાની' પાસે બેસવાથી બુદ્ધિ સમ્યક્ થાય. સમ્યક્ બુદ્ધિ વ્યવહારના ભાગને ‘વ્યવસ્થિત ગોઠવી આપે ને વિપરીત બુદ્ધિ ઊંધું કરી
આપે ! ૩૦૪૧ બુદ્ધિ એવી ‘ડેવલપ’ થઈ શકે છે કે પોતાનાં સર્વસ્વ દુઃખો
મટાડી શકે. ૩૦૪૨ સમ્યક્ બુદ્ધિનું અત્યારે દેવાળું નીકળ્યું છે ! કો'ક જરાક કહે તો
તરત અસર થઈ જાય છે ! વ્યવહાર “એડજસ્ટ' કરે, નવી ખોટ
ખાય નહીં ને જૂની ખોટ વસૂલ કરે, તે સમ્યક્ બુદ્ધિ. ૩૦૪૩ બુદ્ધિનાં બારણાં બંધ થાય ત્યારે મોક્ષની તૈયારીઓ થાય. ૩૦૪૪ ભગવાન શું કહે છે? કે તું ને હું જુદા ત્યાં સુધી સંસાર, ને
એકતા થઈ ત્યાં પોતે ભગવાન ! ૩૦૪૫ આ તમે જેટલું જુઓ છો, વાંચો છો, સાંભળો છો, એ બધું
ય કલ્પિત છે. ભગવાન બુદ્ધિથી અગમ્ય છે અને જગત બુદ્ધિથી જુએ છે. તે કેમનો મેળ ખાય ?