________________
૩૦૨૨ ચિત્તની એકાગ્રતા તો મન કૂદાકૂદ કરતું હોય તો ય રહે તેમ
છે. ઘણાંને મનની સ્થિરતા હોય પણ ચિત્તની એકાગ્રતા ના હોય. આપણે “અહી” કંઈ ઓર જાતની ચિત્તની એકાગ્રતા થાય છે. ચિત્તની ખરી એકાગ્રતા ક્યારે થાય છે કે જ્યારે માણસને ખરાબ વિચાર આવે છે, ત્યારે ‘પોતે' આખા જગતથી છૂટો થઈ જાય છે ! કારણ કે ખરાબ વિચાર
પોતાનાથી સહન ના થાય ! ૩૦૨૩ સંસારની બહાર ચિત્ત રહેવું, અસંસારી દશામાં ચિત્ત રહેવું
એટલા માટે આ બધા ધર્મો છે. એટલા માટે મૂર્તિમાં ચિત્ત રાખે, ચક્રો ઉપર ચિત્ત રાખે પણ એક જગ્યાએ એનું રહેવું મુશ્કેલ છે. લોકો ચિત્ત મૂર્તિમાં રાખે, પણ તે ચિત્ત ભગવાનમાં રહે નહીં પણ એટલો વખત સંસારમાં ના રહે એટલે સંસાર મોળો પડે. અને “આપણું' તો ચિત્ત ભગવાનમાં જ રહે છે
૩૦૧૫ આખા શરીરમાં મોટામાં મોટી વસ્તુ ચિત્ત છે ! મનનો કશો
વાંધો નથી. ચિત્ત અમારા વશ રહ્યા કરે પછી મન છોને
કૂદાકૂદ કરે ! ૩૦૧૬ ચિત્ત વળ્યું વળે તેવું નથી. તેથી યોગીઓ ચક્રો ઉપર ચિત્તને
ગોઠવ્યા કરે છે. એ મનની સાધના નથી, ચિત્તની સાધના છે ! ૩૦૧૭ મન તો ‘કમ્પ્લીટ ફીઝિકલ’ છે, જેમાં જરાય ચેતન નથી. મન
જોડે આત્મા તન્મયાકાર થાય તો જ અસર થાય. ૩૦૧૮ મનમાં ખરાબ વિચાર આવે છે ત્યારે ખરી ઊંચી દશા હોય છે.
કારણ કે ખરાબ વિચાર આવે ત્યારે “પોતે' એનાથી છૂટો રહી શકે. નહીં તો છૂટું રહેવાય એવું જ નથી. આવો સ્કોપ મળે ત્યારે એને કંટાળો આવે કે આ ક્યાં આવ્યા ? ‘અમને' ખરાબ વિચાર આવે તો તેની અમે વેલ્યુ જ ના ગણીએ. અમે તો ચિત્તને
જ જોઈએ કે હજુ કેમ ખરાબ જગ્યાએ જાય છે. ૩૦૧૯ મનમાં સરસ વિચાર આવે છે ત્યારે અજ્ઞાનતાને લીધે
તન્મયાકાર થઈ જાય છે. ખરાબ વિચાર આવે ત્યારે છૂટો
રહે, તેથી મન ‘આપણાથી જુદું છે એ સમજાય. ૩૦૨૦ ચિત્તનો ભટકવાનો ધંધો છે. ચિત્તની સવારી કરતાં આવડે તો
કામ થઈ ગયું. એને જો ફેરવતાં આવડે તો પાછું ફરી જાય તેમે ય છે ! ડાકોર જઈને દર્શન કરાવો તો તે ય કરે પાછું ! ચિત્ત એકાગ્ર થઈ ગયું એટલે થઈ રહ્યું ! “અમારે’ ચિત્ત
નિરંતર એકાગ્ર જ રહે, જરાય આઘુંપાછું ના થાય. ૩૦૨૧ આ જગતમાં ચિત્ત એકાગ્ર કરવાનાં સ્થાન જ નથી. ચિત્ત
એકાગ્ર કરવાનાં સ્થાનોમાં જાય છે ત્યાં મન સ્થિર થાય છે, ચિત્ત સ્થિર થતું નથી. ચિત્ત સ્થિર થયા વગર ચિત્ત પ્રસન્ન થાય નહીં. ચિત્ત પ્રસન્ન થયા વગર મુક્ત થવાય નહીં !
૩૦૨૪ જ્યાં સુધી આત્માનું ભાન થયું નથી, ત્યાં સુધી વીતરાગ
મૂર્તિની આરાધના કરો. મૂર્તિ તમને સમકિત સુધી લઈ જશે !
કારણ એની પાછળ શાસન દેવ-દેવીઓ છે. ૩૦૨૫ વ્યવહારના દેવ મૂર્ત સ્વરૂપે છે અને નિશ્ચયના દેવ અમૂર્ત
સ્વરૂપે છે. ૩૦૨૬ મૂર્તિ શાથી મૂકી છે ? એની પાછળ શી ભાવના છે ?
સાહેબ, તમે સનાતન સુખવાળા છો ને હું તો ‘ટેમ્પરરી' સુખવાળો છું. મારે ય સનાતન સુખની ઇચ્છા છે.” ભગવાન સનાતન સુખવાળા છે, તેથી તો જુઓને મૂર્તિમાં છે તો ય
આપણા કરતાં રૂપાળા દેખાય છે. જાણે જોયા જ કરીએ ! ૩૦૨૭ આપણે ભગવાનની મૂર્તિનાં દર્શન કરીએ છીએ ત્યારે મૂર્તિ શું
કરે છે ? ‘ભાઈ, આ માલ મારો નથી, આ માલ તારા જ