________________
ઉત્પન્ન થાય. ૨૮૮૬ સંસારની જાગૃતિવાળાને સંસારમાં ક્યાંય મતભેદ ના થાય. ૨૮૮૭ જે જાગૃતિ જંપીને બેસવા ના દે, જંપીને ખાવા ના દે, જંપીને કશું
કરવા ના દે, તે જાગૃતિ “ફૂલિશનેસ' (મૂર્નાઈ) છે. જે જાગૃતિ
અસ્થિર જગ્યામાં જંપીને બેસવા દે તે ખરી જાગૃતિ છે. ૨૮૮૮ સંપૂર્ણ જાગૃત દ્રષ્ટિએ જગત ‘વ્યવસ્થિત' છે ને અજાગૃત
દ્રષ્ટિએ “અવ્યવસ્થિત' દેખાય છે. ૨૮૮૯ હિતાહિતનું ભાન તો કોને કહેવાય કે એકે ય ગૂંચ જોડે ના
લઈ જાય. ૨૮૯૦ જે જ્ઞાન “ઇમોશનલ' કરાવે એ સંસારી જાગૃતિ છે. સાચી
જાગૃતિ “ઇમોશનલ' ના કરાવે. ૨૮૯૧ જાગૃતિ શેમાંથી ઉત્પન્ન થઈ છે ? કડવાશમાંથી. ૨૮૯૨ જગત આખું ઊંધે છે ત્યાં “જ્ઞાનીઓ જાગે છે અને ‘જ્ઞાનીઓ
ઊધે છે ત્યાં જગત જાગે છે. ૨૮૯૩ આખી જિંદગીના દરેક કાર્ય જો ફિલ્મની પેઠે જોવામાં આવે
તો કોઈ કાર્ય એને અડે નહીં. ૨૮૯૪ કાબૂમાં કશું આવવાનું નથી. કાબૂમાં લેવાનું ય નથી, ખાલી
જાણ્યા કરવાનું. જ્ઞાતા-દ્રષ્ટા - પરમાનંદી ‘આપણે'. ૨૮૯૫ જાણ્યા કરવું એ આપણો સ્વભાવ છે. બગડ્યા કરવું એ
પુદ્ગલનો સ્વભાવ છે. ૨૮૯૬ ક્રિયા માત્ર પુદ્ગલની છે, એ પ્રકૃતિની છે. અને તે ‘આપણી’
સત્તામાં નથી. ૨૮૯૭ ક્ષણે ક્ષણે જગત ફર્યા કરે છે. આત્મા સ્થિર છે ને અસ્થિરને
જોવાનું છે. સ્થિરને જોવાનું ના હોય, અસ્થિરને જોવાની મજા
છે ! એક પછી એક જોયા જ કરવાનું ! ૨૮૯૮ ભગવાને ‘ક્રમિક જ્ઞાન’ મૂક્યું છે તેવું જ આ “અક્રમ વિજ્ઞાન'
છે, પણ જ્ઞાન તેનું તે જ છે. ‘ક્રમિક જ્ઞાન’ આ કાળને આધીન ચાલે તેવું નથી. તેથી આ કાળમાં “અક્રમ વિજ્ઞાન' કુદરતી રીતે
પ્રકાશમાં આવ્યું છે. ૨૮૯૯ ‘પુદ્ગલ'ને જ જાણવું ને સમજવું, એનું નામ “જ્ઞાતા.' ૨૯00 જાણનારો એક જ છે. જાણવાની વસ્તુઓ અનંત છે ! ૨૯૦૧ “હું કરું છું ને હું જાણું છું' એનું મિશ્ચર, એનું નામ શેય
અને હું જાણું છું” ને “કરતો નથી”, એનું નામ જ્ઞાયકભાવ. ૨૯૦૨ જ્યાં કર્તાપદ ઊડી જાય એ “વિજ્ઞાન કહેવાય. ૨૯૦૩ શુદ્ધાત્માનો જ્ઞાયક સ્વભાવ છે ! એ સ્વભાવનું ફળ શું?
પરમાનંદ ! ૨૯૦૪ ય ને જ્ઞાતા એકાકાર ના થાય, એનું નામ “જ્ઞાન'. ૨૯૦૫ બધું બરાબર છે' એ જ્ઞાન જાણું, એ છેલ્લું ‘વીતરાગનું
જ્ઞાન'. ૨૯૦૬ અજ્ઞાનનો પ્રભાવ જ્યાં ને ત્યાં પ્રતિબદ્ધ થઈ જાય, ને જ્ઞાનનો
સ્વભાવ અપ્રતિબદ્ધતા છે ! ૨૯૦૭ પ્રશ્નો બંધ કરે, એનું નામ “વિજ્ઞાન'. ૨૯૦૮ શેયને જ્ઞાતા માને છે ત્યાં સુધી છે તે સંસાર. ૨૯૦૯ કોઈ પણ પરિસ્થિતિમાં માયા મૂંઝવે નહીં, એનું નામ
વીતરાગી વિજ્ઞાન'. ૨૯૧૦ વીતરાગોનો મત નિરંતર પરમાનંદ પ્રાપ્ત કરાવનારો છે.
તેમનો મત લોકો પાસે છે. પણ સવશે નથી. સર્વાશે તો