________________
‘જ્ઞાની' પાસે હોય !
૨૯૧૧ વીતરાગોનું ‘જ્ઞાન’ તો ‘નિર્ભય જ્ઞાન’ છે. જો ‘જ્ઞાની પુરુષ’ મળી જાય તો એ ‘જ્ઞાન' મળી જાય.
૨૯૧૨ બાહ્યવિજ્ઞાન ‘એબૉવ નોર્મલ’ થાય તો તે ‘પોઈઝન’ છે. તેમાં
‘નોર્માલિટી' રાખવાની છે ને આંતર્રવજ્ઞાન ઠેઠ સુધી પહોંચાડવાનું છે. જે વિજ્ઞાનથી લોકોનાં સુખ વધે, દુઃખ ઘટે તે વિજ્ઞાન સાચું.
૨૯૧૩ ઉપરથી ‘એટમબોમ્બ' પડે તો ય પેટનું પાણી ના હાલે. ‘એટમબોમ્બ’ પડે તે ‘એ. એમ. પટેલ’ ઉપર પડશે, ‘મારી’ ઉપર ઓછું પડવાનું છે ? એવું આપણું આ વિજ્ઞાન છે ! ‘અક્રમ વિજ્ઞાન’ છે !!!
૨૯૧૪ વિજ્ઞાન બે પ્રકારનાં : એક બાહ્ય વિજ્ઞાન એટલે ભૌતિક વિજ્ઞાન. બીજું આંતવિજ્ઞાન એટલે આત્મા સંબંધી વિજ્ઞાન. આત્મા-અનાત્મા આ બધું શું છે હકીકતમાં ? પુદ્ગલ શું ? બધું વિજ્ઞાનથી જાણે, અનુભવથી જાણે, શાસ્ત્રોના શબ્દોથી નહીં, જાતે જોયેલું-જાણેલું, વાત કરેલું, એનું નામ ‘અનુભવજ્ઞાન’. એ આંતરિક વિજ્ઞાન કહેવાય. બાહ્ય વિજ્ઞાન વિનાશ કરાવનારું છે અને આંતરિક વિજ્ઞાન મોક્ષે લઈ જનારું છે.
૨૯૧૫ દ્રશ્ય અને દ્રષ્ટા બેઉ જુદાં જ હોય હંમેશાં. દ્રશ્ય કંઈ દ્રષ્ટાને ચોંટી પડતું નથી. આપણે હોળી જોઈએ તો હોળીથી આંખ દાઝતી નથી. એટલે જોવાથી જગત નડતું નથી. જોવાથી તો આનંદ થાય છે.
૨૯૧૬ ‘જોવું’ ને ‘જાણવું' એ બેઉ ચેતનના ગુણો છે. અને ‘કરવું’ એ પુદ્ગલના ગુણો છે. જે કરે તે જાણે નહીં ને જાણે તે કરે નહીં. કર્તાભાવ ને દ્રષ્ટાભાવ બે જુદા છે.
૨૯૧૭ ‘પોતે’ નિરંતર જ્ઞાતા-દ્રષ્ટા પદમાં રહેતો હોય તે ‘જ્ઞાની’. ૨૯૧૮ શેયોમાં તન્મયાકાર હોય ત્યારે બ્રહ્માંડની અંદર કહેવાય અને શેયોને શેયરૂપે દેખે ત્યારે બ્રહ્માંડની બહાર કહેવાય.
૨૯૧૯ એક વસ્તુનું ત્રણેય કાળનું જ્ઞાન, ત્રણેય કાળમાં શી સ્થિતિ થશે એનું જ્ઞાન, એને ત્રિકાળજ્ઞાન કહ્યું છે. માચીસ એ માટીમાંથી ઝાડ, ઝાડમાંથી કપાઈને સળી અને પછી બીજું બધું થાય અને પછી પાછું માટી થઈ જવાની ત્યાં સુધીના બધા પર્યાયને જાણે, એને ત્રિકાળજ્ઞાન કહ્યું.
૨૯૨૦ ત્રિકાળજ્ઞાન એકલા ‘સર્વજ્ઞ’ને જ હોય.
૨૯૨૧ ૧૯૯૦નું જ્ઞાન આજે દેખાતું હોય તો તો પછી એ વર્તમાન કાળ જ થઈ ગયો. ભવિષ્યકાળ રહ્યો જ નહીં ને ! ભવિષ્યનું દેખાવું એ જ્ઞાન નથી, સૂઝ છે !
૨૯૨૨ જ્યાં દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે, જ્ઞાન જ્ઞાતામાં પડે, ત્યારે સાક્ષાત્કાર
થાય.
૨૯૨૩ કડવું કે મીઠું પીવાનું નથી, માત્ર દ્રષ્ટિ જ ફેરવવાની છે. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે તો કામ જ થઈ ગયું.
૨૯૨૪ દરેક બાબતમાં ‘નોર્માલિટી’ તેને જ હું ‘એક્ઝેક્ટનેસ' કહું છું. ૨૯૨૫ ‘એક્ઝેક્ટનેસ’ એટલે સંપૂર્ણ જાગૃતિ !
૨૯૨૬ ભૌતિકને જાણે તે ‘એલર્ટનેસ’ કહેવાય અને આ સંસારમાં ‘રિયલ’ શું ને ‘રિલેટિવ’ શું એ બધું જાણે તે ‘એક્ઝેક્ટનેસ'. ૨૯૨૭ ‘એક્ઝેક્ટનેસ’માં આવવાનું છે. એમાં ‘રિયલ’ પણ સાચું છે
ને ‘રિલેટિવ’ પણ સાચું છે. ‘રિલેટિવ’ જ્ઞેય સ્વરૂપ છે ને ‘રિયલ’ જ્ઞાતા સ્વરૂપ છે. ‘જ્ઞેય-જ્ઞાતા’ સંબંધ આવ્યો એ જ ‘એક્ઝેક્ટનેસ’. ‘એક્ઝેક્ટનેસ'માં જીવતા જ મોક્ષ અનુભવાય.