________________
છે, અવક્તવ્ય છે. જ્યાં શબ્દ પહોંચી શકે નહીં, જ્યાં દ્રષ્ટિ પહોંચી શકે નહીં ત્યાં આત્મા છે ! એ આત્મા નિર્લેપભાવે
રહેલો છે, અસંગ ભાવે જ રહેલો છે ! ૨૮૬૮ તમે પોતે જ “જજ', તમે પોતે જ વકીલ, તમે પોતે જ
આરોપી. બોલો, હવે ‘જજમેન્ટ' કેવું આવે ?! ૨૮૬૯ ‘સર્વાત્મા એ શુદ્ધાત્મા છે' એવી સમજણ પડી ત્યારથી જ
પરમાત્માની આપણને શ્રેણી મંડાઈ ! ૨૮૭૦ “જ્ઞાન” તો ફલાણા જેવું જ છે એવું બોલ્યા તો એ “જ્ઞાનની
વિરાધના થઈ કહેવાય. જ્ઞાન એ “જ્ઞાન” છે અને અજ્ઞાન એ ગમે તેટલું અજવાળાવાળું હોય તો પણ અજ્ઞાન છે. અજ્ઞાનને
જ્ઞાન કહે તો “જ્ઞાન'ની વિરાધના થાય ! ૨૮૭૧ અજ્ઞાનમાં રહેવાથી સંસાર “ચાર્જ થાય. “જ્ઞાન'માં રહેવાથી
સંસાર ‘ડિસ્ચાર્જ' થાય ! ૨૮૭૨ ખાનાર દેહ છે. ખાનાર જાણતો નથી અને જાણનાર ખાતો
નથી. ક્રિયા કરે એ પરતત્ત્વ અને જાણનાર સ્વતત્ત્વ છે ! લૂટે
છે ને લૂંટાય છે એ બેઉ અનાત્મા છે ! ૨૮૭૩ ગુરુ સંસારમાં તારે. ‘જ્ઞાની' મોક્ષ આપે. ‘જ્ઞાની” પોતે દેહ
સાથે આત્મસ્વરૂપે થયા છે. ૨૮૭૪ કોઈને અડે નહીં, નડે નહીં, એનું નામ આત્મા. અજ્ઞાનને ય
એ નડે નહીં ! અજ્ઞાન એને નડે, એ અજ્ઞાનને નડે નહીં !
એ પરમાત્માની દીવા જેવી વાત છે ને ! ૨૮૭૫ આત્મા એ જ્ઞાન નથી, ‘વિજ્ઞાન-સ્વરૂપ' છે. આ જગત
‘વિજ્ઞાન'થી ઓળખાશે. બાકી, જ્ઞાનથી જગત ના જણાય. અમે આ ‘વિજ્ઞાન' જોઈને પછી બોલીએ છીએ કે “આ બધું સ્વાભાવિક રીતે છે !” એમ ને એમ નથી બોલતા.
૨૮૭૬ “હું ચંદુભાઈ છું' એ મિથ્યાદર્શન છે. એ જાય ને “હું શુદ્ધાત્મા
છું'નું લક્ષ બેસે, તે સમ્યક્ દર્શન છે ! ૨૮૭૭ ક્રોધ-માન-માયા-લોભ ના હોય, તેને ચારિત્ર કહ્યું. ૨૮૭૮ ભગવાન આંખે દેખાય એ ચારિત્રને ચારિત્ર કહેતાં જ નથી.
જ્ઞાન-દર્શન-ચારિત્ર એ બધાં આંખે દેખાય નહીં એવી વસ્તુ છે, ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી એ વસ્તુ. એટલે એ ચારિત્ર તો જુદું જ
હોય. ૨૮૭૯ બધાનાં જે ચારિત્ર દેખાય છે તે ગયા અવતારનાં પરિણામ છે
અને અસ્તિત્વ અત્યારે બીજી જગ્યાએ હોય. અસ્તિત્વ સો. ઉપર હોય અને ચારિત્ર અઠ્ઠાણું પર હોય. અસ્તિત્વ આ
ભવનું છે અને ચારિત્ર ગત ભવનું છે. ૨૮૮૦ બાહ્ય તપ અને ત્યાગનું ફળ સંસાર, એટલે ભૌતિક સુખો
પ્રાપ્ત થાય અને ધીમે ધીમે મોક્ષમાર્ગ પણ એને પ્રાપ્ત થાય.
પણ “આત્મજ્ઞાન' સિવાય મોક્ષ નથી. ૨૮૮૧ આ મશીનરી કેવી રીતે ચાલે છે ? આત્મા ચલાવે છે? ના.
આત્મા તો ખાલી પ્રકાશ જ આપે છે, તેનાથી આ “મશીનરી’
ચાર્જ થઈ જાય છે ને ચાલે છે. ૨૮૮૨ સ્થિરતાથી ચારિત્ર પ્રગટે ને જાગૃતિથી દર્શન ઊંચું આવે ! ૨૮૮૩ જ્યાં જાગૃતિ પહોંચી એ જ આત્મા નજીક પહોંચ્યા. જેટલું
નજીક ગયા એટલું અજવાળું વધારે, એટલો પ્રકાશ વધારે. ૨૮૮૪ ક્યારેય પણ દુઃખ લાગે છે, તે પૂરેપૂરી જાગૃતિ નથી તેથી. ૨૮૮૫ સંસારના હિતાહિતનું ભાન થાય એટલે સંસારનાં સર્વ
પ્રકારનાં હિતનું ભાન ને સંસારનાં સર્વ પ્રકારનાં અહિતનું ભાન થાય, ત્યારે સાંસારિક સંપૂર્ણ જાગૃતિ થાય. સંસારની સંપૂર્ણ જાગૃતિ થાય પછી આત્માના હિતાહિતની જાગૃતિ