________________
ના જાય, વિરોધ ઉત્પન્ન ના થાય. દરેક સિદ્ધાંતને “હેલ્પ' કરી કરીને સિદ્ધાંત આગળ વધતો જાય. કોઈ પણ સિદ્ધાંત તોડે
નહીં, વિરોધાભાસ ઉત્પન્ન ના થાય. ૨૮૫૦ આત્મજ્ઞાન ક્યારે કહેવાય ? જ્યારે પરિણામ પામે ત્યારે.
બાકી, ‘હું હીરો છું' એમ બોલ્ય કંઈ હીરો ના પમાય. એમ આત્મજ્ઞાન થવા આત્માને ગુણધર્મો સહિત જાણવો જોઈએ,
અને ગુણો જો પરિણામ પામે તો આત્મજ્ઞાન થાય. ૨૮૫૧ અમને કોઈની વસ્તુ પડી ગઈ હોય તો “એટ એ ટાઈમ' બધાં
જ પરિણામ દેખાય, એનું નામ “કેવળ જ્ઞાન’ના અંશો. ૨૮૫ર ઉપયોગ ઉપયોગમાં રહ્યો તે કેવળજ્ઞાન. ૨૮૫૩ કેવળજ્ઞાન એટલે ‘જ્ઞાન’ સિવાય બીજા કોઈમાં નહીં. બીજામાં
માન્યતા નહીં ને “જ્ઞાન'માં નહીં, “જ્ઞાન” જ, પ્રકાશ !! ૨૮૫૪ વર્તનમાં આવે ત્યારે એ જ સમજ “જ્ઞાન'રૂપે પરિણામ પામે
છે. સમજ હંમેશાં અનુભવ કરાવ્યા કરે છે. “જ્ઞાની'એ સમજ પાડી હોય તેનો અનુભવ થયા કરે ને પછી એક દહાડો એ
જ્ઞાનમાં પરિણામ પામે. ૨૮૫૫ ‘પોતાના' પ્રદેશમાં “જોવા-જાણવાપણું' જ છે. બીજું કશું જ
નથી. પરમાત્મપણું છે ! “જોવા-જાણવાપણા’થી આગળ ગયા
એટલે મુશ્કેલી ! ૨૮૫૬ વ્યવહારને ‘જોવો - જાણવો', એનું નામ જ આત્મા. એમાં
રાગ-દ્વેષ કરે એ આત્મા હોય. ૨૮૫૭ “જોવું-જાણવું' એ શુદ્ધાત્મા. રાગ-દ્વેષ કરે એ પ્રતિષ્ઠિત
આત્મા ! ૨૮૫૮ જુએ-જાણે પણ રાગ-દ્વેષ ના થાય, એનું નામ વીતરાગ
ચારિત્ર !
૨૮૫૯ વહુ નાસી ગઈ તેને ય “જાણવું'. વહુ પૈણી લાવે તેને ય
જાણવું’. ‘જાણનારને રાગ-દ્વેષ ના હોય ! ૨૮૬૦ “નિશ્ચય ચારિત્ર'માં આવ્યા, એ તો ભગવાન થઈ ગયા !
કેવળ જ્ઞાન' સિવાય “નિશ્ચય ચારિત્ર” પૂર્ણ દશાએ ના હોય. ૨૮૬૧ પરમાત્માનું ભાન થાય તો સમકિત છે. પરમાત્માનો અનુભવ
થાય તો પોતે પરમાત્મા જ છે ! ૨૮૬૨ એક આત્મામાં કેટલું જ્ઞાન છે? આ જગતમાં બધા જીવો છે તે
બધાંનું જ્ઞાન ભેળું કરે તેટલું એક આત્મામાં જ્ઞાન છે !!! ૨૮૬૩ આપણે “આપણી’ સત્તાથી વિમુખ રહીએ, એ કઈ જાતનું
કહેવાય? “પોતે' સર્વસત્તાધીશ, મોટા રાજનો માલિક, કેદી
થઈ બેઠો ! ૨૮૬૪ કુસંગનો અધ્યાસ થઈ ગયો છે. તેથી સંસાર રોગ ‘ક્રોનિક
થઈ ગયો છે ! અને સત્સંગનો અધ્યાસ થાય તો ?' ૨૮૬૫ ‘આ’ સત્સંગમાં તમારી બુદ્ધિનાં બધાં બારણાં વસાઈ જાય.
ધીમે ધીમે બધા જ ખુલાસા થાય, જેવા “જ્ઞાની પુરુષ' છે એવાં જ કરી નાખે આપણને ! “જ્ઞાની” પોતે પરમાત્મા સ્વરૂપ થયેલા છે. એમના સંગમાં આપણું પણ તે સ્વરૂપ પ્રગટ થઈ
જાય. ૨૮૬ ૬ મુક્તિનું કરોડો અવતારે ય ઠેકાણું પડે એમ નથી. એ તો
જ્ઞાની પુરુષ' પ્રત્યક્ષ મળ્યા તેથી કામ થાય. સંપૂર્ણ “જ્ઞાની' એટલે જેને “વર્લ્ડમાં કોઈ ચીજ જાણવાની બાકી ન હોય, એ પોતે નિરંતર પરમાત્મા જોડે વાતો જ કર્યા કરતા હોય, એવાં
જ્ઞાની પુરુષ' ચાહે સો કરે ! ૨૮૬૭ શાસ્ત્રોનો આત્મા નહીં ચાલે. યથાર્થ આત્મા જોઈશે, જે
અગમ્ય છે, શાસ્ત્રમાં ઊતરી શકે તેમ નથી, જે અવર્ણનીય