________________
૨૭૧૧ આપણા હાથે તો કેટલું થઈ જાય છે ? યોજના એકલી જ
ઘડાઈ જાય છે. તે ય આપણા એકલાથી નહીં, નૈમિત્તિક રીતે. કાર્ય વખતે આપણે નિમિત્ત નહીં. કાર્ય તો કુદરતી રીતે થયા
૨૭૧૨ “નેચરે ય ચલાવતી નથી. ખાલી ‘નેચરલ એડજસ્ટમેન્ટ' છે ! ૨૭૧૩ ‘ડિસ્ચાર્જ વખતે કર્તા જુદો છે ને ‘ચાર્જ વખતે કર્તા જુદો છે.
એ આ જગતને શી રીતે સમજાય ? આ વીતરાગોની બહુ
ઝીણી વાત છે ! ૨૭૧૪ ‘વ્યવસ્થિત'ની પ્રેરણાથી પુદ્ગલ કર્તા બને છે. આમ દેખીતી
રીતે પુદ્ગલ કર્તા લાગે પણ તે “વ્યવસ્થિત'ના એવિડન્સથી
છે અને તેમાં ય આત્માની હાજરી હોય તો જ બને. ૨૭૧૫ ખરેખર પુદ્ગલ કર્તા છે એવું ક્યારે કહેવાય ? “સ્વરૂપ જ્ઞાન”
થયા પછીથી. નહીં તો ઊધે રસ્તે જાય. “સ્વરૂપ જ્ઞાન” થયા પછી “જ્ઞાની'ની આજ્ઞામાં રહે ત્યાર પછી જ બધું પુદ્ગલ કર્તા છે, તમારી જોખમદારી નથી એમ કહેવાય. તે સિવાય કહે
તો બધા ઊધે રસ્તે ચાલે. ૨૭૧૬ જો ખરેખર કર્તા હોત તો કોઈ છૂટત જ નહીં. કર્તા કોને
કહેવાય કે જે સ્વતંત્ર “પાવરવાળો' હોય. ૨૭૧૭ આ મેઘધનુષ્ય, એના પાછા સપ્તરંગ બધા દેખાય છે, તે કોણે
બનાવ્યું ? કોઈ બાપો ય બનાવનાર નથી. આ તો સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ'થી બધા ભેગા થાય છે, એ સ્વાભાવિક વસ્તુ છે. તે કરોડ વર્ષ પહેલાં ય છે તે સાત રંગનું હતું, અત્યારે ય એ સાત રંગનું છે. બીજો કશો
ફેરફાર થયો નથી. ૨૭૧૮ આ તો “સાયન્સ' છે ! ભગવાનનો “સાયન્ટિફિક' પ્રયોગ છે.
કર્મ ય નથી ને કર્તા ય નથી, કોઈ બાપો ય નથી. ખાલી
“સાયન્સ' છે ! ૨૭૧૯ આ જગત ચાલી રહ્યું છે. આ “અંજીન’ ચાલ્યા કરે, એમાં
‘ડ્રાઈવર' કહે કે “હું ચલાવું છું' તો એ કહેલું ચાલે ?
વીતરાગોએ ‘આ’ ભૂલ ભાંગવાની કહી છે. ૨૭૨૦ કંઈ પણ કરે ત્યાં સમકિત પ્રાપ્ત ના થાય. ૨૭૨૧ કર્તાપદની ભ્રાંતિ પોતાથી ના તૂટે. ‘જ્ઞાની પુરુષ' એકલાં જ
એ તોડી આપે. ૨૭૨૨ ભ્રાંતિ ગઈ એટલે જેમ છે તેમ જાણ્યું. ભ્રાંતિ ગઈ એટલે
અજ્ઞાન ગયું. અજ્ઞાન ગયું એટલે માયા ગઈ ! ૨૭૨૩ ભ્રાંતિજ્ઞાન એ વિકલ્પી જ્ઞાન છે ને સાચું જ્ઞાન એ નિર્વિકલ્પ
જ્ઞાન છે. માટે સાચા જ્ઞાનને જ સમજવાની જરૂર છે. ૨૭૨૪ જ્યાં સંપૂર્ણ વિકલ્પી છે ત્યાં આધ્યાત્મિક ડેવલપમેન્ટ’ છે. ૨૭૨૫ આ બધું કલ્પના જ છે. પછી કલ્પનામાં આ સાચું ને આ ખોટું
એમ હોતું નથી. ૨૭૨૬ સંકલ્પ-વિકલ્પ થાય તો તો હજી આત્માની પ્રાપ્તિ થઈ નથી
એમ કહેવાય. સંકલ્પ-વિકલ્પના કરનારો થયો એટલે
નિર્વિકલ્પ થાય નહીં ! ૨૭૨૭ ધોળાં પહેરે, ભગવાં પહેરે તો ય વિકલ્પ જાય નહીં. સંસારીને
ગ્રહણના વિકલ્પો રહે ને ત્યાગીને ત્યાગના વિકલ્પો રહે. બોલો હવે, નર્યા વિકલ્પ, વિકલ્પ ને વિકલ્પ ! ત્યાં નિર્વિકલ્પ
શી રીતે થવાય ? ૨૭૨૮ ત્યાગ વગર તો કશું થતું જ નથી. ત્યાગ શેનો ? ભ્રાંતિનો
સર્વસ્વ ત્યાગ ! અહંકારનો સર્વસ્વ ત્યાગ ! મમતાનો સર્વસ્વ ત્યાગ !!