________________
૨૭૩૯ સત્યની શોધ માટે આખું જગત ભટકી રહ્યું છે. જે પરમાત્મા
પોતાનામાં પ્રકાશ થઈ ચૂક્યા છે, તે સત્ છે એને ખોળવાના
૨૭૨૯ ત્યાગ સહજ હોવો જોઈએ. એની મેળે જ છૂટી જાય. ૨૭૩૦ જેનો અહંકાર ને મમતા સંપૂર્ણ જાય, તે સંપૂર્ણ ત્યાગી
કહેવાય. ૨૭૩૧ વ્રત કોનું નામ કહેવાય ? આ દાદાને પાંચે ય મહાવ્રત વર્તે છે !
સંસારમાં રહે છે ને મહાવ્રત વર્તે છે, એ શું હશે ? જેને પુદ્ગલ પરિણતિ જ ઉત્પન્ન થતી નથી ! મહાવ્રત ત્યાં પુગલ પરિણતિ નહીં. અણુવ્રત હોય ત્યાં અમુક અંશે પુગલ પરિણતિ હોય
અને અમુક અંશે ઓછાં થઈ ગયા હોય ! ૨૭૩૨ આત્મા મહાવ્રતવાળો જ છે, પણ એ બહાર મહાવ્રત વર્તવાં
જોઈએ તો આત્મા પૂરો થયો કહેવાય. સંસારી ભાવ જ
ઉત્પન્ન ના થાય, એનું નામ મહાવ્રત. એ બહુ ઊંચું છે ! ૨૭૩૩ મન-વચન-કાયાથી કોઈને દુઃખ ના પહોંચે, એમાં બધાં ય વ્રત
આવી ગયાં ! ૨૭૩૪ ઉપવાસ એટલે ‘સ્વરૂપ'માં વાસ તે, સ્વક્ષેત્રમાં વાસ તે. ૨૭૩૫ આપણે દેહને ઉપવાસ કરાવ્યા પછી આપણે આપણા
‘ઉપયોગ’માં રહેવું જોઈએ. ઉપવાસ ઉપયોગમાં રહેવા માટે
છે, કંઈ ભૂખે મારવા માટે ઉપવાસ નથી. ૨૭૩૬ આ બધું જે જે ત્યાગશો, એનું ફળ ભોગવવું પડશે. ત્યાગ
કરવો આપણા હાથની સત્તા છે ? ગ્રહણ કરવું એ આપણી
સત્તા છે ? એ તો પુણ્ય-પાપને આધીન સત્તા છે ! ૨૭૩૭ આ જગતમાં જે છે, એમાં આત્માની કોઈ વાત જ નથી. આ
વ્યવહારને જોવો - જાણવો, એનું નામ જ આત્મા ! ૨૭૩૮ સ્વરૂપજ્ઞાન અને ભાન સિવાય જે કંઈ પણ કરવામાં આવે છે,
તે જીવને સંસારમાં રખડાવનાર છે.
૨૭૪૦ પહેલો પોતાનો સ્વભાવ’ કેવો છે તે જાણવું. તેની પ્રતીતિ
કરવી, એનું નામ સમકિત કહેવાય. આ બધા સ્વભાવમાં મારો કોઈ સ્વભાવ છે ? ત્યારે ‘જ્ઞાની' કહેશે, ‘ના’. તું જીભ આમ કર કે તેમ કર, કુંડલિની જાગૃત કર કે શાસ્ત્રો વાંચ, પણ તેમાં આત્મા નથી. બધું પુદ્ગલ છે અને આત્મામાં બીજી
કોઈ વસ્તુ નથી. ૨૭૪૧ આ બધાં સાધનો છે ને પાછાં સ્થળ છે. સૂક્ષ્મમાં જવું પડશે.
સાધનોને જ સાથે માને તો શું થાય ? ૨૭૪૨ તત્ત્વને જાણે નહીં, તે તત્ત્વની વાત શી રીતે કરી શકે ?
અતત્ત્વને જગત જાણે છે. ૨૭૪૩ એક બાજુ ‘ટેમ્પરરી' છે, એક બાજુ પરમેનન્ટ' છે. ‘તમને’
ફાવે ત્યાં મુકામ કરો. ‘ટેમ્પરરી’માં મૂર્ત જોઈશે, “પરમેનન્ટ'માં
અમૂર્ત જોઈશે. ૨૭૪૪ ‘ટેમ્પરરી’ને વળગશો તો ‘ટેમ્પરરી' થઈ જશો, માટે
પરમેનન્ટ'ને વળગજો. ‘જ્ઞાની પુરુષને વળગજો. જ્ઞાની
પુરુષ દેહધારી પરમાત્મા છે ! ૨૭૪૫ “રિલેટિવ’ને ‘રિયલ' માનવું, એનું નામ ભ્રાંતિ. ‘રિલેટિવ'ને
‘રિલેટિવ' કહે તે “જ્ઞાની’ ! ૨૭૪૬ ‘રિયલ’ એટલે સંસર્ગ વગરનું અને ‘રિલેટિવ' એટલે
સંસર્ગવાળું. આ સંસર્ગજન્ય ‘રિલેટિવ'ની કોઈને ખબર ના પડે, એ તો “જ્ઞાની પુરુષ' એ સંસર્ગને તોડી આપે એટલે ‘રિયલ' પોતાનાં પરિણામને ભજે.