________________
૨૧૧૬ પ્રેમ સ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે, ‘પ્રેમ સ્વરૂપ’ ક્યારે થવાય ? કાયદા-બાયદા ના ખોળો ત્યારે. જગતમાં કોઈના ય દોષ ન જુઓ ત્યારે.
૨૧૧૭ મમતા ના હોય ત્યારે જ ‘પ્રેમ સ્વરૂપ’ થઈ શકે. ૨૧૧૮ જગત આસક્તિને પ્રેમ ગણીને મૂંઝાય છે. સ્ત્રીને ધણી જોડે
કામ ને ધણીને સ્ત્રી જોડે કામ ! આ બધું કામથી ઊભું થયું છે ! કામ ના થાય તો મહીંથી બધાં બૂમો પાડે, હલ્લો કરે ! સંસારમાં એક મિનિટ પણ પોતાનું કોઈ થયું નથી. એક ‘જ્ઞાની પુરુષ' જ પોતાના થાય. તેથી ભગવાને કહ્યું, ‘જીવમાત્ર અનાથ છે.'
૨૧૧૯ સંસાર સ્વાર્થનો સગો છે. બધી ‘રિલેટિવ’ સગઈઓ છે. એક ‘જ્ઞાની પુરુષ’ એકલાની જ રિયલ સગઈ છે. એ તમારા પ્રત્યે અત્યંત કરુણાવાળા હોય. એ પોતે આત્મસ્વરૂપ થયેલા હોય તેથી તમારો ઉકેલ લાવી આપે !
૨૧૨૦ કરુણા એ સામાન્ય ભાવ છે ને એ બધે જ વર્ત્યા કરે કે ‘સાંસારિક દુઃખોથી આ જગત ફસાયું છે, તે દુઃખો કેમ કરીને જાય ?’
૨૧૨૧ ‘જ્ઞાની પુરુષ’નો ‘શુદ્ધ પ્રેમ’ જે વધે-ઘટે નહીં, એકધારો જ રહ્યા કરે, એનું નામ પરમાત્મા. એ ખુલ્લા પરમાત્મા છે અને ‘જ્ઞાની’નું જ્ઞાનસ્વરૂપ એ ‘સૂક્ષ્મ પરમાત્મા’ છે !
૨૧૨૨ ‘શાની’ઓનું જ્ઞાનસ્વરૂપ ઓળખવાનું છે. જગતને પ્રેમ સ્વરૂપે ઓળખવાનું છે.
૨૧૨૩ લૌકિક પ્રેમનું ફળ જ વેર છે !
૨૧૨૪ જ્યાં સુધી પરમાણુ મળતાં આવે ત્યાં સુધી અભેદતા રહે ને પછી વેર થઈ જાય. આસક્તિ હોય ત્યાં વેર હોય જ !
૨૧૨૫ વેર વધે નહીં ને વીતરાગ રહેવું, એનું નામ ‘ફાઈલોનો
સમભાવે નિકાલ.' વેર વધે નહીં એ તો સંસારના લોકોને ય આવડે. પણ ખરું તો વેર વધે નહીં ને વીતરાગ રહેવાય !
૨૧૨૬ જેને ભીખ સર્વસ્વ પ્રકારની ગઈ, તેને આ જગતનાં તમામ
સૂત્રો હાથમાં આપવામાં આવે છે ! પણ ભીખ જાય તો ને ! કેટલા પ્રકારની ભીખ હશે ? માનની ભીખ, લક્ષ્મીની ભીખ, કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, દેરાં બાંધવાની ભીખ, બધી ભીખ, ભીખ ને ભીખ છે ! ત્યાં આપણું દળદર શું ફીટે ?
૨૧૨૭ જેને સર્વસ્વ પ્રકારની ભીખ મટે, તેને ‘જ્ઞાની’નું પદ મળે ! ૨૧૨૮ સંપૂર્ણ ભીખ ગયા પછી જ આ જગત ‘જેમ છે તેમ’ દેખાય ! ૨૧૨૯ કંઈ પણ ઇચ્છા એ ભીખ છે. નિરીચ્છક હોય તે ‘જ્ઞાની’ કહેવાય.
૨૧૩૦ જે જશના ભૂખ્યા ના હોય, તેના ઉપર દેવલોકો રાજી થાય તેમ છે. આખું જગત આપણી પર રાજી થાય તેમ છે. પણ આપણી ભૂખને લીધે રાજી નથી.
૨૧૩૧ જેને આ પ્રાકૃત ફૂલાં જોઈએ છે, પ્રકૃતિ ફળવાળી જોઈએ છે,
એણે માતાજીની અવશ્ય ભક્તિ કરવી અને મોક્ષ જોઈએ તો આત્માની ભક્તિ કરવી. અને બેઉ જોઈતાં હોય તો બેઉ ભક્તિ કરવી.
૨૧૩૨ ‘જ્ઞાન’ વગરની ભક્તિ એ સંસારમાં ભૌતિક સુખો આપનારી છે ને ‘જ્ઞાન' સહિતની ભક્તિ એ ‘જ્ઞાન' કહેવાય, એ મોક્ષફળ આપે.
૨૧૩૩ માતાજી કોને પ્રગટ થાય ? સહજ સ્વભાવી થઈ જાય તેને. આ મન-વચન-કાયા સહજ સમાધિ સ્વરૂપ થઈ જાય ત્યારે