________________
માતાજી આવ્યાં કહેવાય. આદ્યશક્તિ ઉત્પન્ન થઈ કહેવાય.
૨૧૩૪ ભક્તિ વગરનું ‘જ્ઞાન’ હોય જ નહીં કોઈ દહાડો. એ તો શુષ્કજ્ઞાન કહેવાય. એ સાચું જ્ઞાન ના કહેવાય.
૨૧૩૫ આપણા લોકો ભક્તિને લૌકિકમાં લઈ જાય છે. ભજનને ભક્તિ કહે છે. ભક્તિ, જ્ઞાન વગર હોય નહીં. ભક્તિ તે રૂપ બનાવે, જેની ભક્તિ કરો તે રૂપ !
૨૧૩૬ સમર્પણભાવ એ જ ભક્તિ છે. જ્ઞાનપૂર્વકનું સમર્પણ એ બહુ ઊંચી ભક્તિ છે ! અજ્ઞાનપૂર્વકનું સમર્પણ કર્યું હોય તો ય એ
ભક્તિ કહેવાય.
૨૧૩૭ સમર્પણ કોને કરવું ? જે આપણી ‘ઠેઠ’ સુધીની જવાબદારી લે તેને, જે તથારૂપ હોય તેને સમર્પણ કરવું. જે આપણને ‘વિરાટ પુરુષ’ લાગે તેને સમર્પણ કરવું. નહીં તો સમર્પણ કર્યાનો અર્થ નથી.
૨૧૩૮ ‘અહીં’ તો તમે જેવા ભક્ત છો એવો ‘હું’ પણ ભક્ત છું !
આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ હોય. આ તો ‘એ.એમ.પટેલ’ છે, ભાદરણના પાટીદાર છે. મહીં ‘દાદા ભગવાન’ બેઠા છે. ‘હું’ પોતે જ ‘દાદા ભગવાન’નો જય જયકાર બોલાવડાવું છું ને ! એટલે ‘હું’ ય ભક્ત છું ને તમે ય ભક્ત છો !
૨૧૩૯ ‘દાદા ભગવાન' એ ભગવાન છે, ચૌદ લોકનો નાથ છે !!!
માગે એ વસ્તુ આપે એવો છે અત્યારે ! આ દેહ તો મંદિર થઈ ગયું છે અને ‘પબ્લિક ટ્રસ્ટ' છે. અને આ બોલે છે તે કોણ બોલે છે ? ‘ઓરિજનલ ટેપરેકર્ડ' બોલે છે ! ભગવાન બોલે કરે નહીં.
૨૧૪૦ તમે પોતે ય ભગવાન છો, પણ તમને તેનું ભાન નથી. પોતાના મનમાં એમ નક્કી થાય કે ‘હું ભગવાન છું પણ મને
એ પદ જડતું નથી.' એવું જો નક્કી થઈ જાય તો તો પછી વાંધો નથી. આ તો આને શંકા છે, હોઈશ કે નહીં, હોઈશ કે નહીં, હોઈશ કે નહીં.......' શાની શંકા છે ? તું ભગવાન જ છે ! તને તારું ભાન જતું રહ્યું છે !
૨૧૪૧ આ જગતનો ન્યાય કેવો છે ? કે જેને લક્ષ્મી સંબંધી વિચાર
ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટ્ટો જ રહેતો હોય, તેને ભગવાન કહ્યા વગર નહીં રહે. ૨૧૪૨ તમે પોતે ભગવાન છો જ, પણ ભગવાનના ગુણ ઉત્પન્ન થયા નથી.
૨૧૪૩ જે ભગવાન તરફનું મોઢું કરે, એના તરફ ફરે તેને આનંદ અને પ્રકાશ મળે. ભગવાન બીજું કશું કરતાં નથી !
૨૧૪૪ કલ્પિતથી મનનો આનંદ થાય ને સાચાથી આત્માનો આનંદ
થાય.
૨૧૪૫ આનંદને અને શાંતિને કશી લેવા-દેવા નથી. શાંતિ પુદ્ગલને આધીન છે ને આનંદ તો આત્માનો સ્વભાવ છે.
૨૧૪૬ આનંદ અંદરથી આવવો જોઈએ. બહારથી, આંખોથી દેખીને આવે એવો ના જોઈએ. સનાતન આનંદ જોઈએ !
૨૧૪૭ સંસારના બધા રોગો આત્માના સ્વાભાવિક આનંદથી જતા રહે. શોકથી રોગ ઊભા થાય !
૨૧૪૮ આત્માનો સ્વભાવ જ આનંદવાળો છે. એટલે એને અશાતા
તો જોઈએ જ નહીં ને ! દરેક જીવમાત્રને અશાતા અનુકૂળ ના આવે. એટલે એ ત્યાંથી ખસી જાય ! આપણે તો છેલ્લી વાત પકડવી. અનુકૂળ ને પ્રતિકૂળ એક જ કરી નાખો. ૨૧૪૯ મૂળ આત્મા તો દરેકને નિર્દોષ જુએ. એને સારું-ખોટું હોય