________________
૨૦૯૮ ‘પ્રતિક્રમણ' કરવાથી શું થાય ? આપણી ડખલ કરેલી, તેનું
જે “રીએક્શન આવે, તેના ઉપર આપણને ફરી ડખલ કરવાનું
મન ના થાય ! ૨૦૯૯ જેનાં “આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન' સાચાં હોય, તેને
આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. ૨૧00 આપણું “સાયન્સ' શું કહે છે, તું ચોરી કરે તેનો અમને વાંધો
નથી, પણ તેનું તું આ રીતે પ્રતિક્રમણ કરજે. અને તું જે કરે
છે તેનું ફળ આ છે, જે તને જાહેર કરીએ છીએ. ૨૧૦૧ આખું જગત ફરજિયાતથી કરે છે, તેમાં એને વઢીએ કે આમ
કેમ કરે છે તે અણસમજણ જ છે. પેલાને વઢે તો તે વધારે કરશે, એને પ્રેમથી સમજાવો. પ્રેમથી બધા રોગ મટી જાય. શુદ્ધ પ્રેમ’ એ “જ્ઞાની પુરુષ' પાસેથી કે એમના “ફોલોઅર્સ
પાસેથી મળે ! ૨૧૦૨ આ “વિજ્ઞાન' પ્રેમસ્વરૂપ છે ! પ્રેમમાં કશું હોય નહીં. ક્રોધ
માન-માયા-લોભ કશું હોય નહીં. એ હોય ત્યાં સુધી પ્રેમ હોય
નહીં. ૨૧૦૩ ભગવાન પાસે બે વસ્તુની જરૂર છે : “શુદ્ધ પ્રેમ’ અને ‘સાચો
ન્યાય.' બીજે બધે સાપેક્ષ ન્યાય છે. જ્યાં “શુદ્ધ પ્રેમ' ને
“સાચો ન્યાય” છે ત્યાં ભગવાનની કૃપા ઊતરે છે ! ૨૧૦૪ “શુદ્ધ પ્રેમ એટલે વધે નહીં, ઘટે નહીં. ગાળો ભાંડીએ તો ઘટી
ના જાય ને ફૂલો ચઢાવીએ તો વધી ના જાય, એનું નામ “શુદ્ધ પ્રેમ'. “શુદ્ધ પ્રેમ' એ પરમાત્મા પ્રેમ ગણાય છે. એ જ સાચો
૨૧૦૬ જેટલો દ્વેષ જાય તેટલો “શુદ્ધ પ્રેમ’ ઉત્પન્ન થાય. સંપૂર્ણ દ્વેષ
જાય ત્યારે સંપૂર્ણ “શુદ્ધ પ્રેમ' ઉત્પન્ન થાય. આ જ રીત છે. ૨૧૦૭ “હું લઢવા કોઈને માગતો નથી, મારી પાસે તો એક જ પ્રેમનું
હથિયાર છે. હું પ્રેમથી જગતને જીતવા માગું છું. જગત જે સમજે છે તે તો લૌકિક પ્રેમ છે. પ્રેમ તો તેનું નામ કે તમે મને ગાળો દો તો હું “ડીપ્રેસ' ના થાઉં ને હાર ચઢાવો તો
એલીવેટ' ના થઉં !” સાચા પ્રેમમાં તો ફેર જ ના પડે. આ
દેહના ભાવમાં ફેર પડે પણ “શુદ્ધ પ્રેમમાં નહીં. ૨૧૦૮ આ સારું-ખોટું એ બુદ્ધિને આધીન છે. એનાથી દૂર થા,
અનાસક્તયોગ રાખ. “આત્મા'નો સ્વભાવ કેવો છે ?
અનાસક્ત’. ‘તું પણ સ્વભાવથી “અનાસક્ત' થઈ જા. ૨૧૦૯ “સનાતન સ્નેહ’ એ જ મોક્ષ. ૨૧૧૦ સ્ત્રી જોડે આકર્ષણ થાય છે તે “આસક્તિ' છે. પણ
આસક્તિમાં આત્મા ભળે તે “રાગ” છે. ૨૧૧૧ પરમાણુના આકર્ષણથી ઋણાનુબંધને લઈને ભેગા થાય છે,
તે આસક્તિ છે. આ આસક્તિને લીધે ધક્કા લાગે છે. ફરી
આસક્તિ આવે, અનાસક્ત થાય ત્યારે ઉકેલ આવે. ૨૧૧૨ જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં.
એ આસક્તિનો સ્વભાવ જ છે. ૨૧૧૩ જ્યાં પ્રેમ ના દેખાય ત્યાં મોક્ષનો માર્ગ જ નથી. જ્યાં ફી હોય
ત્યાં પ્રેમ ના હોય ! ૨૧૧૪ સંસારી પ્રેમ નામે ય ન હોય, એનું નામ પરમાર્થ પ્રેમ ! ૨૧૧૫ સામાનો ગોદો આપણને વાગી જાય તેનો વાંધો નથી, પણ
આપણો ગોદો સામાને ના વાગે એ આપણે જોવાનું. ત્યારે જ સામાનો પ્રેમ સંપાદન થાય !
ધર્મ છે !
૨૧૦૫ છેલ્લું સ્વરૂપ તે પ્રેમસ્વરૂપ છે ! આ પ્રેમલા-પ્રેમલીના પ્રેમ ત્યાં
ના ચાલે. ભગવાનનો તો “શુદ્ધ પ્રેમ’ હોય. જે વધે-ઘટે તે આસક્તિ કહેવાય. “શુદ્ધ પ્રેમ” માં વધ-ઘટ ના થાય.