________________
[ ૧૮ ]
શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
સમયે પરિષદ(સભા) સમાપ્ત થઈ ન હોય, છૂટી પડી ન હોય, વિખેરાય ન હોય, વિભક્ત થઈ ન હોય તે પૂર્વે અર્થાત્ ધર્મસભા વ્યવસ્થિત બેઠેલી જ હોય ત્યારે શૈક્ષ પરિષદમાં તે જ ધર્મકથા (રત્નાધિકે કરેલી ધર્મકથા) બે-ત્રણવાર દોહરાવે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. |६ ३१. सेहे रायणियस्स सिज्जा-संथारंग पाएणं संघट्टित्ता हत्थेणं अणणुण्णवित्ता गच्छइ, आसायणा सेहस्स । ३२. सेहे रायणियस्स सिज्जासंथारए चिट्ठित्ता वा णिसीइत्ता वा तुयट्टित्ता वा भवइ, आसायणा सेहस्स । ३३. सेहे रायणियस्स उच्चासणसि वा, समासणंसि वा चिट्ठित्ता वा णिसीइत्ता वा तुयट्ठित्ता वा भवइ आसायणा सेहस्स । एयाओ खलु ताओ थेरेहिं भगवंतेहिं तेत्तीसं आसायणाओ पण्णत्ताओ, त्ति बेमि । ભાવાર્થ :- (૩૧) શૈક્ષ દ્વારા રત્નાધિક સાધુના શય્યા-સંસ્તારકને અજાણતા પગ લાગી જાય, તોપણ શૈક્ષ હાથ જોડી ક્ષમાયાચના કર્યા વિના ચાલ્યો જાય, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩ર) શૈક્ષ, રત્નાધિકના શધ્યા-સંસારક, ઉપર ઊભો રહે, બેસે, સૂએ, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩૩) શૈક્ષ, રત્નાધિકથી ઊંચા આસન ઉપર કે સમાન આસન પર ઊભો રહે, બેસે, સૂએ, તો તે શૈક્ષથી થતી આશાતના છે.
સ્થવિર ભગવંતોએ આ તેત્રીસ આશાતના કહી છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તેત્રીસ પ્રકારની આશાતનાઓનું વર્ણન છે.
દેવ, ગુરુની વિનય-ભક્તિ ન કરવી, દેવ, ગુરુનો અવિનય અભક્તિ કે અપરાધ કરવો, આજ્ઞાનો ભંગ કરવો, નિંદા કરવી, અવહેલના કરવી તથા ગુરુ પ્રતિ અબહુમાન કે અનાદરનો અંતરભાવ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય, તેને આશાતના કહે છે. સૂત્રકારે શિષ્યની વિવિધ પ્રકારની ૩૩ ચેષ્ટાઓનું ૩૩ આશાતનારૂપે કથન કર્યું છે. સંદે-શૈક્ષ.સિલો વા તત્થો વા આરવ ૩વા નોતું તેના સળે રેહા –ચૂર્ણિ. જે સૂત્ર ભણવા રૂપી ગ્રહણશિક્ષા અને પ્રતિલેખનાદિ આચાર પાલન રૂપી આસેવનશિક્ષા શીખે છે, તે શિક્ષા–શિક્ષણ યોગ્ય અગીતાર્થ સાધુ શૈક્ષ કહેવાય છે અથવા આચાર્ય–ઉપાધ્યાયને છોડીને શેષ સર્વ સાધુઓ શૈક્ષ કહેવાય છે. રળિય:- રાત્વિક, રત્નાધિક. રળિો આરિતો મહત્તો ના પરિવાળા દીક્ષા પર્યાયમાં મોટા હોય તે આચાર્યાદિ રાત્વિક કહેવાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી રત્નવાળા સાધુ તથા આચાર્ય, ગુરુ અથવા પર્યાય જ્યેષ્ઠ સર્વ સાધુઓને રાત્વિક કે રત્નાધિક કહેવાય છે.
આ ૩૩ આશાતનાઓમાં ૧ થી ૯ આશાતનાઓ રત્નાધિકની આગળ, બરાબર બાજુમાં અને પાછળ, આ ત્રણ પરિસ્થિતિમાં ચાલવા, ઊભા રહેવા અને બેસવા સંબંધિત નવ ક્રિયાની છે. આ આશાતનાઓથી ગુરુની મર્યાદા અને ગરિમાની અવહેલના થાય છે, ગુરુના મહત્ત્વનો હ્રાસ થાય છે. ગુરુની નિકટમાં કે ગુરુની આગળ ચાલવાથી લોકો ગુરુના દર્શન કરી ન શકે, શિષ્યની પીઠ ગુરુને દેખાય, તે શિષ્યના અવિનયને પ્રગટ કરે છે. ગુરુની નિકટમાં કે ગુરુની પડખે ચાલે તો લોકોને ગુરુ કોણ? શિષ્ય કોણ? તે ખબર ન પડે, ગુરુનું મહત્ત્વ ઘટે, તે શિષ્યના વિનયાભાવને પ્રગટ કરે છે. ગુરુની પાછળ ગુરુના પગ