________________
દશા—૩
૧૭
વિના જે સાધુને આપવાની પોતાની ઈચ્છા હોય તેને જલદી-જલદી, વધારે માત્રામાં આપે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૧૮) શૈક્ષ રત્નાધિક સાધુ સાથે ગોચરીએ ગયા હોય, અન્ન, પાણી, મેવા, મુખવાસાદિ ચારે પ્રકારના આહારને લાવીને રત્નાધિક સાધુ સાથે આહાર કરતા સમયે શૈક્ષ, પ્રચુર માત્રામાં વિવિધ પ્રકારના શ્રેષ્ઠ, તાજા, સરસ, મનોજ્ઞ, મનોવાંછિત, ઘેવરાદિ સ્નિગ્ધ અને પાપડાદિ રુક્ષ આહારને જલદી-જલદી અધિક માત્રામાં આરોગી લે, તો તે શૈક્ષથી થતી આશાતના છે.
१९. सेहे रायणियस्स वाहरमाणस्स, अपडिसुणित्ता भवइ, आसायणा सेहस्स । २०. सेहे रायणियस्स वाहरमाणस्स तत्थगए चेव पडिसुणित्ता भवइ, आसायणा सेहस्स । २१. सेहे रायणियं किं त्ति वत्ता भवइ, आसायणा सेहस्स । २२. रायणियं तुमं त्ति वत्ता भवइ, आसायणा सेहस्स । २३. सेहे रायणियं खद्धं-खद्धं वत्ता भवइ, आसायणा सेहस्स । २४. सेहे रायणियं तज्जाएणं पडिहणित्ता भवइ आसायणा सेहस्स ।
ભાવાર્થ :(૧૯) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ ન સાંભળ્યું કરે અર્થાત્ સાંભળ્યું ન હોય તેમ મૌન રહે (ઉત્તર ન આપે), તો તે શૈક્ષથી થતી આશાતના છે.(૨૦) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ, પોતાના સ્થાન પર બેઠાં બેઠાં જ તેમની વાત સાંભળે (તેમની સામે ઉપસ્થિત ન થાય), તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૧) રત્નાધિક બોલાવે ત્યારે શૈક્ષ, શું કહો છો ? તેમ દૂરથી જ પૂછે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૨) શૈક્ષ, રત્નાધિકને તું-તું, એમ તુંકારે બોલાવે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૩) શૈક્ષ, રત્નાધિક સામે પ્રયોજનથી વધુ અર્થાત્ નિરર્થક, કઠોર વચન બોલે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૪) શૈક્ષ, રત્નાધિકને પ્રતિવચન કહે અર્થાત્ તેમના જ વચનથી તેમનો તિરસ્કાર કરે (રત્નાધિક બીમાર સાધુની વૈયાવચ્ચ કરવા માટે કહે, તો તમે જ વૈયાવચ્ચ કેમ કરતા નથી ? તેવા પ્રતિવચન કહે), તો તે શૈક્ષની આશાતના છે.
५ २५. सेहे रायणियस्स कहं कहेमाणस्स इति एवंति वत्ता भवइ आसायणा सेहस्स । २६. सेहे रायणियस्स कहं कहेमाणस्स णो सुमरसी' ति वत्ता भवइ, आसायणा सेहस्स । २७. सेहे रायणियस्स कहं कहेमाणस्स णो सुमणसे भवइ, आसायणा सेहस्स । २८. सेहे रायणियस्स कहं कहेमाणस्स परिसं भेत्ता भवइ, आसायणा सेहस्स । २९. सेहे रायणियस्स कहं कहेमाणस्स कहं आच्छिदित्ता भवइ, आसायणा सेहस्स । ३० सेहे रायणियस्स कहं कहेमाणस्स तीसे परिसाए अणुट्टियाए अभिण्णाए अवोच्छिण्णाए अव्वोगडाए दोच्चंपि तच्चंपि तमेव कहं कहित्ता भवइ, आसायणा सेहस्स ।
ભાવાર્થ:- (૨૫) શૈક્ષ, રત્નાધિકને આ આમ કહેવું જોઈએ, આમ કહેવું ન જોઈએ' તેવા વચન કહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૬) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે તમને યાદ આવતું નથી, તમે ‘આ ભૂલી ગયા છો' એ પ્રમાણે કહે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૭) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે પ્રસન્ન ન થાય, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૮) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે પરિષદને વિસર્જિત કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૨૯) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના સમયે તેમાં વિક્ષેપ ઊભો કરે, તો તે શૈક્ષથી થતી આશાતના છે. (૩૦) શૈક્ષ, રત્નાધિકની ધર્મકથાના